IPL 2022: ગ્રીમ સ્મિથે રિષભ પંતને આપ્યો સફળતાનો મંત્ર, કહ્યું સફળતા કેવી રીતે મેળવવી

|

Apr 09, 2022 | 4:26 PM

IPL 2022માં દિલ્હી (DC)નું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. આ સિવાય ટીમની બેટિંગમાં પણ ઘણો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

IPL 2022: ગ્રીમ સ્મિથે રિષભ પંતને આપ્યો સફળતાનો મંત્ર, કહ્યું સફળતા કેવી રીતે મેળવવી
Rishabh Pant`(File Photo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 15માં દિલ્હી કેપિટલ્સ ટીમ (Delhi Capitals)નું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. આ સિવાય ટીમની બેટિંગમાં પણ ઘણો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના મહાન કેપ્ટન ગ્રીમ સ્મિથે દિલ્હીને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે દિલ્હીની રણનીતિ વિશે પણ વાત કરી છે.

ટીમને ધેર્ય રાખવાની જરૂર છે

રિષભ પંત (Rishabh Pant)ની બેટિંગ વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે રિષભ પંતને દરેક મેચમાં શરૂઆત મળી છે. પરંતુ દરેક વ્યક્તિએ ધીરજ રાખવાની જરૂર છે. દર વખતે સ્ટ્રાઈક રેટ જરૂરી નથી. દરેક વ્યક્તિએ આ સમયે થોડો સમય આપવો જરૂરી છે. દિલ્હી સતત વિકેટ ગુમાવી રહ્યું હતું. આવી સ્થિતિમાં દિલ્હીને ભાગીદારીની જરૂર હતી. તે ઇનિંગ્સ પૂરી કરી શક્યો ન હતો. તે 170-180 રન બનાવી શક્યો હોત.

નંબર 3 પર કરશે બેટિંગ

રિષભ પંતના બેટિંગ ઓર્ડર વિશે વાત કરતા સ્મિથે કહ્યું કે ઋષભ પંતને ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ. આવી સ્થિતિમાં તેની પાસે સેટ થવા માટે સમય હશે અને તે સારી ઈનિંગ રમીને ટીમને સંભાળી શકશે. જોકે, ટીમ મેનેજમેન્ટે પંતને તેની રમત રમવાની તક આપવી જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિલ્હીની બેટિંગ નબળી

જો દિલ્હી કેપિટલ્સ ટીમની બેટિંગની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નથી. આવી સ્થિતિમાં જો સુકાની રિષભ પંત મેદાન પર આવે છે તો તેની જવાબદારી વધી જાય છે. આવી સ્થિતીમાં દિલ્હી કેપિટલ્સ ટીમ આ સત્રમાં ફરી એકવાર વાપસી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : IPL 2022: લિયામ લિવિંગસ્ટોને આ સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી

આ પણ વાંચો : IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન

Published On - 6:42 am, Sat, 9 April 22

Next Article