DC vs KKR, IPL 2022: કોલકાતાએ દિલ્હી સામે 9 વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો, નિતીશ રાણાની અડધી સદી, કુલદીપ યાદવની 4 વિકેટ

|

Apr 28, 2022 | 9:35 PM

DC vs KKR, IPL 2022: કોલકાતાની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી પરંતુ બાદમાં નિતીશ રાણા (Nitish Rana) એ શાનદાર રમત વડે ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી. કેપ્ટન શ્રેયસે પણ સારો પ્રયાસ કર્યો હતો.

DC vs KKR, IPL 2022: કોલકાતાએ દિલ્હી સામે 9 વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો, નિતીશ રાણાની અડધી સદી, કુલદીપ યાદવની 4 વિકેટ
Nitish Rana એ શાનદાર અડધી સદી ફટકારી

Follow us on

IPL 2022 ની 41મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Delhi Capitals vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતાર્યુ હતુ. કોલકાતાની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનરો સસ્તામાં આઉટ થવા સાથે રનની ગતી પણ ખૂબ નિચી રહી હતી. જોકે બાદમાં કેપ્ટન શ્રેયસ અય્યર અને નિતીશ રાણા (Nitish Rana) એ સ્થિતી સંભાળી હતી, તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. કુલદીપ યાદવે (Kuldeep Yadav) શાનદાર બોલીંગ કરીને 4 વિકેટ ઝડપી હતી.

કોલકાતાની શરુઆત ખરાબ રહી હતી. એરોન ફિંચ અને વેંકટેશ અય્યરની ઓપનીંગ જોડી ઝડપથી આઉટ થઈ ગઈ હતી. 4 રનના સ્કોર પર જ એરોન ફીંચ (3 રન 7 બોલ) ની વિકેટ કોલકાતાએ ગુમાવી દીધી હતી. જ્યારે વેંકટેશ (6 રન 12 બોલ) પણ 22 રનના સ્કોર પર આઉટ થયો હતો. વિકેટ પડવાનો સિલસિલો શરુઆતમાં જ ચાલુ રહ્યો હતો. બાબા ઇંદ્રજીત (6 રન 8 બોલ)અને સુનિલ નરેન (0 રન 1 બોલ) પણ બેક ટુ બેક વિકેટ ગુમાવી ચુક્યા હતા. સુનિલ નરેન ગોલ્ડ ડક આઉટ થયો હતો. આમ 35 રનના સ્કોર પર જ કોલકાતાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આંદ્રે રસેલ પણ શૂન્ય રન પર આઉટ થયો હતો.

કેપ્ટન શ્રેયસ અય્યરે એક છેડો સાચવીને ટીમની સ્થિતીને સંભાળવાનો સફળ પ્રયાસ કર્યો હતો. બાદમાં નિતીશ રાણાએ પણ તેને સાથ પુરાવ્યો હતો. અય્યરે 4 ચોગ્ગા સાથે 37 બોલમાં 42 રન કર્યા હતા. રિંકુ સિંહ 16 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. નિતીશ રાણાએ 34 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કુલદીપ યાદવે કોલકાતાની કમર તોડી

કુલદીપ યાદવે કોલકાતાની બેટીંગ લાઈનની જાણે કે કમર તોડી નાંખી હતી. તેણે 4 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવર કરીને 14 રન આપ્યા હતા. અંતિમ ઓવરમાં મુસ્તફિજુરે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 18 રન આપ્યા હતા. ચેતન સાકિરયાએ પણ કસીને બોલીંગ કરી હતી. તેણે 1 વિકેટ ઝડપવા સાથે 3 ઓવરમાં 17 રન ગુમાવ્યા હતા. અક્ષર પટેલે 4 ઓવરમાં 28 રન ગુમાવી 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:24 pm, Thu, 28 April 22

Next Article