AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI IPL 2022 Match Prediction: હાર્દિક પંડ્યા જૂના દોસ્તો સામે ટકરાશે, ગુજરાત સામે મુંબઈ આબરુ બચાવવા ઉતરશે

Gujarat Titans vs Mumbai Indians Preview: મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફ બંધ છે પરંતુ આ ટીમ હવે વિશ્વસનીયતા બચાવવા માટે જીતવાનો પ્રયાસ કરશે.

GT vs MI IPL 2022 Match Prediction: હાર્દિક પંડ્યા જૂના દોસ્તો સામે ટકરાશે, ગુજરાત સામે મુંબઈ આબરુ બચાવવા ઉતરશે
MI vs GT: બંને વચ્ચે મુંભઈને બ્રેબોન સ્ટેડિયમમાં ટક્કર થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 8:32 AM
Share

હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે ગુરુવારનો દિવસ ખૂબ જ ભાવનાત્મક રહેશે કારણ કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની કારકિર્દી બનાવનારી ટીમ સામે પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. IPL 2022 માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans vs Mumbai Indians) સામે ટકરાશે. હાર્દિકે તેની કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી અને આ સિઝનમાં તે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગુજરાતને તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) ની મુંબઈ આ સિઝનમાં નબળી ટીમ છે અને આવી સ્થિતિમાં પંડ્યાનો પ્રયાસ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ફરીથી જીતના માર્ગ પર લઈ જવાનો રહેશે.

બેટિંગ વિભાગમાં, ખાસ કરીને ટોચના ક્રમમાં, અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુજરાત માટે સમસ્યારૂપ રહી છે અને લીગના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે નવી IPL ટીમ માટે ઢીલાશને સુધારવાનો સમય આવી ગયો છે. અગાઉની મેચમાં તેમની હાર હોવા છતાં, ગુજરાત ટાઇટન્સ 10 મેચમાં 16 પોઈન્ટ સાથે 10-ટીમ ટેબલમાં આગળ છે અને શુક્રવારે જીતથી તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બનશે.

શુભમન ગિલે રન બનાવવા જરુરી

યુવા શુભમન ગિલ ટોચના ક્રમમાં અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયો છે જ્યારે અનુભવી રિદ્ધિમાન સાહા, જેણે મેથ્યુ વેડનું સ્થાન લીધું હતું, તેણે સારી શરૂઆત કરી હતી પરંતુ તે જાળવી શક્યો ન હતો. ટીમ માટે હજુ પણ નબળી કડી રહેલા બી સાઈ સુદર્શને છેલ્લી મેચમાં 50 બોલમાં 65 રન બનાવીને ટીમને બચાવી હતી, જે વખતે સૌ કોઈ નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા અને રાશિદ ખાન પણ પંજાબ સામે ચાલી શક્યા ન હતા. રશીદે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી ગુજરાતની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પરંતુ આ ચોકડી સારી રીતે જાણે છે કે તેઓ ટીમ માટે કેટલા મહત્વપૂર્ણ છે. એટલા માટે આ ચારેય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરવા ઈચ્છશે. હાર્દિક ગુજરાતની બેટિંગનો આધારસ્તંભ રહ્યો છે, તેણે ટીમમાં 309 રન બનાવ્યા છે પરંતુ સતત બે મેચમાં નિષ્ફળ રહેતાં તે મોટી ઇનિંગ્સ રમવા માટે બેતાબ રહેશે. મિલર અને સિક્સ-હિટિંગ માસ્ટર્સ તેવટિયા અને રાશિદ પણ નિષ્ફળતા બાદ પોતાને સાબિત કરવા આતુર હશે.

બોલરો પર રહેશે નજર

મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, અલઝારી જોસેફ અને રાશિદની હાજરીથી ગુજરાત આ વર્ષની IPLમાં સૌથી ખતરનાક આક્રમણ ધરાવે છે. શમીએ પાછલી મેચમાં રન લૂંટવા છતાં નવા બોલ સાથે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે ફર્ગ્યુસનની વધારાની ગતિ પકડવાની ક્ષમતા કોઈપણ બેટિંગ લાઇન-અપ માટે ચિંતાનો વિષય હશે. રશીદ બોલિંગમાં પણ ઘણો કિફાયતી રહ્યો છે પરંતુ તે વિકેટ લેવામાં બહુ સફળ રહ્યો નથી જે ટીમ માટે ચિંતાનો વિષય હશે.

મુંબઈ આબરુ માટે લડાઈ લડશે

બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે અને સતત આઠ હાર બાદ પહેલાથી જ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. જોકે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હરાવીને મેળવેલી જીત નોંધાવી રાહતનો શ્વાસ લીધો હશે. જે ટૂર્નામેન્ટમાં મુંબઈની પ્રથમ જીત હતી. સૂર્યકુમાર યાદવ બેટિંગ વિભાગમાં મુંબઈનો સ્ટાર રહ્યો છે, અન્યથા બેટિંગ યુનિટમાં એકતાનો અભાવ જોવા મળ્યો છે. ટુર્નામેન્ટમાં રોહિત અને ઈશાનનું ખરાબ ફોર્મ ચાલુ છે જ્યારે કિરોન પોલાર્ડ સિઝનમાં તેની ફિનિશરની ભૂમિકા સાથે હજુ સુધી ન્યાય કરી શક્યો નથી.

બોલિંગમાં પણ સમસ્યા

બોલિંગ વિભાગમાં મુંબઈની ટીમ તેના શ્રેષ્ઠ દેખાવની નજીક દેખાતી નથી. જસપ્રિત બુમરાહ ભલે કરકસર ભર્યો રહ્યો હોય પરંતુ તે વિકેટો લઈ શક્યો નથી જે ટીમ માટે વધારે પિડાકારી વાત રહી છે. ડેનિયલ સેમ્સ અને રિલે મેરેડિથે વચ્ચે સારો દેખાવ કર્યો હતો અને મુંબઈ પાસે બુમરાહ સિવાય કોઈ ભરોસાપાત્ર બોલર નથી. પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સ બાકીની મેચોમાં અન્ય ટીમોના સમીકરણો બગાડવાનો પ્રયાસ કરશે.

ટીમો નીચે મુજબ છે.

ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, ગુરકીરત સિંહ, બી સાઈ સુદર્શન, શુભમન ગિલ, રાહુલ તેવટિયા, વિજય શંકર, મેથ્યુ વેડ, રહેમાનુલ્લા ગુરબાઝ, રિદ્ધિમાન સાહા, અલઝારી જોસેફ, દર્શન નલકાંડે, ડોમિનીક ડ્રેક્સ, જયંત યાદવ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, પ્રદીપ સાંગવાન, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન, સાઈ કિશોર, વરુણ એરોન, યશ દયાલ.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, રાહુલ બુદ્ધી, રમણદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, બેસિલ થમ્પી, હૃતિક શોકિન, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન, રિલે મેરિથ , ટાઇમલ મિલ્સ, અરશદ ખાન, ડેનિયલ સેમ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ફેબિયન એલન, કિરોન પોલાર્ડ, સંજય યાદવ, આર્યન જુયલ અને ઇશાન કિશન.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">