AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs RR, IPL 2022: ચેન્નાઈની શરુઆત ધમાકેદાર રહી પરંતુ રાજસ્થાને 150 પર જ રોકી લીધુ, મોઈન અલીના 93 રન

CSK vs RR, IPL 2022: મોઈન અલીએ ઝડપી અડધી સદી વડે ચેન્નાઈને સારી શરુઆત અપાવી હતી. પરંતુ એક બાદ એક વિકટો મીડલ ઓર્ડરે ગુમાવવા લાગતા ધાર્યા સ્કોર પર ટીમ પહોંચી શકી નહોતી.

CSK vs RR, IPL 2022: ચેન્નાઈની શરુઆત ધમાકેદાર રહી પરંતુ રાજસ્થાને 150 પર જ રોકી લીધુ, મોઈન અલીના 93 રન
Moin Ali 7 રન થી શતક ચુક્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 9:24 PM
Share

IPL 2022 ની 68 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Rajasthan Royals vs Chennai Super Kings) વચ્ચે મુંબઈ વચ્ચે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના નિર્ણય મુજબ જ ચેન્નાઈની શરુઆત શાનદાર રહી હતી. પરંતુ બાદમાં ફરી એકવાર ઝડપથી વિકેટ ગુમાવવા લાગતા રનની ગતિ મધ્યની ઓવરોમાં મંદ પડી ગઈ હતી. જે સારી શરુઆતને મોટા સ્કોરમાં પલટી શક્યા નહોતા. મોઈન અલી (Moin Ali) એ સિઝનીની બીજી સૌથી ઝડપી અડધી નોંધાવી દીધી હતી. મોઈનની રમતને પગલે જ ધોની સેનાનુ સ્કોર બોર્ડ શરુઆતમાં ઝડપી દોડવા લાગ્યુ હતુ. 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ 150 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

ઓપનીંગ જોડી પ્રથમ ઓવરમાં જ તુટી ગઈ હતી. ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. સિઝનમાં ચેન્નાઈને માટે આ અંતિમ મેચ હતી અને તેના માટે પણ સિઝનનો આ અંતિમ મોકો હતો. ગાયકવાડ પ્રથમ ઓવરના અંતિમ બોલ પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર થયો હતો. તે 6 બોલનો સામનો કરીને 2 રન નોંધાવીને આઉટ થયો હતો. ડેવેન કોનવે પણ 14 બોલમાં 16 રન નોંધાવીને વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો નોંધાવ્યો હતો. તેણે મોઈન અલીને સાથ પુરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લાંબો સમય ક્રિઝ પર રહી શક્યો નહોતો.

મોઈન અલીની શાનદાર ઈનીંગ, જોકે સદી ચૂક્યો

મોઈન અલીએ જાણે કે શરુઆતમાં રનની આંધી લાવી દીધી હતી. તેણે 19 બોલમાં જ ચોગ્ગા અને છગ્ગા વડે 50 રન ફટકારી દીધા હતા. તે સિઝનમાં બીજી વાર સૌથી ઝડપી 50 રન હતા. મોઈન અલી જોકે સદી થી ચુકી ગયો હતો. તે 93 રનની ઈનીંગ 57 બોલનો સામનો કરીને રમ્યો હતો. તેણે આ દરમિયાન 13 ચોગ્ગા અને 3 છગ્ગા નોંધાવ્યા હતા. ધોનીએ તેને સારો સાથ પુરાવ્યો હતો. ધોનીએ 28 બોલમાં 26 રન નોંધાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">