IPL 2022 Auction: એક બાજુ ઓક્શન ચાલી રહ્યું છે અને પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા મુંબઈની માલિક નીતા અંબાણીના આંખોના કરી રહી છે વખાણ

|

Feb 13, 2022 | 2:05 PM

IPL 2022ના મેગા ઓક્શનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજકોએ ઓક્શન દરમ્યાન માસ્ક ફરજીયાત કર્યું છે.

IPL 2022 Auction: એક બાજુ ઓક્શન ચાલી રહ્યું છે અને પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા મુંબઈની માલિક નીતા અંબાણીના આંખોના કરી રહી છે વખાણ
Preity Zinta and Nita Ambani

Follow us on

પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમની સહ માલિક પ્રીટિ ઝિંટાએ 2022ની આઈપીએલ મેગા ઓક્શન (IPL 2022 Mega Auction)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમના વખાણ કરતી જોવા મળી હતી. પુરા વિશ્વમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. આ કારણે આઈપીએલના મેગા ઓક્શનમાં કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવુ ઘણું જરૂરી હતું. આ સમયે ઓક્શનના સ્થળે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કોરોનાનો પ્રોટોકોલનું પાલન કરતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પહેલા દિવસે કુલ 74 ખેલાડીઓને 10 ટીમોએ ખરીદ્યા હતા. આ વખતે આઈપીએલ 2022માં બે નવી ટીમો ભાગ લઈ રહી છે. લખનઉની લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાતની ગુજરાત ટાઇટન્સની ટીમ ભાગ લઇ રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ વચ્ચે પંજાબ કિંગ્સ ટીમની સહ માલિક પ્રીટિ ઝિંટા આ વખતે આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં ભાગ નથી લઈ રહી. ત્યારે સોશિયલ મીડિયામાં પ્રીટિ ઝિંટા સક્રિય જોવા મળી હતી. તેણે ઓક્શન સ્થળ પર કોરોનાનો પ્રોટોકોલનું પાલન કરવા માટે મુંભઈ ઈન્ડિયન્સ ટીમના ભરપેટ વખાણ કર્યા હતા. તો આ સાથે પ્રીટિ ઝિંટાએ નીતા અંબાણીની આંખોના વખાણ પણ કર્યા હતા.

પ્રીટિ ઝિંટાએ પોતાના ટ્વિટર પર લખ્યું, ‘મુંબઈ ઈન્ડિયન્સ ટીમે કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું તે જોઇને ઘણો આનંદ થયો. એ પણ સ્વિકારવું જોઇએ કે નીતા અંબાણીની આંખો ઘણી સુંદર છે.’ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે સમગ્ર ઓક્શનમાં માસ્કનો ઉપયોગ કર્યો હતો. તો બાકીની ટીમો સમયે-સમયે માસ્ક કાઢીને બોલમાં ભાગ લેતી જોવા મળી હતી.

જાણો, પ્રીટિ ઝિંટાએ ટ્વિટમાં શું લખ્યું…

 

મુંબઈ ટીમે ઇશાન કિશનને પાછો લેવા માટે મોટી રકમ ચુકવી

12 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોતાની જ ટીમ માટે રમનાર ઇશાન કિશનને ફરીથી પોતાની ટીમમાં લેવા માટે મોટી રકમ ખર્ચી નાખી હતી. મુંબઈ ટીમે ઇશાન કિશનને 15.25 કરોડમાં ખરીદ્યો હતો. તો બીજી તરફ ડેવાલ્ડ બ્રેવિસને લેવા માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 3 કરોડનો ખર્ચો કર્યો. હવે જોવાનું એ રહેશે કે આઈપીએલ 2022 ના મેગા ઓક્શનમાં બીજા દિવસે ક્યો ખેલાડી સ્ટાર બને છે અને કઇ ટીમ કેટલો ખર્ચો કરે છે. પંજાબની ટીમે યુવા ખેલાડી શાહરુખ ખાનને ખરીદવા માટે 9 કરોડનો ખર્ચો કર્યો હતો. તમને જણાવી દઇએ કે શાહરુખ ખાનની બેઝ પ્રાઇઝ 40 લાખ હતી.

આ પણ વાંચો : IPL 2022 Auction: વીડિયોઃ અશ્વિન રાજસ્થાનમાં જોડાયા બાદ બટલરે કરી આવી મજાક

આ પણ વાંચો : IPL Auction 2022: શાહરુખ ખાનને રીપ્રેઝન્ટ કરતા આર્યન-સુહાનાની તસ્વીર શેર કરી ‘પ્રાઉડ મોમ’ ગૌરી ખાને આ રીતે દર્શાવ્યો પ્યાર

Next Article