IPL 2022 Auction: પ્રથમ દિવસની હરાજી બાદ ટીમોની કેવી છે સ્થિતી, જાણો કઇ ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો
IPL 2022 Auction: IPL 2022 મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 97 ખેલાડીઓની બોલી લાગી હતી. જાણો કયો ખેલાડી કઈ ટીમનો ભાગ બન્યો.
આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) નો શનિવારે પ્રથમ દિવસ હતો. પ્રથમ દિવસે કુલ 97 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી, જેમાં 23 ખેલાડીઓને ખરીદદારો મળ્યા ન હતા જ્યારે 74 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. હંમેશની જેમ આ વખતે પણ હરાજીમાં કેટલીક આશ્વર્યજનક બાબતો જોવા મળી હતી. તમામ ટીમોએ પોતાની વ્યૂહરચના અનુસાર ખેલાડીઓની ખરીદી કરી હતી. દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) સૌથી વધુ ખેલાડીઓ ખરીદ્યા હતા, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) સૌથી ઓછા ખેલાડીઓ ખરીદ્યા હતા, બાકીની ટીમોએ પણ તેમના આયોજન મુજબ બોલી લગાવી હતી, જેમાં કેટલીક વખત ટીમો સફળ રહી હતી તો કેટલીકવાર નિરાશ થઈ હતી. પ્રથમ દિવસ પછી રિટેન કરેલા ખેલાડીઓ સાથે ટીમોની શું સ્થિતિ છે?
ચેન્નાઈ સુપર કિંગ્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 10, વિદેશી ખેલાડીઓઃ 2, બજેટ બેલેન્સઃ 20.45 કરોડ,
ખેલાડીઃ ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, કેએમ આસિફ, તુષાર દેશપાંડે
દિલ્હી કેપિટલ્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 13, વિદેશી ખેલાડીઓ: 4, બજેટ બેલેન્સ: 16.50 કરોડ,
ખેલાડીઃ ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, ઋષભ પંત, સરફરાઝ ખાન, કેએસ ભરત, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, કમલેશ નાગર્કો, મુસ્તાફિઝુર રહેમાન, અશ્વિન હેબ્બર
ગુજરાત ટાઇટન્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 10, વિદેશી ખેલાડીઓઃ 4, બજેટ બેલેન્સઃ 18.85 કરોડ,
ખેલાડીઃ શુભમન ગિલ, જેસન રોય, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, આર સાઈ કિશોર, નૂર અહેમદ
કોલકાતા નાઈટ રાઈડર્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 9, વિદેશી ખેલાડીઓઃ 03, બજેટ બેલેન્સઃ 12.65 કરોડ,
ખેલાડીઃ વેંકટેશ ઐયર, નીતીશ રાણા, શ્રેયસ ઐયર, શેલ્ડન જેક્સન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
લખનૌ સુપર જાયન્ટ્સ
ખરીદેલા ખેલાડીઓઃ 11, વિદેશી ખેલાડીઓઃ 04, બજેટ બેલેન્સઃ 6.90 કરોડ
ખેલાડીઃ કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, માર્ક વુડ, અંકિત રાજપૂત
મુંબઈ ઈન્ડિયન્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 8, વિદેશી ખેલાડીઓ: 02, બજેટ બેલેન્સ: 27.85 કરોડ
ખેલાડીઃ રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, જસપ્રિત બુમરાહ, એમ અશ્વિન, બેસિલ થમ્પી
પંજાબ કિંગ્સ
ખેલાડીઓ ખરીદ્યાઃ 11, વિદેશી ખેલાડીઓ: 02, બજેટ બેલેન્સ: 28.65 કરોડ
ખેલાડીઃ શિખર ધવન, મયંક અગ્રવાલ, જોની બેયરિસ્ટો, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, ઇશાન પોરેલ
રાજસ્થાન રોયલ્સ
ખેલાડી ખરીદ્યાઃ 11, વિદેશી ખેલાડીઓઃ 03, બજેટ બેલેન્સઃ 12.15 કરોડ
ખેલાડીઃ દેવદત્ત પડિક્કલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, જોસ બટલર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ખેલાડીઓ ખરીદ્યાઃ 11, વિદેશી ખેલાડીઓઃ 04, બજેટ બેલેન્સઃ 9.25 કરોડ
ખેલાડીઃ ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, આકાશ દિપ
સનરાઈઝર્સ હૈદરાબાદ
ખેલાડી ખરીદ્યાઃ 13, વિદેશી ખેલાડીઓઃ 02, બજેટ બેલેન્સઃ 20.15 કરોડ
ખેલાડીઃ અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન, નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જે સુચિત, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ઉમરાન મલિક.