IPL 2021: વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોરોના વેક્સિનેશન વધારવા માટે કરશે આ કામ

|

Sep 18, 2021 | 6:36 PM

RCB ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે, આ પગલું મોટો સંદેશ આપશે અને તે ફ્રેન્ચાઇઝી માટે માઇલસ્ટોન પણ સાબિત થશે. RCB આગામી 20 સપ્ટેમ્બરે ફેઝ-2 માં પોતાની પ્રથમ મેચ રમશે.

IPL 2021: વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોરોના વેક્સિનેશન વધારવા માટે કરશે આ કામ
Virat Kohli with RCB Team

Follow us on

UAE માં 19 મી સપ્ટેમ્બરથી T20 ક્રિકેટ ફરી એકવાર ઉજવવામાં આવી રહી છે, ત્યારબાદ તે 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ ઇવેન્ટનો પ્રથમ રાઉન્ડ IPL 2021 છે. વિશ્વની સૌથી પ્રખ્યાત T20 લીગની આ સીઝન કોરોના વાયરસ (Corona Vaccination) ને કારણે પ્રભાવિત થઈ હતી અને હવે બાકીનો ભાગ રવિવારથી આયોજિત થવા જઈ રહી છે. કોરોનાના ખતરાને કારણે ફરી એકવાર સમગ્ર ટુર્નામેન્ટ સુરક્ષીત બાયો-બબલમાં રમાઈ રહી છે.

આવી સ્થિતિમાં, આ વાયરસ સામેની ઝુંબેશ હજુ ચાલુ છે, જે હવે વધુ ને વધુ રસીકરણ (Corona vaccination) તરફ આગળ વધી છે અને વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આમાં યોગદાન આપવા જઇ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

RCB, 20 સપ્ટેમ્બરે UAE માં પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. તે તેમની પ્રખ્યાત રેડ & બ્લેક જર્સીને બદલે આછી વાદળી જર્સીમાં જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન દેશની સેવામાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓ અને મોરચે ઉભેલી અન્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓના માનમાં આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં આ જર્સી જોવા મળશે. જોકે આ ફક્ત એક જ મેચમાં આમ કરવામાં આવી રહ્યુ છે. અને તેના બાદ તમામ ખેલાડીઓની જર્સીને હરાજી કરવામાં આવશે.

રસીકરણમાં મદદ માટે જર્સીની હરાજી કરવામાં આવશે

ફ્રેન્ચાઇઝીના ચેરમેન પ્રથમેશ મિશ્રા અને કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે 18 સપ્ટેમ્બરના રોજ ટીમની આ ખાસ બ્લુ જર્સી લોન્ચ કરી હતી. આ દરમિયાન, ટીમના કેપ્ટન, કોહલીએ કહ્યું કે હરાજીમાંથી આવતા ભંડોળનો ઉપયોગ દેશમાં રસીકરણને વધુ ઝડપ આપવા માટે કરવામાં આવશે. તે એક અલગ પ્રકારનું વાદળી છે જે હું પહેરવાનો છું. આ એક સંદેશ આપશે અને આરસીબી માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે મેચ બાદ તેની હરાજી કરવામાં આવશે.

એપ્રિલમાં જાહેરાત કરી હતી

RCB એ એપ્રિલમાં શરૂ થયેલી આ સિઝનના પહેલા ભાગમાં આ જર્સી પહેરવાની જાહેરાત કરી હતી. તે સમયે દેશમાં વાયરસની બીજી લહેર ફાટી નીકળી હતી, જેની આખરે IPL પર પણ અસર પડી હતી અને 4 મેના રોજ આ સીઝનને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. આ કારણે ફ્રેન્ચાઇઝી વાદળી જર્સી પહેરવાનું પોતાનું વચન પૂરું કરી શકી નથી. હવે મોસમ ફરી આગળ વધી રહી છે અને આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી પણ પોતાનું વચન પૂર્ણ કરશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી માટે UAE નો પ્રવાસ કાંટાળો બની શકે છે, ફાઇનલ ચૂકતા જ કેપ્ટનશિપ ચૂકી જવાનો ડર!

આ પણ વાંચોઃ Team India: જે કોચની કાર્યપદ્ધતી સામે વાંધો હતો, એની સાથે જ હવે વિરાટ કોહલીએ ટીમનો ‘હિસ્સો’ રહેવુ પડશે!

Published On - 6:31 pm, Sat, 18 September 21

Next Article