IPL 2021: ઘરડાં ક્રિકેટરોની ગણાતી ટીમમાં એક નવ જુવાન એવો છે કે, જે ઓલરાઉન્ડનો અલગ અંદાજ ધરાવે છે

ચેન્નાઇ સુપર કિંગ્સને આમ તો ઘરડાં યોદ્ધાઓની ટીમ કહેવામાં આવે છે. આવી ગણના કરવાનુ કારણ પણ મોટાભાગના ખેલાડીઓ 35 કે તેથી વધુ વયની ઉંમરના હોવાને લઇને માનવામાં આવે છે.

IPL 2021: ઘરડાં ક્રિકેટરોની ગણાતી ટીમમાં એક નવ જુવાન એવો છે કે, જે ઓલરાઉન્ડનો અલગ અંદાજ ધરાવે છે
Sam Curran
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 7:35 AM

ચેન્નાઇ સુપર કિંગ્સને આમ તો ઘરડાં યોદ્ધાઓની ટીમ કહેવામાં આવે છે. આવી ગણના કરવાનુ કારણ પણ મોટાભાગના ખેલાડીઓ 35 કે તેથી વધુ વયની ઉંમરના હોવાને લઇને માનવામાં આવે છે. જોકે આ ટીમમાં એક એવો પણ જુવાન ખેલાડી છે કે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના હિસાબ મુજબ તો બાળક છે પરંતુ ટેલેન્ટના મુજબ તે મોટુ નામ ધરાવે છે. આ પ્લેયર છે ઇંગ્લેંડનો સેમ કરન (Sam Curran). તે IPL 2020 દરમ્યાન ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાયો હતો. તે સિઝન 2020 માં જ ટીમ ને ખૂબ કામ આવ્યો હતો. આ કારણ થી હવે ટીમની જ નહી પણ સૌની નજર સેમ કરન પર આગામી સિઝન IPL 2021 માં લાગી ચુકી છે. આ ખેલાડી બોલ અને બેટ બંને રીતે ટીમ માટે કારગર છે. સાથે જ તે કોઇ પણ નંબર પર ઉતરીને મેચને પલટવાનુ કામ કરી શકે છે.

સેમ કરને આઇપીએલ માં શરુઆત પંજાબ કિંગ્સ (Punjab Kings) સાથે કરી હતી. આઇપીએલ 2019ના ઓકશન દરમ્યાન તેને 7.20 કરોડના ખર્ચે પંજાબે ખરીદ કર્યો હતો. બાદમાં આઇસીસી એ તેને આઠ એવા પ્લેયરમાં સામેલ કર્યો હતો કે જે આઇપીએલમાં ધૂમ મચાવી શકે છે. સેમ કરન તે ભરોસામાં પણ પાર ઉતર્યો હતો. તેણે પોતાની બીજી જ મેચમાં પંજાબ માટે ઓપનીંગ બેટીંગ કરીને ઝડપી 20 રન ફટકારી દીધા હતા અને સાથે જ એક હેટ્રીક પણ મેળવી હતી. આ રમતના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) સામે ની મેચમાં તેણે 23 બોલમાં જ 50 રન ફટકાર્યા હતા. જોકે આમ છતાં પંજાબે તેની પર ભરોસો દાખવ્યો નહોતો અને તેને 2019 ની સિઝન બાદ રિલીઝ કરી દીધો હતો. આ ઇંગ્લીશ ખેલાડીએ તેની પ્રથમ સિઝનમાં જ નવ મેચ રમીને 95 રન બનાવી 10 વિકેટ ઝડપી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે બોલ અને બેટ થી છવાયો હતો કરન સેમ કરન આઇપીએલ 2020 ના ઓકશન દરમ્યાન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપ ધરાવી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ એ તેને ખરીદ કર્યો હતો. સીએસકે એ તેને 5.5 કરોડમાં ખરીદ કર્યો હતો. આણ તો જોકે ચેન્નાઇની ટીમના માટે 2020 ની સિઝન ખરાબ સાબિત થઇ હતી, જોકે તેમાં કરન ટીમ માટે આશા જગાવી ચુક્યો હતો.. તેણે ટીમ માટે 14 મેચ રમી હતી. તેમાં તેણે 186 રન બનાવ્યા હતા. જેમાં એક અર્ધ શતક પણ બનાવ્યુ હતુ. સાથે જ કરણે 13 વિકેટ પણ ઝડપી હતી. તે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. 19 રન આપીને 3 વિકેટ ઝડપવાનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. તેણે પોતાના ઓલરાઉન્ડ દેખાવને લઇને ખૂબ તારીફ મેળવી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ પણ કહ્યુ હતુ કે, આ સિઝનમાં સેમ કરન તેમની ટીમ માટે સૌથી સારી વાત રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">