IPL 2021: RCB ની ટીમમાં મેક્સવેલ અને ડિવિલીયર્સનુ સ્થાન લેશે આ તોફાની બેટ્સમેન, કોચ બોલ્યા ‘ગજબ’ રમે છે

|

Aug 22, 2021 | 7:53 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમ IPL-14 ના પહેલા હાફમાં સારા ફોર્મમાં દેખાઈ રહી હતી અને તેનો મોટાભાગનો શ્રેય ટીમની બેટિંગને જાય છે.

IPL 2021: RCB ની ટીમમાં મેક્સવેલ અને ડિવિલીયર્સનુ સ્થાન લેશે આ તોફાની બેટ્સમેન, કોચ બોલ્યા ગજબ રમે છે
Royal Challengers Bangalore Team

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અત્યાર સુધીમાં આઇપીએલનુ ટાઇટલ જીત્યુ નથી. IPL-14 ની સિઝન તેના માટે સારી જઇ રહી હતી. આ દરમ્યાન જ કોરોના સંક્રમણ IPL બાયોબબલમાં ફેલાવવાને લઇને અધવચ્ચે જ સ્થગીત કરી દેવામાં આવી હતી. RCB ની ટીમની તાકાત તેની મજબૂત બેટીંગ રહી છે.

આ પહેલા પણ આરસીબીની તાકાત બેટિંગ કરી રહી હતી, પરંતુ ટોપ ઓર્ડરના બેટ્સમેનો સિવાય ટીમ પાસે મધ્યમ ક્રમના સારા બેટ્સમેન નહોતા. જોકે આ સિઝનમાં તેની ક્ષતી પૂરી થઈ હતી. એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલે મિડલ ઓર્ડરને મજબૂત બનાવ્યું, જેનો આ સિઝનમાં પણ ફાયદો થયો. ટીમે સાતમાંથી પાંચ મેચ જીતી લીધી હતી.

હવે આ ટીમે તેના મિડલ ઓર્ડરને મજબૂત બનાવ્યો છે. RCB એ તાજેતરમાં તેની ટીમમાં ત્રણ નવા ખેલાડીઓને સામેલ કર્યા છે, જેમાંથી એક ટિમ ડેવિડ (Tim David) છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીને શનિવારે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમના નવા કોચ માઇક હેસને (Mike Hesson) કહ્યું છે કે, તે જરૂર પડ્યે મિડલ ઓર્ડરમાં ડેવિડ મેક્સવેલ અને ડી વિલિયર્સનો સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મધ્યમક્રમને મજબૂત કરવાની કોશિષ

હેસને કહ્યું, ફિન એલન ટીમ થી જઇ રહ્યો છે, તેથી અમે ટીમના મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. એક વિકલ્પ તરીકે, ટીમ ડેવિડને અમારી ટીમમાં સામેલ કરવામાં આવ્યો. તે હાલમાં ધ હન્ડ્રેડ માં સાઉથર્ન બ્રેવનો ભાગ છે. અને સરે માટે સારું કરી રહ્યો છે. તે હોબાર્ટ હરિકેન્સનો મહત્વનો ખેલાડી પણ સાબિત થયો છે. જરૂર પડે તો તે મેક્સવેલ અને ડી વિલિયર્સની જગ્યાએ રમી શકે છે.

એક સ્થાન છે ખાલી

ઘણા ખેલાડીઓએ લીગના બીજા તબક્કામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. તેથી આ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હેસને કહ્યું છે કે ટીમમાં હજુ એક જગ્યા ખાલી છે. તેમણે કહ્યું, અમારી પાસે હજુ પણ એક ખાલી જગ્યા છે. જે અમે આગામી દિવસોમાં ભરીશું. અહીંથી ખૂબ જ વ્યસ્ત સમય છે, જ્યારે આપણે અમારી ટીમને સાથે રાખવી પડશે. પરંતુ અમારી પાસે જે ટીમ છે તેનાથી હું ખુશ છું. વાનિન્દુ, ચામીરા અને ડેવિડ જેવા ટોચના સ્તરના ખેલાડીઓ છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પાસે લીડ્સ ટેસ્ટમાં કપિલ દેવના આ રેકોર્ડને તોડવાનો છે મોકો

આ પણ વાંચોઃ Raksha Bandhan: પંજાબ કિંગ્સથી લઇ મુંબઇ ઇન્ડીયન્સની ટીમો, સચિન તેંડુલકર સહિત બધાએ અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ

Next Article