Raksha Bandhan: પંજાબ કિંગ્સથી લઇ મુંબઇ ઇન્ડીયન્સની ટીમો, સચિન તેંડુલકર સહિત બધાએ અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ

રક્ષાબંધનના પર્વને લઇને સચિન તેંડુલકરે પોતાની બહેનને યાદ કરી ને ટ્વીટ કર્યુ હતું. જ્યારે IPL ટીમો એ પણ દેશને શુભેચ્છાઓ પાઠવી હતી.

Raksha Bandhan: પંજાબ કિંગ્સથી લઇ મુંબઇ ઇન્ડીયન્સની ટીમો, સચિન તેંડુલકર સહિત બધાએ અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છાઓ
Punjab Kings players celebrating the festival of Rakshabandhan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 5:33 PM

ભાઈ-બહેનના તહેવાર રક્ષાબંધન (Raksha Bandhan) માં આખો દેશ તહેવારની ઉજવણી કરી રહ્યો છે. ફિલ્મી સિતારાઓથી લઈને ક્રિકેટ ખેલાડીઓ પણ આ તહેવારનો આનંદ માણી રહ્યા છે. આ તમામ તેમની બહેનોની રક્ષા માટે પ્રતિજ્ઞા લે છે. સોશિયલ મીડિયા પર પણ દરેક લોકો આ તહેવારની શુભેચ્છા પાઠવી રહ્યા છે. IPL ની ફ્રેન્ચાઈઝીઓ અને દેશના ક્રિકેટરો પણ આ તહેરવારે લઇ પાછળ નથી. તેઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર દેશને રક્ષાબંધન તહેવારની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ફ્રેન્ચાઇઝીઓ સિવાય મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar), અજિંક્ય રહાણે (Ajinkya Rahane) સહિત તમામ ક્રિકેટરો તહેવારની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કેએલ રાહુલના નેતૃત્વવાળી આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સે એક ફોટો ટ્વીટ કર્યો છે, જેમાં કેપ્ટન રાહુલ, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, દર્શન નાલકંડે, ઈશાન પોરેલ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે ફ્રેન્ચાઇઝીએ લખ્યું છે કે, “માત્ર પ્રેમ જ નહીં પણ એક એવો ધાગો પણ છે, જે આપણા જીવન અને હૃદયને જોડી રાખે છે.

મુંબઇ ઇન્ડિયન્સે  કર્યુ ટ્વીટ

વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડીયન્સે પણ એક વિડીયો ટ્વીટ કર્યો હતો. જેમાં તેમના સ્ટાર ખેલાડી વિડીયો કોલ માધ્યમથી પોતાની બહેનો સાથે જોડાતા જોઇ શકાય છે. ટીમના ખેલાડીઓ હાલમાં અબુધાબીમાં છે. જેમાં અર્જૂન તેંડુલકર, અનમોપ્રિત સિંહ, યુદવીર સિંહ, આદિત્ય તારે સામેલ છે. આ વિડીયોમાં આ તમામ જોવા મળી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સ દ્વારા અનોખુ ટ્વીટ

દિલ્હી કેપિટલ્સે આ તહેવારને લઇ અલગ રીતે શુભેચ્છા પાઠવી છે. તેણે ગીફ્ટ રિવ્યુ સિસ્ટમ દ્વારા સમગ્ર દેશને તેમની શુભેચ્છા પાઠવી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શુભેચ્છાઓ

વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના ચાહકોને સરળ રીતે અભિનંદન પાઠવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ અંગ્રેજી અને કન્નડ ભાષાઓમાં ટ્વિટ કરીને આ તહેવારની શુભેચ્છા પાઠવી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો અલગ અંદાજ

સનરાઇઝર્સ હૈદરાબાદે આ તહેવારને અલગ રીતે અભિનંદન આપ્યા છે. ફ્રેન્ચાઇઝીએ એક ગ્રાફિક્સ પોસ્ટ કર્યો છે જેમાં બહેન બેટ પકડીને ઉભી છે અને ભાઈ તેની બહેન પર બોલ ફેંકી રહ્યો છે. આ સાથે ફ્રેન્ચાઇઝીએ લખ્યું, અમને ખબર પણ નહોતી કે અમે યાદોને સાચવી રહ્યા છીએ. અમે એટલું જ જાણતા હતા કે, અમે અમારી મનપસંદ રમત રમવાની મજા માણી રહ્યા છીએ.

સચિન તેંડુલકર તેની બહેનને યાદ કરે છે

સચિને આ પ્રસંગે પોતાની બહેનને યાદ કરતા ટ્વિટ કર્યું હતુ. તેમણે લખ્યું, તાઈ (મરાઠીમાં બહેન માટે ઉપયોગમાં લેવાતો શબ્દ) મારા મજબૂત આધારસ્તંભ બનવા બદલ આભાર. હું નસીબદાર છું કે તમારા જેવી બહેન છે.

રહાણેએ ટ્વિટ કર્યું

રહાણેએ આ પ્રસંગે સમગ્ર દેશને અભિનંદન પણ આપ્યા હતા. તેણે લખ્યું, દરેકને રક્ષાબંધનની શુભકામનાઓ. આ દિવસનો આનંદ માણો અને પ્રેમ વહેંચો.

આ પણ વાંચોઃ BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા

 આ પણ વાંચોઃ History of England : ઇંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં 22 ઓગસ્ટની તારીખ ખરાબ છે ! જો તમને વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">