IPL 2021, Purple Cap: રાશિદ ખાન દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ પર્પલ કેપની રેસમાં થયો સામેલ, હર્ષલ પટેલ હજુ પણ ટોપ પર યથાવત

|

Sep 23, 2021 | 9:12 AM

IPL 2021 માં પર્પલ કેપ (Purple Cap) તે ખેલાડીને આપવામાં આવે છે જે સિઝનના અંતે સૌથી વધુ વિકેટ લે છે. ગયા વર્ષે આ કેપ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કાગીસો રબાડાના નામે હતી.

IPL 2021, Purple Cap: રાશિદ ખાન દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ પર્પલ કેપની રેસમાં થયો સામેલ, હર્ષલ પટેલ હજુ પણ ટોપ પર યથાવત
Rashid Khan-Manish Pandey

Follow us on

હાલમાં કોરોનાને કારણે IPL 2021 બે અલગ અલગ તબક્કામાં આયોજિત કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે 29 મેચો બાદ પણ પ્રથમ તબક્કો મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ પછી બીજો તબક્કો રવિવારથી શરૂ થયો હતો. દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેમની આશાઓને વધુ મજબૂત કરી. પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં આ મેચના અંતે રાશિદ ખાન (Rashid Khan) નુ નામ ટોપ-5માં જોડાયુ છે.

લીગની ત્રણ મેચ જ યોજાઈ શકી હતી અને બુધવારે ફરી એકવાર કોરોનાનુ સંકટ આ લીગ પર મંડરાવા લાગ્યુ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પહેલા SRH ફાસ્ટ બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ વખતે મેચ મુલતવી રાખવામાં આવી ન હતી.

લીગની સાથે સાથે પર્પલ કેપ ની રેસ પણ ચાલી રહી છે. પર્પલ કેપ બોલરને આપવામાં આવે છે જેણે સિઝનના અંતે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ દરમ્યાન સમગ્ર લીગ દરમિયાન દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીના માથા પર હોય છે. જે તે સમયે આ યાદીમાં ટોચ પર હોય છે. ગયા વર્ષની સિઝનના અંતે દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડાએ આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

DC vs SRH વચ્ચેની મેચ બાદ આ સ્થિતી છે

લીગના પહેલા તબક્કાથી અત્યાર સુધી પર્પલ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના હર્ષલ પટેલે કબજે કરી છે. તેણે લીગમાં પોતાની ક્ષમતા બતાવી છે. બુધવાર બાદ પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ આ યાદીમાં ટોચના પાંચમાં સામેલ થયો હતો. પર્પલ કેપની વાત કરીએ તો તે હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલના માથા પર સજેલી છે. તેના ખાતામાં આઠ મેચમાં 17 વિકેટ છે. બીજા તબક્કાની પ્રથમ મેચમાં તે KKR સામે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ ટોપ -5 માં ફેરફાર થયો છે. હૈદરાબાદનો રાશિદ ખાન પાંચમા સ્થાને આવ્યો છે.

આ છે પર્પલ કેપના ટોચના 5 બોલર

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 8 મેચ, 17 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 9 મેચ, 14 વિકેટ
3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ, 14 વિકેટ
4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 7 મેચ, 12 વિકેટ
5. રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) – 8 મેચ, 11 વિકેટ

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો

આ પણ વાંચોઃ  IPL 2021: એનરિક નોર્ત્જેએ એટલી ઝડપે બોલ નાંખ્યા કે SRH ના બેટ્સમેનોને બોલ જોવો મુશ્કેલ બન્યો, સિઝનનો સૌથી ઝડપી બોલ નાંખ્યો

Next Article