IPL 2021: પંજાબ કિંગ્સનો દિપક હુડ્ડા પર એન્ટી કરપ્શન યુનિટ ચલાવશે તપાસ, નિયમ તોડવાને લઇને આવ્યો શંકાના વર્તુળમાં!

|

Sep 22, 2021 | 6:26 PM

દીપક હુડા (Deepak Hooda) 21 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમ્યો હતો. તેના માટે આ મેચ ભૂલી જવા જેવી હતી. તે બોલિંગ દરમિયાન ખૂબ જ મોંઘો હતો. પછી તે બેટિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

IPL 2021: પંજાબ કિંગ્સનો દિપક હુડ્ડા પર એન્ટી કરપ્શન યુનિટ ચલાવશે તપાસ, નિયમ તોડવાને લઇને આવ્યો શંકાના વર્તુળમાં!
Deepak Hooda

Follow us on

IPL 2021 માં રમી રહેલા પંજાબ કિંગ્સ (Punjab Kings) ના ઓલરાઉન્ડર દીપક હુડ્ડા (Deepak Hooda) વિવાદોમાં ફસાયો છે. 21 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તે BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી એકમની તપાસ હેઠળ આવ્યો હતો. BCCI ના એન્ટી કરપ્શન યુનિટ (BCCI ACU) ની ટીમે પુષ્ટિ કરી છે કે, દીપક હુડાની પોસ્ટની તપાસ કરવામાં આવશે. આ હેઠળ, તે જોવામાં આવશે કે તે ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન તો કર્યુ નથી.

દીપક હુડ્ડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના કારણે આ વિવાદ વેગ પકડવાની સંભાવના છે. આમાં તે
પંજાબ કિંગ્સનું હેલ્મેટ પહેરેલો જોવા મળે છે. કેપ્શનમાં તેણે લખ્યું, અમે આવી રહ્યા છીએ પંજાબ કિંગ્સ. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ. IPL 2021. સાડા પંજાબ. ‘આ પોસ્ટ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગે કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મીડિયા રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટીમનું નામ લખવામાં આવ્યું નથી. પરંતુ તેઓ જોશે કે તે BCCI ભ્રષ્ટાચાર વિરોધી એકમના નિયમોનું ઉલ્લંઘન કર્યુ તો નથી. અધિકારીએ જણાવ્યું કે, ACU પોસ્ટની તપાસ કરશે. અમારા નિયમો અનુસાર, ટીમની રચનાની કોઈ વાત ના હોવી જોઈએ. બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમના નિયમો અનુસાર, ખેલાડીઓએ મેચના દિવસે ટીમની પ્લેઈંગ ઈલેવન સંબંધિત કોઈ માહિતી આપવી જોઈએ નહીં.

ખેલાડીઓને સોશિયલ મીડિયા સંબંધિત માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. શું કરવું અને શું ન કરવું તે સ્પષ્ટ લખેલું છે. ગયા વર્ષે જ્યારે UAE માં IPL નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ACU ના તત્કાલીન વડા અજીત સિંહે કહ્યું હતું કે ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નજર રાખવામાં આવે છે.

 

હુડા માટે રાજસ્થાનની મેચ ખરાબ રહી

દીપક હુડા 21 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન સામેની મેચમાં રમ્યો હતો. તેના માટે આ મેચ ભૂલી જવા જેવી રહી હતી. તે બોલિંગ દરમ્યાન ખૂબ જ મોંઘો હતો. તેના બોલમાં રન ગુમાવ્યા હતા. દીપક હુડ્ડાએ બે ઓવરમાં 37 રન આપ્યા હતા. આ દરમ્યાન બેટિંગ તે બે બોલનો સામનો કરીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો અને ટીમ કિનારે પહોંચીને મેચ બે રને હારી ગઈ હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021: ટીમને ટાઇટલ જીતાડ્યુ અને ટીમ માટે સૌથી વધુ રન નોંધાવ્યા છતાં SRH નો આ દિગ્ગજ અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવવા તરસે છે

આ પણ વાંચોઃ IPL 2021 માં ખરાબ સમાચાર! DC vs SRH મેચના 4 કલાક પહેલા ટી નટરાજન કોરોના પોઝિટિવ

 

 

Next Article