IPL 2021 માં ખરાબ સમાચાર! DC vs SRH મેચના 4 કલાક પહેલા ટી નટરાજન કોરોના પોઝિટિવ

કોરોના કેસ સામે આવ્યા બાદ IPL 2021 નો પ્રથમ તબક્કો પણ રદ કરવો પડ્યો હતો. હવે ફરી એ જ સમસ્યા જોવા મળી રહી છે.

IPL 2021 માં ખરાબ સમાચાર! DC vs SRH મેચના 4 કલાક પહેલા ટી નટરાજન કોરોના પોઝિટિવ
T Natarajan

IPL 2021 ના ​​બીજા તબક્કામાં કોરોનાનો કેસ પણ સામે આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના બોલર ટી નટરાજન (T Natarajan) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, BCCI એ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi vs Hyderabad) વચ્ચેની મેચ નિયત શિડ્યૂલ મુજબ રમાશે. IPL 2021 માં આ બીજી વખત છે કે જ્યારે કોરોના કેસ સામે આવ્યો છે. જ્યારે આ ટુર્નામેન્ટ ભારતમાં એપ્રિલ-મેમાં થઈ હતી, ત્યારે પણ આ ટુર્નામેન્ટમાં કોરોનાના કેસ નોંધાયા હતા.

પ્રથમ તબક્કા દરમ્યાન કોરોના સંક્રમણને લઇ 29 મેચ બાદ જ IPL ને સ્થગિત પડી હતી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદમાં કોરોનાના કેસ મળી આવ્યા. તેને જોતા IPL 2021 ની બાકીની 31 મેચોનું આયોજન UAE માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. IPL નું આયોજન બાયો બબલમાં કરવામાં આવી રહ્યું છે, અને ખેલાડીઓએ કડક સુરક્ષા કવચ હેઠળ રહેવું પડે છે. પરંતુ હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે.

સંપર્કમાં આવેલા 6 જણાને અલગ કરી દેવાયા

IPL દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નટરાજન RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. નટરાજને પોતાને બાકીના ખેલાડીઓથી અલગ કરી દીધી છે. તેને કોઈ લક્ષણો પણ નથી. મેડિકલ ટીમે નટરાજનના નજીકના સંપર્કમાં આવેલા છ લોકોની ઓળખ કરી છે. જેમાં વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર જે, ડો.અંજના વન્નાન, લોજિસ્ટિક્સ મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરીયાસામી ગણેશનનો સમાવેશ થાય છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના અન્ય ખેલાડીઓ અને ટીમ સાથે જોડાયેલા લોકોનું સવારે પાંચ વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેના કારણે દુબઈમાં સાંજે યોજાનારી મેચ તેના નિર્ધારિત સમયે યોજાશે.

 

 

નટરાજન ઘૂંટણની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યો છે

ટી નટરાજન તાજેતરમાં ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યો છે. સર્જરીના કારણે તે લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર હતો. આ કારણે, તે IPL 2021 ના ​​પહેલા ભાગમાં પણ રમી શક્યો ન હતો. તેણે IPL 2020 માં હૈદરાબાદ માટે સારી રમત દર્શાવી હતી. આ પછી તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયો હતો. અહીં તેણે ભારત માટે T20, વનડે અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા.

આ પણ વાંચોઃ Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: રાજસ્થાનની પાંચ વિકેટ ખેરવનારો અર્શદિપ સિંહ પર્પલ કેપની રેસમા સામેલ થયો, પ્રદર્શને કરાવ્યો જબરદસ્ત ફાયદો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati