IPL 2021: પંજાબ કિંગ્સની આ જોડીની શતકીય ભાગીદારી અપશુકનિયાળ સાબિત થઇ રહી છે, શતક થતા ટીમની ચિંતા વધી જાય છે

|

Sep 22, 2021 | 5:02 PM

IPL ના ઈતિહાસમાં રાહુલ અને મયંકની જોડી અનોખી છે. કારણ કે શતકીય ભાગીદારી હોવા છતાં અન્ય કોઈ જોડીએ એક થી વધારે વખત હારનો આંકડો નોંધાવ્યો નથી.

IPL 2021: પંજાબ કિંગ્સની આ જોડીની શતકીય ભાગીદારી અપશુકનિયાળ સાબિત થઇ રહી છે, શતક થતા ટીમની ચિંતા વધી   જાય છે
KL Rahul-Mayank Agarwal

Follow us on

ઇન્ડીયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ના બીજા તબક્કામાં જીત પંજાબ કિંગ્સ (Punjab Kings) ને મોં એ આવીને છીનવાઇ ગઇ હતી. છેલ્લે બાજી એવી પટલાઇ ગઇ અને રાજસ્થાન રોયલ્સે વિજયનો ધ્વજ લહેરાવી દીધો. પંજાબ કિંગ્સના ખાતામાં જીત લગભગ નિશ્વિત હતી. પરંતુ લોકો કહે છે ને કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા હોય છે.

પંજાબ કિંગ્સને છેલ્લે જીતવા માટે ચાર રનની જરૂર હતી, પરંતુ કાર્તિક ત્યાગી (kartik Tyagi) એ પંજાબની જીતને છીનવી લીધી હતી. આ હાર બાદ ફરી એકવાર સાબિત થયું કે કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની જોડી પંજાબ કિંગ્સ માટે યોગ્ય નથી. એવી ઘણી મેચો છે, જેમાં બંનેએ રન બનાવ્યા છે, પરંતુ માત્ર હાર જ તેમને નસીબ થઇ રહી છે.

રાજસ્થાન રોયલ્સ સામેની હારથી શરૂઆત કરીએ. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ટીમને શાનદાર શરૂઆત કરાવી. પ્રથમ વિકેટ માટે બંને વચ્ચે 120 રનની જબરદસ્ત ભાગીદારી થઇ હતી, પરંતુ બંનેના ધમાકેદાર પ્રદર્શન છતાં પંજાબ કિંગ્સ દ્વારા તેને હરાવી દેવામાં આવી હતી. કેએલ રાહુલ-મયંક અગ્રવાલની ચારમાંથી ત્રણ સદીની ભાગીદારી ટીમ માટે હાર લઇ ને આવી હતી.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

માત્ર એક જ વાર જીત

માત્ર એક મેચમાં તેમની સદીની ભાગીદારીએ વિજય અપાવ્યો છે. આ વિજય IPL 2019 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. તે મેચમાં પંજાબની ટીમ 150 રનનો પીછો કરવા ઉતરી હતી અને કેએલ રાહુલની અણનમ 71 અને મયંક અગ્રવાલની 55 રને ટીમે એક બોલથી જીત મેળવી હતી. આ મેચમાં મયંક અને રાહુલ વચ્ચે 114 રનની ભાગીદારી થઇ હતી. આ મેચ પંજાબના મોહાલીમાં રમાઈ હતી. IPL 2020 માં કેએલ રાહુલ અને ક્રિસ ગેઇલ વચ્ચે રાજસ્થાન રોયલ્સ સામે 120 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આ મેચ પણ પંજાબ કિંગ્સ હારી ગઈ હતી.

IPL ની અનોખી જોડી

આઈપીએલના ઈતિહાસમાં રાહુલ અને મયંકની જોડી અનોખી છે. કારણ કે સદીની ભાગીદારી હોવા છતાં અન્ય કોઈ જોડીએ એક કરતા વધારે વાર નુકશાન નોંધાવ્યું નથી. આ દરમ્યાન આ જોડીના નામે ચાર હાર છે.

2020 ની IPL માં રાહુલ-મયંકની જોડીએ રાજસ્થાન રોયલ્સ સામે 183 રનની ભાગીદારી કરી હતી, પરંતુ મેચમાં તેઓ હારી ગયા હતા. એ જ રીતે, 2020 માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે, બંનેએ 115 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ટીમ હારી ગઈ. 2021 માં રાહુલ અને મયંકે દિલ્હી કેપિટલ્સ સામે 122 રનની સદીની ભાગીદારી રમી હતી. પરંતુ પંજાબ કિંગ્સ મેચ હારી ગઈ હતી. અગાઉના દિવસે બંનેએ રાજસ્થાન રોયલ્સ સામે 120 રનની ભાગીદારી કરી અને ટીમ ફરી એકવાર હારી ગઈ.

2019 પછી IPL માં મયંક અગ્રવાલનો સર્વોચ્ચ સ્કોર

  • 106 (50) વિ. રાજસ્થાન રોયલ્સ, 2020 – હાર
  • 99*(58) વિ. દિલ્હી કેપિટલ્સ, 2021 – હાર
  • 89 (60) વિ. દિલ્હી કેપિટલ્સ, 2020 – હાર
  • 69 (36) વિ. દિલ્હી કેપિટલ્સ, 2021 – હાર
  • 67 (43) વિ. રાજસ્થાન રોયલ્સ, 2021 – હાર
  • 58 (34) વિ. કેકેઆર, 2019 – હાર
  • 56 (39) વિ. કેકેઆ, 2020 – હાર

 

આ પણ વાંચોઃ Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: રાજસ્થાનની પાંચ વિકેટ ખેરવનારો અર્શદિપ સિંહ પર્પલ કેપની રેસમા સામેલ થયો, પ્રદર્શને કરાવ્યો જબરદસ્ત ફાયદો

Next Article