IPL 2021: પૃથ્વી શોએ કલકત્તા નાઈટ રાઇડર્સ સામે 6 બોલમાં 6 ચોગ્ગા ફટકારવાને લઈ કર્યો રસપ્રદ ખુલાસો

|

May 28, 2021 | 11:39 PM

IPL 2021 સ્થગીત થવા બાદ પણ ફેન્સમાં તેની યાદો અને તેની ચર્ચા ભરપૂર છે. IPL 2021ની સિઝનના પ્રથમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના યુવાન બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw)એ દમદાર પ્રદર્શન કર્યુ હતુ.

IPL 2021: પૃથ્વી શોએ કલકત્તા નાઈટ રાઇડર્સ સામે 6 બોલમાં 6 ચોગ્ગા ફટકારવાને લઈ કર્યો રસપ્રદ ખુલાસો
Prithvi Shaw

Follow us on

IPL 2021 સ્થગીત થવા બાદ પણ ફેન્સમાં તેની યાદો અને તેની ચર્ચા ભરપૂર છે. IPL 2021ની સિઝનના પ્રથમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના યુવાન બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw)એ દમદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 8 મેચમાં 308 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ આ દરમ્યાન 3 અર્ધશતક લગાવ્યા હતા. તેણે કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે કમાલની બેટીંગ કરતા છ બોલમાં સળંગ છ ચોગ્ગા લગાવ્યા હતા.

 

ઝડપી બોલર શિવમ માવી (Shivam Mavi)ની ઓવર દરમ્યાન પૃથ્વીએ આ પરાક્રમ કર્યુ હતુ. દરમ્યાનમાં પૃથ્વી શોએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેના છ ચોગ્ગા પૂરા કરવામાં શિખર ધવને (Shikhar Dhawan) કેવી રીતે મદદ કરી હતી. તેણે કહ્યું કે, શિખર ધવને યાદ કરાવ્યુ હતુ કે, એક બોલ હજુ બાકી છે. કારણ કે માવીએ એક બોલ વાઈડ ફેંક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

પૃથ્વી શોએ કહ્યું મને પાંચમાં બોલ બાદ ખ્યાલ આવ્યો હતો કે એક બોલ બાકી છે. શોએ કહ્યું મેં પાંચ ચોગ્ગા ફટકારવા અંગે નહોતુ વિચાર્યુ. જોકે છઠ્ઠો ચોગ્ગો લગાવતા પહેલા મેં જરુર એ અંગે વિચાર્યુ હતુ. જો પાંચ બોલમાં પાંચ ચોગ્ગા લગાવ્યા તો આટલો નજીક છુ તો છઠ્ઠો ચોગ્ગો ફટકારવો જોઈએ.

 

પૃથ્વી શોએ આગળ કહ્યું કે, મને ખ્યાલ હતો કે માવી મને ક્યાં બોલ નાંખશે. હું છઠ્ઠા બોલ માટે તૈયાર હતો. મે વિચારી લીધુ હતુ, જે પણ હોય મારે શોટ રમવાનો છે. બસ હું એટલો જોરથી ના ફટકારુ કે બોલ સિક્સર બની જાય.

 

જે મેચમાં પૃથ્વી શો (Prithvi Shaw)એ 41 બોલમાં 82 રનની ઈનીંગ રમી હતી. શોની આ ઈનીંગને લઈને દિલ્હી કેપિટલ્સે 155 રનના લક્ષ્યને 21 બોલ બાકી રાખીને ભેદી લીધુ હતુ. શો એ શિવમ માવીને સારો બોલર હોવાનું કહ્યુ હતુ. માવીને પોતાનો સારો દોસ્ત હોવાનું કહ્યુ હતુ. મસ્તીમાં મેચ પહેલા મેં એને કહ્યુ હતુ કે, વધારે ઝડપથી બોલ ના નાંખતો તો જવાબમાં તેણે મને વધારે શોટ નહીં મારવા કહ્યુ હતુ.

 

આ પણ વાંચો: Virat Kohli 100 મિલિયનથી વધારે ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર ધરાવે છે, છતાં 5 બોલિવુડ અભિનેતાને કરે છે ફોલો

Next Article