IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં સંજૂ સેમસનનો સપાટો, ધવનને પછાડી ‘શિખર’ પર પહોંચ્યો

|

Sep 28, 2021 | 8:16 AM

IPL 2021 ની ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં, દરેક મેચ સાથે ફેરફારો થતા રહે છે. શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો જેવા સ્ટાર ખેલાડીઓ આ રેસમાં સામેલ છે.

IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં સંજૂ સેમસનનો સપાટો, ધવનને પછાડી શિખર પર પહોંચ્યો
Sanju Samson

Follow us on

IPL 2021 માં સોમવારે લીગની 40 મી મેચ રમાઈ હતી. આ મેચ દુબઈમાં રમાઈ હતી. સોમવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસને (Sanju Samson) પોતાની શાનદાર ઇનિંગથી બધાને પાછળ મુકી ઓરેન્જ કેપ (Orange Cap) પર કબજો કર્યો હતો. સેમસને 57 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 143.86 રહ્યો છે.

સંજુ સેમસન સિવાય યશસ્વી જયસ્વાલે પણ 36 રનની ઇનિંગ રમી હતી. સંજુ સેમસન ની ઇનિંગ્સ ઓરેન્જ કેપની રેસમાં ફરી મોટો ફેરફાર લાવ્યો છે. સંજુ સેમસન પાંચમા સ્થાનેથી સીધો જ ટોચ પર પહોંચી ગયો છે.

ઓરેન્જ કેપ એ સન્માન છે જેના માટે દરેક બેટ્સમેન IPL માં પરસેવો પાડે છે. આ કેપ લીગના અંતે તાજ બની જાય છે અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના માથાને સજાવે છે. ગત સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે આ કેપને મેળવી હતી. તેણે 14 મેચમાં 630 રન બનાવ્યા હતા. રાહુલ હજુ આ રેસમાં યથાવત છે, પરંતુ તેની આગળ દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન છે. જેમ દિલ્હી કેપિટલ્સ સતત પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાને પોતાને જાળવી રાખે છે, એમ શિખર ધવન (Shikhar Dhawan) પણ પહેલા કે બીજા સ્થાને રહે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

40 મેચ બાદ આ સ્થિતિ છે

ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના (Punjab Kings) કેપ્ટન કેએલ રાહુલ (KL Rahu) પાસે હતી, જેમણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે રેસમાં રહે છે. તેના સિવાય રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, દિલ્હી કેપિટલ્સના શિખર ધવન, ચેન્નાઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો પણ આ કેપ માટે દાવેદાર છે.

ઓરેન્જ કેપ ટોપ-5 બેટ્સમેન

સંજૂ સેમસન (RR) – 433 રન (10 મેચ)
શિખર ધવન (DC) – 430 રન (10 મેચ)
કેએલ રાહુલ (PBKS) – 401 રન (09 મેચ)
ફાફ ડુ પ્લેસિસ (CSK) – 394 રન (10 મેચ)
ઋતુરાજ ગાયકવાડ (CSK) – 362 રન (10 મેચ)

 

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

આ પણ વાંચોઃ IPL 2021, Purple Cap: હર્ષલ પટેલ 40મી મેચ બાદ પણ નંબર-1, આવેશ ખાન બીજા નંબર, જાણો પર્પલની રેસના ટોપ ફાઇવ બોલર

 

 

 

Next Article