IPL 2021 Orange Cap: શિખર ધવન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ, ટોપ ફાઇવમાં પણ કોઇ પરિવર્તન નહી

|

Sep 24, 2021 | 9:09 AM

IPL માં ઓરેન્જ કેપ (Orange Cap) બેટ્સમેનો માટે ખૂબ જ આકર્ષણ ધરાવે છે. આ કેપ તે ખેલાડીના માથા પર સજી હોય છે, જે ટૂર્નામેન્ટ દરમ્યાન સૌથી વધારે રન બનાવે છે.

IPL 2021 Orange Cap: શિખર ધવન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ, ટોપ ફાઇવમાં પણ કોઇ પરિવર્તન નહી
Shikhar Dhawan

Follow us on

IPL 2021 ના ​​બીજા તબક્કામાં પણ કોરોનાનો કહેર જારી છે. કોરોનાના કેસોને કારણે લીગનો પહેલો તબક્કો માત્ર 29 મેચ બાદ મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે ભારતમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જોકે, લીગનો બીજો તબક્કો દુબઈમાં રમાઈ રહ્યો છે. બીજા તબક્કામાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે. 34 મેચ બાદ પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રસપ્રદ બની રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાયેલી મેચ બાદ ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં ટોપ -5 માં કોઈ ફેરફાર થયો નથી.

IPL માં બેટ્સમેનો માટે ઓરેન્જ કેપ ખૂબ મહત્વની છે. આ તે પુરસ્કાર છે જેના દ્વારા બેટ્સમેનો તેમની કાબેલિયત સાબિત કરે છે. ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે દરેક સીઝનના અંતે સૌથી વધુ રન બનાવે છે. આ દરમ્યાન લીગની દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે. જે મેચમના બાદ તે સમયે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ટોચ પર હોય.

34 મેચ બાદ ઓરેન્જ કેપ દાવેદારોની આ યાદી છે

ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ પાસે હતી, જેમણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે રેસમાં રહે છે. તેના સિવાય શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો પણ આ કેપ માટે દાવેદારી કરી રહ્યા છે. ધવન અત્યારે નંબર -1 પર છે. પ્લેસિસની રમત આજે આરસીબી સામે સારી રહી તો તે રેસમાં પોતાનુ ચાર નંબરનુ સ્થાન સુધારી શકે છે. કારણ કે આ રેસમાં RCB નો કોઇ જ બેટ્સમેન નજીકમાં નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ ઓરેન્જ કેપ્સની યાદી છે

1) શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 380 રન
2) કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) – 7 મેચ, 331 રન
3) મયંક અગ્રવાલ (પંજાબ કિંગ્સ) -8 મેચ 327
4) ફાફ ડુ પ્લેસિસ (ચેન્નાઈ સુપર કિંગ્સ) – 8 મેચમાં 320 રન
5) પૃથ્વી શો (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચમાં 308 રન

 

આ પણ વાંચોઃ IPL 2021: રોહિત શર્માએ કલકત્તા સામેની મેચમાં બનાવ્યા એવા રેકોર્ડ કે જેને જોઇ તે હરખાવા સાથે નિરાશા પણ થશે

આ પણ વાંચોઃ IPL 2021: ધોની પણ છૂટી ગયો પાછળ, કલકત્તા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો આ રેકોર્ડ, જાણો

 

Next Article