IPL 2021: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આવ્યા રાહતના સમાચાર, આ બંને ધુરંધર થઇ શકશે સામેલ

|

Aug 15, 2021 | 8:15 PM

IPL ના CEO એ સપ્તાહની શરુઆતમાં જ ફ્રેન્ચાઇઝીઓ પાસે થી રિપ્લેસમેન્ટ ખેલાડીઓને લઇ યાદી મંગાવી હતી. જે માટે 20 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

IPL 2021: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આવ્યા રાહતના સમાચાર, આ બંને ધુરંધર થઇ શકશે સામેલ
Natrajan-and-Shreyas

Follow us on

IPL ના CEO એ સપ્તાહની શરુઆતમાં જ ફ્રેન્ચાઇઝીઓ પાસે થી રિપ્લેસમેન્ટ ખેલાડીઓને લઇ યાદી મંગાવી હતી. જે માટે 20 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના માટે IPL14 ના બીજા તબક્કાની શરુઆત થવા પહેલા સારા સમાચાર મળી રહ્યા છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) લીગ ની બાકી બચેલી મેચો માટે ટીમમાં પરત ફરી શકશે, ઐય્યર ઇજાને લઇને IPL ની શરુઆતની મેચોમાં ઉપલબ્ધ થઇ શક્યો નહોતો. ત્યારબાદ ટૂર્નામેન્ટ અધવચ્ચે જ કોરોનાને લઇ રોકી દેવામાં આવી
હતી.

IPL 2021 ની આગળની મેચોને UAE આગામી મહિના થી રમાડવાની શરુઆત કરવામાં આવનાર છે. ફક્ત ઐય્યર જ નહી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunriserd Hyderabad) ના ઝડપી બોલર ટી નટરાજન (T Natrajan)પણ પરત ફરી શકે છે. મીડિયા રીપોર્ટનુસાર BCCI એ ઇજા અને વ્યક્તિગત કારણોસર પ્રથમ તબક્કામાંથી બહાર રહેનારા ખેલાડીઓને બીજા તબક્કામાં હિસ્સો લેવા માટે પરવાનગી આપી છે.

રિપોર્ટ મુજબ આઇપીએલ ના CEO હેમાંગ અમીને આ સપ્તાહની શરુઆતમાં જ ફ્રેન્ચાઇઝીઓના રિપ્લેસમેન્ટ ખેલાડીઓની યાદી મંગાવી હતી. આ માટે 20 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અમીને કહ્યુ હતુ કે, જો કોઇ ખેલાડી 2021 ના પ્રથમ તબક્કામાં ઇજાને લઇને અથવા અન્ય રીતે હાજર ના રહ્યો હોય. પરંતુ હવે તેવા ખેલાડી ઉપલબ્ધ રહેવા હોય તો ફેન્ચાઇઝીઓએ પોતાના પસંદગીના ખેલાડી અથવા રિપ્લેસમેન્ટ ખેલાડી બંનેમાંથી કોઇ એકને પસંદ કરવાના રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ છે નિયમ

આ સંદર્ભે માહિતી આપતા અમીને કહ્યું છે કે જે ખેલાડી બીજા તબક્કામાં રિપ્લેસમેન્ટ તરીકે પસંદ નથી કરાયો તેને IPL ના રજિસ્ટર્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવશે. બીજી બાજુ, જો પ્રથમ પસંદગીના ખેલાડીને ટીમ દ્વારા બહાર પાડવામાં આવે તો તેને આ યાદીમાં સ્થાન આપવામાં આવશે નહીં.

ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં થયો હતો ઇજાગ્રસ્ત

અય્યર તે કેપ્ટન છે, જેણે દિલ્હીને પ્રથમ વખત IPL ની ફાઇનલમાં પહોંચાડી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી એ 2020 માં ફાઈનલ મેચ રમી હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેને હાર મળી હતી. આઇપીએલ 2021 પહેલા ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડે શ્રેણીમાં ભારતીય ટીમ માટે રમતી વખતે તે ઘાયલ થયો હતો.

તેને ખભામાં ઈજા થઈ હતી. તેની જગ્યાએ ઋષભ પંતે ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. હવે જો ઐય્યર પાછો આવે તો ફરી એક વખત ટીમની કમાન તેના હાથમાં આવી શકે છે. રીપોર્ટસ મુજબ ઐય્યર દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ પ્રવિણ આમરે અને ટ્રેનર રજનીકાંત શિવાગ્રનમ સાથે દુબઈ પહોંચ્યા છે. જ્યાં તે એક સપ્તાહ માટે ક્વોરન્ટાઇનમાં રહેશે અને પછી ટીમમાં જોડાશે.

બીજી બાજુ, જો નટરાજનની વાત કરવામાં આવે તો, તે લાંબા સમયથી ડાબા ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. તેથી જ તેણે આઈપીએલ-14 અધવચ્ચે છોડી દીધી હતી. તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. નટરાજને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન પોતાની રમતથી પ્રભાવિત કર્યા હતા. તે દરમ્યાન ટેસ્ટમાં ડેબ્યૂ કરવામાં પણ સફળ રહ્યો હતો અને ટીમની ઐતિહાસિક જીત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

 

આ પણ વાંચોઃ IND vs ENG: સિરાજ ના શટ-અપ પર સવાલ ઉઠાવનારા DK ને આપ્યો આવો જવાબ, સાથે જ ‘ચૂપ્પી’ નુ બતાવ્યુ રાઝ

આ પણ વાંચોઃ Paralympics : ભારતીય બેડમિન્ટનની ટીમ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થઈ, કોચે કહ્યું 5 મેડલ જીતીને આવશું

Next Article