IPL 2021: ડેબ્યૂ મેચમાં જ હેટ્રીક ઝડપી હલચલ મચાવી દેનારા ઓસ્ટ્રેલિયન બોલરને સાઇન કરી પંજાબે બાજી મારી

T20આંતરરાષ્ટ્રીય મેચમાં જ ઓસ્ટ્રેલિયન નાથન એલિસે હેટ્રિક (Nathan Ellis) વિકેટ ઝડપી હતી. જેને લઇને તેને T20વિશ્વકપની ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળ્યુ છે. IPL 2021 ની હરાજી દરમ્યાન એલિસને કોઇએ ખરિદ્યો જ નહોતો. ત્યાં હવે તેને સાઇન કરવા માટે હરીફાઇનો માહોલ થયો હતો.

IPL 2021: ડેબ્યૂ મેચમાં જ હેટ્રીક ઝડપી હલચલ મચાવી દેનારા ઓસ્ટ્રેલિયન બોલરને સાઇન કરી પંજાબે બાજી મારી
Nathan Ellis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 6:43 AM

IPL 2021 ને લઇને ફ્રેન્ચાઇઝીઓ બીજા હાલ્ફની તૈયારીઓને પૂરજોશમાં કરી રહ્યા છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમે આ દરમ્યાન ઓસ્ટ્રેલિયા (Australia) ના ઝડપી બોલર નાથન એલિસ (Nathan Ellis) ને પોતાની સાથે સામેલ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરને પંજાબ કિંગ્સે પોતાની સાથે સમાવતા જ ચહલ પહલ મચી જવા પામી છે. પંજાબ કિંગ્સે સાઇન કરેલા એલિસને હજુ એક દિવસ પહેલા જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ T20વિશ્વકપ (ICC T20 World Cup 2021)ની ટીમમાં સામેલ કર્યો છે.

નાથન એલિસે તાજેતરમાં જ બાંગ્લાદેશમાં જબરદસ્ત હેટ્રીક મેળવી હતી. એલિસે બાંગ્લાદેશ સામે T20આંતરાષ્ટ્રીય મેચ માં ડેબ્યૂ કરવા દરમ્યાન જ તેણે આ સિદ્ધી હાંસલ કરી હતી. તેની આ સિદ્ધીને ચોતરફ ચર્ચાઓ છવાયેલી છે, એ દરમ્યાન જ પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સમાવી લીધો છે.

એલિસને ટીમમાં સામેલ કરવાની વાતનુ પુષ્ટી પંજાબ કિંગ્સના CEO સતિષ મેનને કરી હતી. એક મીડિયા રિપોર્ટસનુસાર તેઓએ આ વાતનો એકરાર કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, અમે ગઇકાલ સુધી ઝાય રિચાર્ડસન અને રિલે મેરિડિથની ફીટનેસને લઇને જાણકારી નહોતા ધરાવતા. તેઓ IPL નો હિસ્સો થઇ શકે એમ નથી, એવી વાતની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ કોન્ફર્ન્સ બાદ જાણકારી મળી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

એલિસને 2021 ના ઓકશનમાં કોઇએ ખરિદ્યો નહોતો

સીઇઓ મેનને આગળ પણ કહ્યુ હતુ કે, અમે એલિસને રિપ્લેસમેન્ટના રુપમાં સાઇન કર્યો છે. એકાદ બે દિવસમાં બીજા રિપ્લેસમેન્ટનુ એલાન કરીશું. અમે કેટલાક ખેલાડીઓની સાથે વાતચીત કરી રહ્યા છીએ. હેડ કોચ અનિલ કુંબલે ઝડપ થી તેને આખરી ઓપ આપશે. IPL ની ત્રણ ફેન્ચાઇઝીઓ દ્વારા એલિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના બાદ પંજાબ સાથે ડિલ નક્કી થઇ હતી. આશ્વર્યની વાત એ છે કે, IPL 2021 ની સિઝનના ઓક્શનમાં એલિસને કોઇે ખરીદ કર્યો નહોતો.

ડેબ્યૂ મેચમાં વિશ્વ રેકોર્ડ

એલિસેએ ગત છઠ્ઠી ઓગષ્ટે ઢાકામાં બાંગ્લાદેશ સામે T20આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યુ હતુ. એલિસે ઇનીંગની અંતિમ ઓવરની અંતિમ ત્રણ બોલ પર હેટ્રિક ઝડપી હતી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય T20ડેબ્યૂ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ક્રિકેટર બની ગયો હતો. તે T20આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેના પહેલા બ્રેટ લી અને એશટન એગર આ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યા છે.

આ કારણ થી જ એલિસને T20વિશ્વકપ ટીમમાં સ્થાન મળ્યુ છે. તે ત્રણ રિઝર્વ ખેલાડીઓ પૈકી એક છે. જેને કોઇ ખેલાડી બહાર થવાની સ્થિતીમાં મુખ્ય સ્ક્વોડમાં સ્થાન મળી શકશે. આમ હવે તેની વિશેષ ઉપલ્બધી બાદ આઇપએલ ફેન્ચાઇઝીઓ તુરત જ તેની પર નજર તાકવા લાગી હતી. જેમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: બે મહિને પત્નીને રુબરુ જોતા જ ખુશીથી નાચી ઉઠ્યો સૂર્યકુમાર યાદવ, લંડનના રસ્તા પર જ નાચવા લાગ્યો, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલર ખૂબસૂરત ગર્લફ્રેન્ડ સાથે લગ્નના બંધને બંધાયો, જુઓ તસ્વીરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">