AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: મુંબઇ માટે પ્લેઓફમાં પહોંચવા આજે પહેલી શરત ટોસ જીતવાની છે, એવી જીત જરુરી કે જે લોઢાના ચણા સમાન હોય

IPL માં રનની દ્રષ્ટીએ સૌથી મોટી જીત પણ 146 રન છે. એટલે કે, આજે મુંબઈ ઈન્ડીયન્સે ખરેખર કંઈક મોટું કરવું પડશે.

IPL 2021: મુંબઇ માટે પ્લેઓફમાં પહોંચવા આજે પહેલી શરત ટોસ જીતવાની છે, એવી જીત જરુરી કે જે લોઢાના ચણા સમાન હોય
Mumbai Indians
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:27 AM
Share

IPL 2021 માં, પ્લેઓફની 3 ટીમો (IPL 2021 Playoff) પહેલાથી જ કન્ફર્મ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings), દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) પહેલેથી જ તેમના સ્થાન પાક્કા કરી ચૂક્યા છે. ચોથી ટીમ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) નું આગમન પણ લગભગ નિશ્વિત મનાય છે. જોકે આ માટે સત્તાવાર પુષ્ટી થવાની રાહ જોવાઈ રહી છે. આ રાહ જોવી પડશે કારણ કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે.

KKR ના પ્લેઓફમાં પહોંચવા અંગેની મહોર મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચેની મેચનો મૂડ જોઇને લાગી જશે. હવે આ મહોર આ મેચમાં માત્ર ટોસના સમયે વાગે છે, કે પછી તેના સમાપ્ત થવાની રાહ જોવી પડશે, તે જોવું રસપ્રદ રહેશે.

પ્લેઓફના સમીકરણની દ્રષ્ટી એ, મુંબઈ ઈન્ડીયન્સ માટે આજે ટોસ હારવાની મનાઈ છે. આજે ન તો તે માત્ર ટોસ હારી શકે છે અને ના તો મેચ. જો મુંબઈ ટોસ હારી જશે, તો KKR ને એ જ સમયે પ્લેઓફની ટિકિટ મળી જશે. જો ટોસ જીતી જશે, તો ના માત્ર મેચ જીતવાની છે તેના બદલે, એવા કેટલાક ચમત્કાર મેચમાં કરવા પડશે જે આઇપીએલના ઇતિહાસમાં આજ સુધી બન્યા નથી.

મુંબઈ ઇન્ડીયન્સ અને પ્લેઓફ માટેનો રસ્તો

જો આઈપીએલ 2021 ની પીચ પર મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતી લે તો સ્વાભાવિક છે કે તે પહેલા બેટિંગ કરવા ઈચ્છે. કારણ કે તેમના માટે પહેલા બોલિંગનો વિકલ્પ ડીલીટ કરી નાખવામાં આવ્યો છે. હવે જો તે પહેલા બેટિંગ કરવા ઉતરે તો સૌથી મોટો સ્કોર કરવો પડશે. ઓછામાં ઓછા તે 200 પ્લસ રન હોવા જોઇએ. કારણ કે તેનાથી ઓછું વિચારવું પણ તેમના માટે પ્રતિબંધિત છે.

આટલા રન બનાવ્યા પછી, તેમના બોલરોનો પ્રયત્ન એવો હોવો જોઈએ કે, તેઓ સનરાઈઝર્સને એટલા રન પર ઓલઆઉટ કરે કે બંને ટીમો વચ્ચે જીતનો ગાળો ઓછામાં ઓછો 171 રનનો હોવો જોઈએ. આ સમીકરણ પૂરુ કર્યા બાદ જ મુંબઈ ઈન્ડીયન્સની ટીમ આજે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે. નહિંતર, કોલકાતા નાઇટ રાઇડર્સને પ્લેઓફ રમવા માટે લાયસન્સ મળી જશે.

ટોચના બેમાં પહોંચવાનો RCB નો માર્ગ

બીજી બાજુ, આજે RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ છે. RCB પ્લેઓફમાં છે. પરંતુ તેમનો પ્રયાસ આજે આ મેચ જીતવાનો અને ટોચની બે ટીમોમાં તેમનું સ્થાન નિશ્ચિત કરવાનો રહેશે. આનું કારણ એ છે કે ટોપ 2 માં રહેલી ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની 2 તક છે. જોકે, રોયલ ચેલેન્જર્સ માટે પણ આ કામ મુંબઈ ઇન્ડીયન્સ જેટલું મુશ્કેલ છે. પ્લેઓફ સુધી પહોંચવામાં. તેઓએ આજે ​​દિલ્હી કેપિટલ્સને ઓછામાં ઓછા 163 રનથી હરાવવું પડશે, તો જ લાભ થઇ શકશે. પરંતુ આ શક્ય લાગતું નથી. કારણ કે, IPL માં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત પણ 146 રન છે.

આ પણ વાંચોઃ IPL 2021: દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, હસતા હસતા જોડી ભેટી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">