IPL 2021, MI vs KKR: મુંબઇ એ શરુઆત જબરદસ્ત કરી બાદમાં નબળી રમત રમી, કલકત્તા સામે 6 વિકેટે 156 રનનો પડકાર રાખ્યો

|

Sep 23, 2021 | 9:28 PM

ટોસ જીતીને કલકત્તા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders ) પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમનો કેપ્ટન રોહિત શર્મા આજે ટીમમાં પરત ફર્યો હતો.

IPL 2021, MI vs KKR: મુંબઇ એ શરુઆત જબરદસ્ત કરી બાદમાં નબળી રમત રમી, કલકત્તા સામે 6 વિકેટે 156 રનનો પડકાર રાખ્યો
Quinton de Kock-Suryakumar Yadav

Follow us on

મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders ) વચ્ચે IPL 2021 ની 34 મી મેચ રમાઇ રહી છે. અબુધાબીમાં રમાઇ રહેલી મેચમાં કલકત્તાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. મુંબઇની ટીમે ટોસ હારીને મેદાને ઉતરતા સારી શરુઆત કરી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને ક્વીન્ટન ડિકોકે (Quinton de Kock) 78 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે કરી હતી. ડીકોકે અર્ધશતક લગાવ્યુ હતુ. મુંબઇએ 20 ઓવરના અંતે 6 વિકેટે 155 રન કર્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સની બેટીંગ ઇનીંગ

મુંબઇની ટીમ ટોસ હારીને મેદાને ઉતરી હતી. શરુઆત મુંબઇની જબરદસ્ત રહી હતી. જોકે ઓપનર રોહિત શર્મા અને ત્યાર બાદ સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવતા સ્કોર બોર્ડની ગતી ધીમી થઇ હતી. ક્વીન્ટન ડીકોકે જબરદસ્ત રમત રમીને અર્ધશતક જમાવ્યુ હતુ. 24 બોલમાં 55 રન તેણે કર્યા હતા. ડિકોકે 3 શાનદાર છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા.

રોહિત શર્માએ 30 બોલમાં 33 રન કર્યા હતા. તેણે ઇનીંગ દરમ્યાન 4 ચોગ્ગા લગાવ્યા હતા. સુનિલ નરેનના બોલ પર તે ગિલના હાથે કેચ ઝડપાયો હતો. સૂર્યકુમાર 10 બોલનો સામનો કરી 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશન 13 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો. તેણે એક છગ્ગો લગાવ્યો હતો. કિયરોન પોલાર્ડે 15 બોલનો સામનો કરીને 21 રન કર્યા હતા. તે રન આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 9 બોલમાં 12 રન કર્યા હતા. તેણે એક શાનદાર સિક્સ લગાવી હતી. સૌરભ તિવારી એ 5 રન અને એડમ મિલ્ને એક રન કરીને અણનમ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કલકત્તા નાઇટ રાઇડર્સની બોલીંગ

શાનદાર બેટીંગ ઇનીંગની શરુઆત કરનાર જોડીને સુનિલ નરેન તોડવામાં સફળ રહ્યો હતો. તેની આ વિકેટને લઇને કલકત્તાને મુંબઇની ટીમની એક્સ્પ્રેસ ગતી રોકવામાં મદદ મળી હતી. નરેને 4 ઓવરમાં 20 રન ગુમાવીને એક વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી. લોકી ફરગ્યુશને 2 વિકેટ ઝડપી હતી. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. જોકે તે વિકેટ ઝડપવાથી નિરાશ રહ્યો હતો. આંદ્રે રસેલ ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 12.30 ની ઇકોનોમી સાથે 3 ઓવરમાં 37 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ T20 World Cup: ‘ગબ્બર’ નુ બેટ ખૂબ ધમાલ મચાવતુ રહ્યુ છે, છતાં IPL માં પરંતુ T20 વિશ્વકપ ટીમ માટે BCCI ને કેમ નથી ભરોસો

આ પણ વાંચોઃ Boxing: માતાનુ સપનુ હતુ કે પુત્ર એક દિવસ ગોલ્ડ મેડલ જીતી લાવે, દિકરો મેડલ જીત ઘરે પહોંચ્યો તો ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ

Next Article