IPL 2021: મેદાનમાં કૃણાલ પંડ્યાએ એવુ કામ કર્યુ કે, ક્રિકેટ ચાહકો થી લઇ સૌનુ દિલ જીતી લીધુ, જુઓ વિડીયો

|

Sep 29, 2021 | 8:41 AM

કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને એક વિકેટ મેળવી હતી. તેણે મનદીપ સિંહની વિકેટ લીધી.

IPL 2021: મેદાનમાં કૃણાલ પંડ્યાએ એવુ કામ કર્યુ કે, ક્રિકેટ ચાહકો થી લઇ સૌનુ દિલ જીતી લીધુ, જુઓ વિડીયો
Krunal Pandya -KL Rahul

Follow us on

IPL 2021 માં, વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સની (Punjab Kings) ટીમો મંગળવારે અબુધાબીમાં મેદાન પર ઉતરી હતી. બંને ટીમો ઇચ્છે છે કે તે પ્લેઓફમાં પહોંચે અને આ માટે તેઓ સખત મહેનત કરી રહ્યા છે. કોઈ પણ ખેલાડી રન બનાવવાની અને વિકેટ લેવાની તક ગુમાવવા માંગતો નથી કારણ કે ટીમ માટે જીત મહત્વની છે. પરંતુ ઘણી વખત ખેલાડીઓ હાર-જીતને કરતા રમતને વધુ સન્માન આપે છે. જે વખતે તેઓ કંઈક એવુ કરે છે કે જેના પર દરેકને ગર્વ થાય.

મુંબઈના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ પણ કંઈક આવું જ કર્યું છે. કૃણાલે પંજાબ સામે બોલિંગ કરતી વખતે દિલ જીતી લે તેવું કામ કર્યું છે. તેણે પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સામેની અપીલ પાછી ખેંચી લીધી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પંજાબનો ક્રિસ ગેઇલ ઇનિંગની છઠ્ઠી ઓવર દરમ્યાન પંડ્યાની સામે હતો. ઓવરના પાંચમા બોલને પંડ્યાએ ફેંક્યો હતો જે ફુલ લેન્થ હતો. ગેઇલે તેને સામેની તરફ રમ્યો હતો. આ બોલ પંજાબના કેપ્ટન રાહુલ જે નોન સ્ટ્રાઈકરના છેડે ઉભો હતો તેને જઇને ટકરાઇને પંડ્યા પાસે આવ્યો. તેણે તરત જ બોલ પકડ્યો અને વિકેટ પર ફટકાર્યો. અપીલ પણ કરી હતી.

અમ્પાયરે આ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડે. અમ્પાયરે ત્રીજા અમ્પાયરને ઇશારો કરતા જ પંડ્યાએ કહ્યું કે, તે અપીલ પાછી ખેંચી રહ્યો છે. પંડ્યાના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

રાહુલ ફાયદો ઉઠાવી શક્યો નહીં

જોકે, રાહુલ આનો લાભ લઈ શક્યો નહીં. જ્યારે પંડ્યાએ તેની સામેની અપીલ પાછી ખેંચી ત્યારે તે 20 રન પર રમી રહ્યો હતો. જે બાદ તે આગામી ઓવરમાં આઉટ થયો હતો. અહીંથી તે પોતાના ખાતામાં માત્ર એક રન ઉમેરી શક્યો હતો. કિયરોન પોલાર્ડે તેની વિકેટ લીધી હતી. પોલાર્ડે રાહુલને જસપ્રિત બુમરાહના હાથે કેચ કરાવ્યો હતો. 21 રન બનાવવા માટે રાહુલે 22 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા ફટકાર્યા.

પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. એઇડન માર્કરમે તેના માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને 29 બોલનો સામનો કરીને છ ચોગ્ગા ફટકાર્યા હતા. દીપક હુડ્ડાએ 28 રન બનાવ્યા હતા. હરપ્રીત બ્રારે અણનમ 14 અને નાથન એલિસે અણનમ છ રન બનાવ્યા હતા. મુંબઈ માટે પોલાર્ડ અને બુમરાહે બે-બે વિકેટ લીધી, પંડ્યા અને રાહુલે એક-એક સફળતા મેળવી.

 

 

આ પણ વાંચોઃ IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

આ પણ વાંચોઃ IPL માં નવી 2 ટીમો ઉમેરવાને લઇને આ તારીખે BCCI કરશે એલાન, આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો મેદાને ઉતરશે

 

Next Article