IPL 2021, KKR vs PBKS: વેંકટેશ ઐય્યરની ફીફટી વડે KKR એ 7 વિકેટ ગુમાવી પંજાબ સામે 165 રનનો સ્કોર ખડક્યો, અર્શદિપની 3 વિકેટ

|

Oct 01, 2021 | 9:20 PM

પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) બંને માટે આજે મરણીયા જંગ સમાન આજની મેચ છે. પ્લેઓફની રેસની આશા જીવંત રાખવા માટે જીત મેળવવી જરુરી છે.

IPL 2021, KKR vs PBKS: વેંકટેશ ઐય્યરની ફીફટી વડે KKR એ 7 વિકેટ ગુમાવી પંજાબ સામે 165 રનનો સ્કોર ખડક્યો, અર્શદિપની 3 વિકેટ
Venkatesh Iyer

Follow us on

IPL 2021 ની 45 મી મેચ રમાઇ રહી છે. દુબઇમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. વેંકટેશ ઐય્યરે અર્ધશતક સાથે ટીમને જબરદસ્ત શરુઆત કરાવી ને પંજાબ સામે પડકાર જનક સ્કોર ખડક્યો હતો. કોલકાતાએ 20 ઓવરના અંતે 165 રનનો સ્કોર કર્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ

વેંકટેશન ઐય્યરે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરી હતી. તેણે શરુઆતથી જ પોતાના અંદાજ મુજબ બેટીંગ કરી અર્ધશતક લગાવ્યુ હતુ. જોકે તેનો સાથી ઓપનર શુભમન ગિલ માત્ર 7 જ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેમે 7 બોલમાં 1 ચોગ્ગો લગાવીને વિકેટ ગુમાવી હતી. અર્શદિપ સિંહના બોલ પર તે બોલ્ડ થયો હતો. આમ 18 રનના સ્કોર પર જ કોલકાતાએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાર બાદ ઐય્યર અને રાહુલ ત્રિપાઠીએ મળીને 72 રનની ભાગીદારી રમત રમી હતી.

રાહુલ ત્રિપાઠીએ 26 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવીને 34 રનનુ યોગદાન આપ્યુ હતુ. ત્યાર બાદ નિતીશ રાણા મેદાને આવ્યો હતો. રાણા સાથે 30 રનની ભાગીદારી રમત રમીને ઐય્યર આઉટ થયો હતો. ઐય્યર 67 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 49 બોલમાં 67 રન કર્યા હતા. ઇયોન મોર્ગન 2 બોલમાં 2 રન કરી એલબીડબલ્યુ આઉટ થયો હતો.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

નિતીશ રાણા 18 બોલમાં 34 રન કરીને આઉટ થયો હતો. તેણે 2 છગ્ગા લગાવ્યા હતા. ડેબ્યૂટન્ટ ટિમ સિફર્ટ 4 બોલમાં 2 રન કરીને રન આઉટ થયો હતો. તેને શામીએ ડાયરેક્ટ હિટ રન આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિક અંતિમ બોલે ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 11 રન કર્યા હતા. સુનિલ નરેને અણનમ 4 રન કર્યા હતા.

પંજાબ કિંગ્સ બોલીંગ

અર્શદિપ સિંહે ઓપનીંગ જોડીને ઇનીંગની ત્રીજી ઓવરમાં જ તોડી દીધી હતી. 18 રનના સ્કોર પર જ કોલકાતાને ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પંજાબના બોલરો વિકેટ શોધતા જ રહી ગયા હતા. અર્શદિપે 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ જોકે ત્રિપાઠી અને બાદમાં ઐય્યરની વિકેટ ઝડપીને પંજાબને રાહત અપાવી હતી. રવિએ 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ફાબિયન એલને 4 ઓવરમાં 38 રન ગુમાવ્યા હતા. મોહંમદ શામીએ 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ મેળવી હતી. નાથન એલિસે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2021: ડેવિડ વોર્નરની આઇપીએલ કારકિર્દી ખતમ થઇ ગઇ! સનરાઇઝર્સ હૈદરાબાદમાં વર્ચસ્વની લડાઇનુ પરિણામ?

આ પણ વાંચોઃ IPL 2021: આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓનો સાથ તેમની ટીમ જાળવે તેવી શક્યતાઓ નહીવત

 

Next Article