AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓનો સાથ તેમની ટીમ જાળવે તેવી શક્યતાઓ નહીવત

આગામી સિઝન પહેલા મેગા ઓકશન 10 ટીમો માટે યોજાનાર છે. આ પહેલા વર્તમાન 8 ટીમો અનેક ખેલાડીઓને મુક્ત કરશે જેમાં દિગ્ગજ ખેલાડીઓના નામ પણ હશે.

IPL 2021: આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓનો સાથ તેમની ટીમ જાળવે તેવી શક્યતાઓ નહીવત
Suresh Raina
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:15 PM
Share

IPL 2021 ના અધવચ્ચે જ ક્રિસ ગેઇલે (Chris Gayle) પંજાબ કિંગ્સ (Punjab Kings) નો સાથ છોડી દીધો છે. તો ડેવિડ વોર્નર (David Warner) પણ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમમાં સિઝનની બાકીની મેચમાં જોવા મળશે નહી. આમ આ દિગ્ગજ ક્રિકેટરોની ગેરહાજરી તેમના ફેનને નિરાશ કરી રહી છે. પરંતુ હજુ પણ ફેન માટે મહત્વનો સવાલ એ છે કે, આ દિગ્ગજ ખેલાડીઓ તેમની ટીમમાં આગામી સિઝનમાં પરત જોવા મળશે કે કેમ. આ બંને સહિત ત્રણ ખેલાડીઓને તેમની ફેન્ચાઇઝીઓ રિટેન કરે તેવી શક્યતાઓ ઓછી છે.

કેપ્ટનશીપ છુટી જવા બાદ વોર્નરે સ્થાન મેળવવુ મુશ્કેલ બની ચુક્યુ છે. વર્તમાન સિઝનમાં વોર્નરના બેટથી પહેલા જેવો દમ દેખાઇ નથી રહ્યો. તો આવી જ સ્થિતી ચેન્નાઇ સુપર કિંગ્સના સુરેશ રૈનાની છે. પંજાબ કિંગ્સના ક્રિસ ગેઇલનુ બેટ પણ આ વખતે ખાસ ખૂલ્યુ નહોતુ, અને તે લીગ મેચો દરમ્યાન જ સિઝનને અધવચ્ચે છોડી પંજાબની ટીમ થી દુર થઇ ગયો છે. આ માટે બાયોબબલના નુ કારણ આગળ ધર્યુ છે.

સુરેશ રૈના, ચેન્નાઇ સુપર કિંગ્સ

ઇન્ડીયન પ્રિમીયર લીગની શરુઆત થી જ સુરેશ રૈના તેનો હિસ્સો રહ્યો છે. રૈનાએ આઇપીએલની શરુઆતની સિઝનોમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ ગત સિઝનમાં તે યુએઇ પહોંચ્યા બાદ તે સ્વદેશ પરત ફર્યો હતો. ચેન્નાઇ ટીમને તેણે સિઝનમાં નહી રમવાનુ જણાવી દીધુ હતુ.

ત્યાર બાદ વર્તમાન સિઝનમાં તે રમતમાં પરત ફર્યો હતો. પરંતુ તેની જુની રમતનો કમાલ ફરી નથી દર્શાવી શક્યો. તેમનો નિયમીત બેટીંગ ક્રમને બદલી દેવામાં આવ્યો છે, તેના સ્થાને હવે મોઇન અલી બેટીંગમાં રમે છે. આમ હવે તે ફરી થી ટીમમાં રિટેન થવાની શક્યતાઓ ઓછી છે.

ડેવિડ વોર્નર, સનરાઇઝર્સ હૈદરાબાદ

ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટ્સમેન તરીકે જોવામાં આવે છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે જોડાયેલો છે. તેને સિઝનની શરુઆતની 7 માંથી 6 મેચ હારી જતા ટીમના કેપ્ટન પદેથી બદલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનુ ટીમમાં સ્થાન મેળવવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. સ્થાન મળવા બાદ પણ તે રન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બાદમાં તેણે ટીમથી સિઝનમાં અલગ થઇ જવાનો નિર્ણય કરી લીધો હતો.

વોર્નર વિદેશી ખેલાડીઓમાં ટીમ માટે સૌથી સફળ ખેલાડી હતો. પરંતુ આઇપીએલની વર્તમાન સિઝનમાં તેની નિષ્ફળતાના કારણને આગળ ધરીને તેને કેપ્ટન બાદમાં ટીમથી દુર કરવામાં આવ્યો હતો. હવે તે કદાચ આગળ ની સિઝનમાં હૈદરાબાદનો હિસ્સો નહી હોઇ શકે. તેણે 8 મેચમાં 24.37 ની સરેરાશથી માત્ર 181 રન બનાવ્યા હતા. તેમનો 107.73 નો સ્ટ્રાઇક રેટ આજ સુધીનો સૌથી ખરાબ પ્રદર્શન રહ્યો છે. ટી-20 ની 14 મી સિઝન તેના માટે સૌથી ખરાબ સાબિત થઈ છે.

ક્રિસ ગેઇલ, પંજાબ કિંગ્સ

યુનવર્સ બોસ હવે પંજાબ કિંગ્સની ટીમ વતી મેદાનમાં ઉતરતો આગામી સિઝનમાં જોવા ના પણ મળી શકે. ગેઇલનો ટી20 ક્રિકેટમાં એક અલગ જ અંદાજ રહ્યો છે. પરંતુ હવે તેનો એ અંદાજ વધતી ઉંમર સાથે નબળો પડી રહેલો લાગે છે. પંજાબ કિંગ્સ વતી રમતા તેનો દેખાવ ખાસ રહ્યો નથી. જેને લઇને તે અંતિમ ઇલેવન માટે પણ પસંદ થવાથી અંદર બહાર થતો રહ્યો છે.

ટી20 ક્રિકેટના ફોર્મેટમાં ક્રિસ ગેઇલનો આમ તો ડંકો વાગી રહ્યો હતો. ટી20 ક્રિકેટ ફોર્મેટમાં તેના નામે સૌથી વધુ શતક નોંધાયેલા છે અને સૌથી વધુ રન પણ તેના નામે છે. ક્રિસ ગેઇલનુ આ પ્રકારનુ પ્રદર્શન લીગમાં અગાઉ જોવા મળતુ હતુ. આરસીબીની ટીમમાં હોવા દરમ્યાન તેણે તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. સિઝનની 10 મેચમાં તે 193 રન કરી શક્યો છે. સિઝનમાં એક પણ અર્ધશતક નોંધાવ્યુ નથી. તે આઇપીએલ સાથે 2009મા જોડાયો હતો. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે 6 શતક અને 31 અર્ધશતક લગાવી ચુક્યો છે. જેમાં 175 રન તે અણનમ નોંધાવી ચુક્યો છે.

આ પણ વાંચોઃ IPL 2021: ડેવિડ વોર્નરની આઇપીએલ કારકિર્દી ખતમ થઇ ગઇ! સનરાઇઝર્સ હૈદરાબાદમાં વર્ચસ્વની લડાઇનુ પરિણામ?

આ પણ વાંચોઃ IND W vs AUS W: સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાનુ ઘમંડ ભાંગ્યુ, પ્રથમ ટેસ્ટ મેચમાં જ ફટકાર્યુ શાનદાર શતક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">