IPL 2021: ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં કઇ ટીમ કેટલી મેચ જીત્યુ કેટલી મેચ હાર્યુ, અહીં મળશે તમામ જાણકારી

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રદર્શન પર પણ સૌની નજર લાગેલી છે.

IPL 2021: ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં કઇ ટીમ કેટલી મેચ જીત્યુ કેટલી મેચ હાર્યુ, અહીં મળશે તમામ જાણકારી
IPL 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:18 AM

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝન આ વર્ષે રમાઇ રહી છે. IPL-2021 (IPL-2021) કોરોના વાયરસને કારણે રોકવી પડી હતી. તે પછી હવે લીગની આ સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમામ ક્રિકેટ ચાહકો ચોક્કસપણે જાણવા માંગે છે કે ફેઝ વન માં કઈ ટીમનું પ્રદર્શન કેવું રહ્યું. તો જાણી લો કે IPl 2021 ના ​​પહેલા તબક્કામાં કઇ ટીમ પ્રભુત્વ ધરાવે છે અને કઈ ટીમ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. પ્રથમ તબક્કામાં બે ટીમો દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે 8-8 મેચ રમી હતી જ્યારે અન્ય તમામ છ ટીમોએ 7-7 મેચ રમી હતી.

IPL-2021 ના ​​પ્રથમ તબક્કામાં સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) હતી. જેણે તેમની 8 માંથી 6 મેચ જીતી હતી. જ્યારે ટીમ બે મેચમાં હારી ગઈ. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે પંજાબ કિંગ્સને બે વખત હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સને આ સફરમાં હરાવી હતી. બે મેચમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સામે હાર મેળવી હતી.

બીજી બાજુ, ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Superkings) ની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના નેતૃત્વવાળી આ ટીમે 7 મેચ રમી અને પાંચ જીતી. જે ટીમો પરાજિત કરી તેમાં પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. ચેન્નાઈની ટીમે મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોહલીની કેપ્ટનશિપ આ વખતે રંગ લાવી રહી છે

વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) આઈપીએલ -2021 માં સાતમાંથી પાંચ મેચ જીતીને સારી શરૂઆત કરી હતી. RCB એ મુંબઈ ઈન્ડીયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યા હતા. જ્યારે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

અત્યારે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) પોઈન્ટ ટેબલની વચ્ચે જોવા મળી રહ્યું છે. રોહિત શર્માના નેતૃત્વવાળી આ ટીમે 7 માંથી ચાર મેચ જીતી છે. જેમાં તેણે કલકત્તા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યા છે. બીજી બાજુ, મુંબઈ એ દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદરાબાદની સૌથી ખરાબ હાલત

સંજુ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમે 7 માંથી ત્રણ મેચ જીતી હતી. ટીમે દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા હતા જ્યારે તેઓ મુંબઈ ઈન્ડીયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે હારી ગયા હતા. બીજી બાજુ પંજાબ કિંગ્સ (Punjab Kings) ને આઠ મેચમાં માત્ર ત્રણ જીત મળી હતી. જેમાં તેણે રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા હતા. પંજાબને દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે હરાવ્યું હતું. દિલ્હીએ તેને બે વાર હરાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) 7 માંથી બે મેચ જીતી છે.

કોલકાતાએ માત્ર બે મેચ જીતી હતી

ઇઓન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને પંજાબ કિંગ્સને હરાવી શકી હતી. જ્યારે તે મુંબઈ ઈન્ડીયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઇ હતી. સૌથી ખરાબ સ્થિતી સનરાઇઝર્સ હૈદરાબાદની હતી તેણે 7 માંથી માત્ર 1 મેચ જીતી હતી. તેને આ જીત પંજાબ કિંગ્સ સામે મળી, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડીયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે તેને હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઈન્ડીયાથી બહાર રાખવાને લઈને હવે યુઝવેન્દ્ર ચહલનું પણ દર્દ છલકાયુ, સાથ આપવા બદલ પત્નિ ધનશ્રીનો આભાર માન્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">