IPL 2021: કેપ્ટન તરીકે ‘હિરો’ અને બેટીંગ કરવામાં ‘ઝીરો’, ધોની અને મોર્ગન બંનેની સ્થિતી કંઇક આવી છે

|

Oct 15, 2021 | 6:01 PM

IPL 2021 માં, CSK અને KKR ની રમત સંપૂર્ણપણે ઉલટી છે. જ્યારે ચેન્નાઈ શરૂઆતથી જ જબરદસ્ત રમ્યું અને ફાઇનલમાં પહોંચ્યું, KKR એ UAE માં બીજા હાફમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે.

IPL 2021: કેપ્ટન તરીકે હિરો અને બેટીંગ કરવામાં ઝીરો, ધોની અને મોર્ગન બંનેની સ્થિતી કંઇક આવી છે
Eoin Morgan-MS Dhoni

Follow us on

IPL 2021 ના ​​વિજેતાનો નિર્ણય આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામ સામે થશે. બંને ટીમો ભૂતકાળમાં પણ આ ટાઇટલ જીતી ચૂકી છે, તેથી તેમને દબાણ સંભાળવાનો ઘણો અનુભવ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપમાં ત્રણ વખત ચેમ્પિયન બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. વળી, આ ટીમ નવમી વખત ફાઇનલ રમવા જઈ રહી છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં બે વખત IPL ટ્રોફી જીતી હતી.

2014 પછી લગભગ સાત વર્ષ બાદ કોલકાતાની ટીમ હવે ફાઇનલમાં પહોંચી છે. આ વખતે ટીમનો કેપ્ટન ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગન (Eoin Morgan) છે. દુબઈના મેદાનમાં બંને ટીમો વચ્ચે આકરી ટક્કર જોવા મળી શકે છે. આઈપીએલમાં બંને ટીમોની રમત સંપૂર્ણપણે ઉલટી રહી છે. જ્યારે ચેન્નાઈ શરૂઆતથી જ સારું રમ્યું અને ફાઇનલમાં પહોંચ્યું છે. KKR એ UAE માં બીજા હાફમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતુ. ત્યાર પછી એલિમિનેટર અને ક્વોલિફાયર 2 દ્વારા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ફરી એક વખત ચેન્નાઇએ તેના એક યુવાન અને બાકીના ઉંમરલાયક ખેલાડીઓની તાકાત પર શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે KKR ને આ વખતે યુવા ખેલાડીઓએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેણે સિનીયર ખેલાડીઓના ખરાબ ફોર્મ પર પડદો પાડી દીધો હતો. પરંતુ એક વસ્તુ છે જે આ બંને ટીમોમાં સામાન્ય છે. આ સામાન્ય બાબત બંને ટીમના કેપ્ટન સાથે સંબંધિત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહેન્દ્ર સિંહ ધોની અને ઇયોન મોર્ગન બંનેની હાલત આ વખતે બગડેલી છે. બંનેના તરફથી રન બનતા નથી. આ કારણે, CSK અને KKR ને પણ ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસપ્રદ વાત એ છે કે ધોની અને મોર્ગન બંને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પણ છે. હવે દરેકની નજર આઈપીએલની ફાઇનલમાં તે બંને બેટિંગ સાથે કમાલ કરે છે કે કેમ તેના પર રહેશે.

મોર્ગનનુ સિઝનમાં પ્રદર્શન

ઇયોન મોર્ગને IPL 2021 માં 16 મેચ રમી છે અને 15 ઇનિંગ્સમાં 129 રન બનાવ્યા છે. તેની રન-સ્કોરિંગ એવરેજ 11.72 છે જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 98.47 છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 47 છે. આ સિઝનમાં તે ખાતું ખોલાવ્યા વગર ચાર વખત આઉટ થયો છે. કેકેઆરની ટીમમાં રન ફટકારવામાં તે સાતમા નંબરે છે. તે આ સિઝનમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. 15 ઇનિંગ્સમાં અડધાથી વધુમાં, તે ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી.

ધોનીનુ સિઝનમાં પ્રદર્શન

મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેણે પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઇનિંગ રમીને ટીમને જીતાડી હતી. પરંતુ તે પહેલા તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે આ સિઝનમાં 15 મેચની 11 ઇનિંગ્સમાં 114 રન બનાવ્યા હતા. તેની રન-સ્કોરિંગ એવરેજ 16.28 અને સ્ટ્રાઇક રેટ 106.54 છે. 18 અણનમ તેનો સર્વોચ્ચ સ્કોર છે. તે એક વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. CSK ની ટીમમાં રન બનાવનાર બેટ્સમેનોમાં તે સાતમા સ્થાને છે.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા

 

 

 

 

Published On - 5:41 pm, Fri, 15 October 21

Next Article