IPL 2021: દિનેશ કાર્તિક સહેજ માટે મોટી ઘાત ટળી, ઋષભ પંતે ખતરનાક રીતે બેટ ગુમાવતા કાર્તિક ઘાયલ થતા માંડ બચ્યો
ઋષભ પંત (Rishabh Pant) ની આ ક્રિયાએ મેદાન પર બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ નસીબે સાથ આપતા કે મેચ દરમ્યાન કોઈ મોટો અકસ્માત થયો ન હતો
IPL 2021 સીઝન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે ખૂબ સારી રહી છે. ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમાં ટીમ સતત જીતી રહી છે અને પ્રથમ કે બીજા સ્થાને પોતાની જાતને જાળવી રાખી છે. આવી સ્થિતિમાં આ ટીમ સામે રમવું કોઈ માટે પણ સરળ નથી. જો કે, કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે, મંગળવારે 28 સપ્ટેમ્બરના રોજ, બાજી ઉલટતી જોવા મળી હતી. કોલકાતાના બોલરોએ ઝડપથી દિલ્હીના બેટ્સમેનોને પેવેલિયન પરત કર્યા.
ટીમના કેપ્ટન ઋષભ પંત પાસેથી ધમાલની અપેક્ષા હતી, પરંતુ તે પણ તે કરી શક્યો નહીં. પંત, જે સામાન્ય રીતે તેની બેટિંગથી બોલરોને ડરાવે છે, તેણે કોલકત્તાના વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Karthik) ને આશ્ચર્યમાં મુકી દીધો હતો.
શારજાહમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. દરમિયાન, ક્રિઝ પર આવેલા કેપ્ટન ઋષભ પંત ટીમ માટે રન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પછી પંતના એક કૃત્યએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. 17 મી ઓવરમાં પંતે એવી રીતે બેટ ચલાવ્યું, જે વિકેટકીપર દિનેશ કાર્તિક માટે જીવલેણ સાબિત થઈ શક્યું હોત. મેદાનમાં મોટો અકસ્માત સર્જી શકતો, પણ નસીબે કાર્તિક અને પંત બંનેનો સાથ આપ્યો હતો.
પંતે બેટ ચલાવ્યુ, કાર્તિક બચી ગયો
વાસ્તવમાં કંઈક એવું થયું કે, પંત વરુણ ચક્રવર્તીનો પહેલો બોલ ચલાવવા માંગતો હતો. પરંતુ બેટના તળિયે ફટકાર્યા બાદ બોલ સ્ટમ્પ તરફ આવવા લાગ્યો. વિકેટકીપર કાર્તિક બોલને પકડવા માટે આગળ ઝૂક્યો, પરંતુ એ જ સમયે, પંતે બોલને રોકવા માટે ખતરનાક રીતે બેટને પાછળની તરફ ફેરવ્યું. પંતનું બેટ એટલું ઝડપથી આવ્યું કે કાર્તિકને સંભાળવાની તક મળી નહીં. પરંતુ નસીબે કાર્તિકને નસીબે સાથ પૂર્યો અને કાર્તિકના હેલ્મેટથી થોડા સેન્ટીમીટર દૂર ઋષભનું બેટ નિકળ્યુ હતુ.
Rishabh Pant and Dinesh Karthik near miss 😯 🎥 Credits : @DisneyPlusHS pic.twitter.com/WeHxKbZSyD
— Phoenix 🇮🇳 (@Phoenix09004) September 28, 2021
થોડીક સેકન્ડમાં બનેલી આ ઘટના પછી, કાર્તિક પાછળની તરફ વળ્યો. પંતે તેની પાસે જઈને માફી માંગી અને બંને ખેલાડીઓએ રાહતનો શ્વાસ લીધો અને પછી તેના પર હસવા લાગ્યા.
દિલ્હીની બેટિંગની ખરાબ હાલત
જોકે, આ ઇનિંગ્સ દિલ્હી કેપિટલ્સ માટે બહુ રાહત વાળી સાબિત થઈ ન હતી. UAE માં ઉત્કૃષ્ટ ફોર્મમાં દેખાઈ રહેલી KKR ફરી એકવાર શાનદાર બોલિંગ કરી અને દિલ્હી કેપિટલ્સને 20 ઓવરમાં માત્ર 127 રન સુધી મર્યાદિત કરી દીધી. સ્ટીવ સ્મિથ અને પંતે દિલ્હી તરફથી 39-39 રન બનાવ્યા હતા. શિખર ધવને 24 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી.