IPL 2021: ધોની એ 150 મી વખત જીત્યો ટોસ, દિલ્હીની ટીમમાં એક ફેરફાર, જાણો CSK vs DC મેચની પ્લેયીંગ ઇલેવન

|

Oct 10, 2021 | 7:32 PM

IPL-2021 માં,પ્લેઓફનો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ ક્વોલિફાયરમાં ધોની (Dhoni) ની ચેન્નાઈ અને પંતની દિલ્હી વચ્ચે ટક્કર થઇ રહી છે.

IPL 2021: ધોની એ 150 મી વખત જીત્યો ટોસ, દિલ્હીની ટીમમાં એક ફેરફાર, જાણો CSK vs DC મેચની પ્લેયીંગ ઇલેવન
MS Dhoni-Rishabh Pant

Follow us on

IPL 2021 માં આજથી પ્લેઓફ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને ત્રણ વખતના વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ક્વોલિફાયર-1 માં સામ સામે છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે.

જ્યારે આજે હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. આ મેચ હાર્યા બાદ, તે એલિમિનેટર મેચ જીત્યા બાદ આવનારી ટીમ સામે બીજા ક્વોલિફાયરમાં જશે. એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થશે.

ધોનીએ T20 માં 150 ટોસ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ચેન્નાઈએ તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. ધોની એ જ ટીમ સાથે આવ્યો છે જે પંજાબ કિંગ્સ સામે રમ્યો હતો. એટલે કે સુરેશ રૈના (Suresh Raina) આ મેચમાં પણ પાછો ફર્યો નથી અને રોબિન ઉથપ્પાને જાળવી રાખવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીની ટીમમાં એક ફેરફાર

દિલ્હીએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. રિપલ પટેલના સ્થાને ટોમ કરનને ટીમમાં સ્થાન મળ્યું છે. ટોમ કરને આ સિઝનમાં ત્રણ મેચ રમી છે અને માત્ર એક વિકેટ લીધી છે. જ્યારે તેના બેટમાંથી 127 રન આવ્યા છે, જેમાં તેણે અડધી સદી પણ ફટકારી છે. તેણે 54 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીની ટીમ આશા રાખશે કે, કુરન તેમની ટીમમાં માર્કસ સ્ટોઈનિસની જગ્યા ભરી દેશે.

 

આવી છે બંને ટીમો

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, શિમરોન હેટમાયર, ટોમ કરન, અક્ષર પટેલ, આર. અશ્વિન, કાગીસો રબાડા, આવેશ ખાન અને એનરિક નોર્ત્જે.

ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન-વિકેટકીપર), રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસીસ, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, મોઈન અલી અને જોશ હેઝલવુડ.

 

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !

 

Published On - 7:28 pm, Sun, 10 October 21

Next Article