IPL 2021: ધોનીએ ઋતુરાજ ગાયકવાડને લઇને કર્યો ખુલાસો, રમતને લઇ તેના મગજને સતત વાંચતો રહેતો હતો

|

Oct 11, 2021 | 10:02 AM

IPL 2021 ના ​​પ્રથમ ક્વોલિફાયરમાં ધોની (Dhoni) ની સુપર કિંગ્સે ઋષભ પંત (Rishabh Pant) ની દિલ્હીને 4 વિકેટે હરાવી દિધુ હતુ. પીળી જર્સી સાથે આ ટીમની જીતમાં તેના ઓપનર ઋતુરાજ ગાયકવાડની ભૂમિકા મહત્વની હતી.

IPL 2021: ધોનીએ ઋતુરાજ ગાયકવાડને લઇને કર્યો ખુલાસો, રમતને લઇ તેના મગજને સતત વાંચતો રહેતો હતો
MS Dhoni

Follow us on

IPL 2021 ના ​​પહેલા ક્વોલિફાયરમાં ધોનીની સુપર કિંગ્સે ઋષભ પંતની દિલ્હીને 4 વિકેટે હરાવી હતી. યલો જર્સી સાથે આ ટીમના વિજયમાં તેના ઓપનર ઋતુરાજ ગાયકવાડે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેણે 50 બોલમાં 70 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. ગાયકવાડને તેની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

મેચ પૂરી થયા બાદ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને ફાઇનલની ટિકિટ મળી ત્યારે તેના કેપ્ટન ધોનીએ એક મોટી વાતનો ખુલાસો કર્યો. તેણે પોતાની અને ગાયકવાડ વચ્ચેની વાતચીત અંગેનો આ ખુલાસો કર્યો હતો. ધોનીએ કહ્યું, જ્યારે પણ હું અને ઋતુરાજ વાત કરીએ છીએ, તે માત્ર એક સામાન્ય વાતચીત હોય છે. પરંતુ, તે સમય દરમ્યાન મારો ઉદ્દેશ તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનું હોય છે. તે શું વિચારી રહ્યો છે? ઋતુરાજ આવો જ ખેલાડી છે જે 20 ઓવર સુધી બેટિંગ કરવાનું પસંદ કરે છે. મને એ જોઈને આનંદ થયો કે તેની રમતમાં ઘણો સુધારો થયો છે.

ઋતુરાજે તેની સફળતાનો શ્રેય પણ ધોનીને આપ્યો

ઋતુરાજે ધોનીને તેની સફળતાનો શ્રેય પણ આપ્યો છે. તેણે કહ્યું કે તેઓ હંમેશા મને પ્રોત્સાહિત કરે છે. જે મને વધુ સારી રીતે રમવા માટે પ્રેરિત કરે છે. તેઓ મને દરેક મેચ વિશે એક જ વાત કહે છે, જાઓ અને રમત પૂરી કરો. ધોનીના આત્મવિશ્વાસની અસર ઋતુરાજના પ્રદર્શન પર પણ દેખાઈ રહી છે. અને, આનો પુરાવો એ છે કે, મને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઋતુરાજ મેન ઓફ ધ મેચ જીતવામાં નિષ્ણાત છે

UAEમાં સૌથી વધુ 6 મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. તેના પછી માઈક હસી બીજો ખેલાડી છે, જે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ 4 મેન ઓફ ધ મેચ જીત્યો છે. ઋતુરાજ IPL 2021 માં ઓરેન્જ કેપ (Orange Cap) જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ફાફ ડુ પ્લેસિસ સાથે તેણે ઓપનીંગ જોડી તરીકે આઈપીએલ 2021 માં ખૂબ કમાલ કર્યો છે. તે પ્રથમ આવી ઓપનિંગ જોડી બની છે, જેના બેટ્સમેનોએ એક સિઝનમાં 5 અથવા વધુ અડધી સદી ફટકારી છે.

 

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

Next Article