IPL 2021: ધોની અને તેની ટીમે ફુટબોલ રમીને આનંદ લીધો તો મુંબઈની ટીમ પાણી વોલીબોલ રમી, જુઓ VIDEO

|

Aug 21, 2021 | 4:48 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તેના ખેલાડીઓ એ બોલ, બેટ અને ફિલ્ડિંગ એમ રમતના ત્રણેય વિભાગમાં હાથ અજમાવવાનો શરુ કર્યો છે.

IPL 2021: ધોની અને તેની ટીમે ફુટબોલ રમીને આનંદ લીધો તો મુંબઈની ટીમ પાણી વોલીબોલ રમી, જુઓ VIDEO
MS Dhoni-Team Mumbai Indians

Follow us on

IPL 2021 માટે બાકીની ટીમો આ મહિનાના અંત સુધીમાં UAE માટે રવાના થશે. ત્યાં હાલમાં 2 ટીમો છે, જે પહેલાથી જ ત્યાં પહોંચી ચૂકી છે. તેમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને બીજી મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) છે. ચેન્નઈનું પ્રથમ જૂથ ભારતથી સીધું દુબઈ પહોંચ્યું છે. જ્યારે મુંબઈનું જૂથ અબુધાબી પહોંચી ચુક્યુ છે. બંને ટીમોનો ક્વોરન્ટાઈન તબક્કો પણ સમાપ્ત થઈ ગયો છે. એટલે કે, તે પ્રેક્ટિસ માટે પણ તૈયાર છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તેના ખેલાડીઓ એ બોલ, બેટ અને ફિલ્ડિંગ એમ રમતના ત્રણેય વિભાગમાં હાથ અજમાવવાનો શરુ કર્યો છે. ધોની અને રૈના જેવા ધુંરધરો નેટ્સ પર બેટ સાથે જોવા મળ્યા હતા, જ્યારે ઋતુરાજ જેવા યુવા પણ જોવા મળ્યા હતા.

 

 

ક્રિકેટથી મન ભરાઈ જતા CSKના ખેલાડીઓએ, માનસિક ફિટ અને ફ્રેશ રેહવા માટે ફૂટબોલ રમીને બીજા દિવસની તાલીમની શરૂઆત કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ટ્વીટર હેન્ડલ પરથી 3-4 તસવીરો શેર કરી છે. જેમાં એમએસ ધોની અને તેના સાથી ખેલાડીઓ ફૂટબોલને કીક કરતા જોવા મળે છે. દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં ચેન્નઈ સુપર કિંગ્સની પ્રેક્ટિસ ચાલી રહી છે.

 

યલો ટીમના ખેલાડીઓએ દુબઈમાં ફૂટબોલ રમી રહ્યા છે તો અબુધાબીમાં મુંબઈ ઈન્ડીયન્સના ખેલાડીઓ પાણીમાં વોલીબોલ રમતા નજર આવ્યા હતા. વોલીબોલ રમવામાં મશગૂલ જોવા મળેલા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ઈશાન કિશન, પિયુષ ચાવલા, આદિત્ય તારે અને ધવન કુલકર્ણીનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડીયન્સે આ બધાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

 

IPL 2021નો બીજો તબક્કો આ બે ટીમો વચ્ચેની મેચથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ તબક્કા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડીયન્સ તેની પાછળ છે.

 

આ પણ વાંચોઃ Rashid Khan: મેચમા ના વિકેટ ઝડપી કે ના બેટ ચલાવી શક્યો, ટીમ હારી ગઇ છતાં રાશિદ ખાન આ કારણથી છવાઇ ગયો

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝ ટેસ્ટમાં કેએલ રાહુલ પર રહેશે નજર, ફોર્મ જાળવી રાખશે તો ઇંગ્લેન્ડ પર રહેશે આ કારણથી ભારે

Next Article