AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સે રાહુલની શાનદાર રમતે ચેન્નાઇ સુપર કિંગ્સને કચડ્યુ, 6 વિકેટે પંજાબનો વિજય

પંજાબ કિંગ્સ (Punjab Kings) એ દમદાર પ્રદર્શન વડે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને હરાવી આશાઓને જીવંત રાખી.

IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સે રાહુલની શાનદાર રમતે ચેન્નાઇ સુપર કિંગ્સને કચડ્યુ, 6 વિકેટે પંજાબનો વિજય
KL Rahul-Mayank Agarwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 7:15 PM
Share

IPL 2021 ના પ્લેઓફમાં પંજાબ કિંગ્સે (Punjab Kings) તેની આશાઓને જીવંત રાખી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ વચ્ચે આ ટક્કર થઇ હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને ટીમ ધોની (MS Dhoni) ને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઇ ની ટીમને પંજાબના બોલરોએ મુશ્કેલીમાં મુકી દીધી હતી. પંજાબનો જુસ્સો પહેલા ફિલ્ડીંગમાં અને બાદમાં બેટીંગમાં જોવા મળ્યો હતો. 20 ઓવરના અંતે ચેન્નાઇ એ 6 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા. જવાબમાં કેએલ રાહુલની ફિફટી વડે (KL Rahul) મેચને જીતી લીધી હતી.

પંજાબ કિંગ્સની બેટીંગ

કેપ્ટન કેએલ રાહુલે શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 98 રનની નોટ આઉટ ઇનીંગ રમી હતી. તેણે 42 બોલમાં જ 98 રન કર્યા હતા. તેણે 8 છગ્ગા તેની ઇનીંગ દરમ્યાન લગાવ્યા હતા. જ્યારે 7 ચોગ્ગા લગાવ્યા હતા. તેની આ ઇનીંગે જ પંજાબ કિંગ્સને શાનદાર જીત લખી હતી. મયંક અગ્રવાલ 12 બોલમાં 12 રન કર્યા હતા. સરફરાજ ખાને 3 બોલમાં શૂન્ય રન કર્યા હતા. શાહરુખ ખાને 10 બોલમાં 8 રન કર્યા હતા. જ્યારે એઇડન માર્કરમે 8 બોલમાં 13 રન કર્યા હતા. મોઇસિસ હેનરિક્સ અણનમ 3 બોલમાં 3 રન કર્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

દિપક ચાહર પંજાબના બેટ્સમેન ખાસ કરીને રાહુલ સામે લાચાર સ્થિતીમાં હતો. તેણે 12 ની ઇકોનોમી થી 4 ઓવરમાં 48 રન લુટાવ્યા હતા. 1 વિકેટ તેણે ઝડપી હતી. શાર્દૂલ ઠાકુર ચેન્નાઇ માટે આ સ્થિતીમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં 28 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા. ડ્વેન બ્રાવો 2 ઓવરમાં 32 રન ગુમાવ્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

ટોસ હારીને મેદાને આવેલી ચેન્નાઇની ટીમ માટે રન બનાવવા આજે મુશ્કેલ લાગી રહ્યા હતા. ઓપનર ફાફ ડુ પ્લેસિસ સિવાય બેટ્સમેનો જાણે કે નિષ્ફળ નિવડી રહ્યા હતા. વન મેન આર્મી તેણે ટીમના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, રોબિન ઉથપ્પા, રાયડૂ અને ધોની ફ્લોપ રહ્યા હતા.

ફાફ ડુ પ્લેસિસે 55 બોલમાં 76 રન કર્યા હતા. તેણે જબરદસ્ત ઇનીંગ રમીને ચેન્નાઇને સન્માનજનક સ્કોરે પહોંચાડવાની જવાબદારી પોતાના ખભે એકલા હાથે નિભાવી હતી. આ દરમ્યાન તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ગાયકવાડે માત્ર 12 જ રન કરીને પ્રથમ વિકેટના રુપમાં ટીમના 18 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોઇન અલી શૂન્ય પર આઉટ થયો હતો.

રોબિન ઉથપ્પા એ માત્ર 2 રન કર્યા હતા. અંબાતી રાયડૂ એ 5 બોલમાં 4 રન કર્યા હતા. 15 બોલમાં 12 રન કર્યા હતા. 61 રન ના સ્કોર પર જ ટીમ 12 ઓવર અંતે 6 વિકેટ ગુમાવી ચુકી હતી. રવિન્દ્ર જાડેજાએ અણનમ 17 બોલમાં 15 રન કર્યા હતા. ડ્વેન બ્રાવોએ 2 બોલમાં 4 રન કર્યા હતાય. આમ 6 વિકેટ ગુમાવીને 134 રન નોંધાવ્યા હતા.

પંજાબ કિંગ્સ બોલીંગ

અર્શદિપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ક્રિશ જોર્ડને 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રાર 22 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs PAK: પાકિસ્તાની ક્રિકેટરને ટીપ્પણી કરવી ભારે પડી ગઇ, મુનાફ પટેલે એવો સણસણતો જવાબ આપ્યો કે બોલતી બંધ થઇ ગઇ!

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલી સચિનનો 100 મી સદીનો રેકોર્ડ તોડી શકશે ? રિકી પોન્ટીંગના રેકોર્ડથી માત્ર 1 જ પગલુ દૂર

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">