IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સને મોટો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા વિના જ ચેન્નાઇ સામે મુંબઇ ઇન્ડીયન્સની ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં નહી

|

Sep 19, 2021 | 7:43 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં કિયરોન પોલાર્ડ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમના કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે.

IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સને મોટો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા વિના જ ચેન્નાઇ સામે મુંબઇ ઇન્ડીયન્સની ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં નહી
rohit sharma

Follow us on

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટીમ રવિવારે બીજા તબક્કાની પોતાની પ્રથમ મેચમાં, તેમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિના જ મેદાને ઉતરી છે. રોહિત શર્મા થોડા દિવસ પહેલા માન્ચેસ્ટરથી અબુ ધાબી પહોંચ્યો હતો. જોકે, પ્રથમ મેચ માટે રોહિત સંપૂર્ણપણે ફિટ નથી અને તેથી જ તે મેદાન પર આવી શક્યો નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ મેદાને ઉતર્યો નથી. વિસ્ફોટક બેટ્સમેન કિયરોન પોલાર્ડ (Kieron Pollard) ને રોહિત શર્માની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે ભૂમિકા નિભાવી રહ્યો છે.

કોરોનાને કારણે IPL 2021 મુલતવી રાખવામાં આવી હતી. આ પછી, રવિવારે ફરી લીગ શરૂ થઈ, જેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Mumbai Indians vs Chennai Super Kings)વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચને IPL ની ‘અલ ક્લાસિકો’ કહેવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોહિતની જગ્યાએ પોલાર્ડને કેપ્ટનશીપ મળી

મેચની શરૂઆત પહેલા જ્યારે કેપ્ટનોને ટોસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડીયન્સના સ્ટાર કિયરોન પોલાર્ડને બહાર આવતા ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કિયરોને ટોસ હાર્યા બાદ રોહિત શર્માની તબિયત અંગે અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું, ‘રોહિતની તબિયત આજે નહીં તો કાલે ઠીક રહેશે. આજ માટે હું ટીમનો કેપ્ટન છું.

હાર્દિક પણ નથી

અનમોલપ્રીત સિંહને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મુંબઈ માટે ડેબ્યૂ કરી રહ્યો છે. આ સિવાય મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) નથી. જસપ્રિત બુમરાહ મુંબઈ માટે આ મેચ રમી રહ્યો છે. આ તેની IPL ની 100 મી મેચ હશે. તેણે અત્યાર સુધી આઈપીએલમાં 99 મેચ રમી છે અને 115 વિકેટ લીધી છે. તે મુંબઈનો મહત્વનો બોલર છે.

 

આ પણ વાંચોઃ Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ IPL 2021: CSK vs MI વચ્ચેની મેચોમાં આ બેટ્સમેનો રન ખડકવામાં મચાવી ચૂક્યા છે તોફાન, જાણો કોણ છે આગળ

Published On - 7:39 pm, Sun, 19 September 21

Next Article