IPL 2021: મુંબઈ ઈન્ડીયન્સનો ટાઈટલ હેટ્રીક જીતવાનો પ્રયાસ! UAEમાં આ દિગ્ગજનો મળ્યો સાથ

|

Sep 12, 2021 | 10:52 PM

મુંબઈ ઈન્ડીયન્સે 2019 અને 2020માં આઈપીએલનું ટાઈટલ જીત્યુ હતુ. હવે આ વખતે ટાઈટલની હેટ્રીક મેળવવા પૂરો દમ લગાવી દેશે.

IPL 2021: મુંબઈ ઈન્ડીયન્સનો ટાઈટલ હેટ્રીક જીતવાનો પ્રયાસ! UAEમાં આ દિગ્ગજનો મળ્યો સાથ
Mumbai Indians

Follow us on

ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના ઈતિહાસની સૌથી સફળ ટીમોની વાત કરીએ તો મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)નું નામ ટોચ પર આવશે. રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વવાળી આ ટીમે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. તે વર્તમાન વિજેતા છે અને આ વખતે પણ ટાઈટલ માટે દાવેદાર છે. મુંબઈનો પ્રયાસ આ વખતે ટાઈટલ હેટ્રિક જીતવાનો રહેશે.

 

2019 અને 2020માં ખિતાબ જીત્યા પછી જો તેઓ IPL-2021નું ટાઈટલ પણ જીતી લે તો તેઓ લીગના ઈતિહાસમાં ટાઈટલ હેટ્રિક ફટકારનાર પ્રથમ ટીમ બની જશે. આ માટે તે તૈયારી કરી રહી છે. ટીમ કોઈ કસર છોડવા માંગતી નથી અને ભલે થોડી કસર બાકી હોય, તે વર્તમાન સિઝનના બીજા તબક્કામાં પૂર્ણ થઈ શકે છે. કારણ કે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મુંબઈ ઈન્ડીયન્સ સાથે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) જોડાઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ફ્રેન્ચાઈઝીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ માહિતી આપી છે. ફ્રેન્ચાઈઝીએ સૂટકેસનો ફોટો પોસ્ટ કર્યો છે. જે વાદળી રંગની છે અને તેના પર મુંબઈ ઈન્ડીયન્સનો લોગો છે. આ લોગોની નીચે સચિનનું નામ લખેલું છે. આ એક સંકેત છે કે સચિન યુએઈમાં મુંબઈ સાથે હશે.

 

IPL-2021 ભારતમાં એપ્રિલ-મેમાં આયોજીત કરવામાં આવી રહી હતી. પરંતુ લીગના બાયો બબલમાં કોરોનાની ઘૂસણખોરીને કારણે મેના પ્રથમ સપ્તાહમાં તેને રોકી દેવામાં આવી હતી. હવે લીગની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે. લીગની ફાઈનલ 15 ઓક્ટોબરે રમાશે.

 

IPL 2020માં સાથે નહોતા

સચિને IPLની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડીયન્સ માટે એક ખેલાડી તરીકે ક્રિકેટ રમ્યા હતા. તે 2008થી 2011 સુધી ટીમના કેપ્ટન પણ હતા. 2013માં જ્યારે ટીમે પ્રથમ વખત ટાઈટલ જીત્યું ત્યારે તે ટીમનો ભાગ હતા. નિવૃત્ત થયા પછી પણ તેઓ મુંબઈ સાથે સપોર્ટ સ્ટાફમાં રહ્યા. જોકે છેલ્લી સિઝનમાં તે ટીમ સાથે નહોતા. અગાઉની સિઝન કોવિડને કારણે ભારતમાં રમાઈ ન હતી અને તેનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું.

 

સચિન ગત સિઝનમાં ટીમ સાથે UAE ગયો ન હતો. જોકે, ટાઈટલ જીતવામાં મુંબઈ સફળ રહ્યું હતું. તેણે પ્રથમ વખત લીગની ફાઈનલમાં પહોંચનાર દિલ્હી કેપિટલ્સને હરાવીને પાંચમી વખત ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે અને હેટ્રિક ફટકારશે. આમાં સચિનને રાખવાથી ટીમને મદદ મળશે.

 

આખી દુનિયા જાણે છે કે સચિનને ​​કેટલો અનુભવ છે અને મુંબઈ તેનો પૂરેપૂરો લાભ લેવા માંગે છે. આ વખતે મુંબઈ પણ સચિનના પુત્ર અર્જુન તેંડુલકરની સાથે જોડાયું છે. તે ટીમ સાથે યુએઈ પહોંચી ગયો છે. અર્જૂને જોકે હજૂ સુધી ડેબ્યૂ નથી કર્યુ. પોતાના પિતાની સાથે રહેવાથી અર્જૂનને પણ નિશ્વિત રુપે મદદ મળશે.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી

 

આ પણ વાંચોઃ PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

Next Article