IPL 2021: હરાજીમાં સામેલ થશે 292 ખેલાડીઓ, BCCIએ જાહેર કર્યું લિસ્ટ

IPL-2021 ની હરાજી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં કુલ 292 ખેલાડીઓને સામેલ કરાયા છે.

  • Tv9 Webdesk18
  • Published On - 19:14 PM, 17 Feb 2021
IPL 2021: હરાજીમાં સામેલ થશે 292 ખેલાડીઓ, BCCIએ જાહેર કર્યું લિસ્ટ
IPL 2021: auction

IPL 2021 સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. હરાજીમાં કુલ 292 ખેલાડીઓ આવશે. જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની 8 ટીમોએ આ વખતે 139 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે 57 ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ 196.6 કરોડ રૂપિયા દાવ પર હશે.

કેટલા ખેલાડીઓ ભાગ લેશે
292 ખેલાડીઓ 61 ખાલી જગ્યાઓ માટે ભાગ લેશે. આઈપીએલ 2021ની હરાજી માટે કુલ 1114 ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ શોર્ટ લિસ્ટ કરીને 292 ખેલાડીઓને ફાઇનલ કર્યા છે. જેમાં કુલ 11 જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે.

વધુમાં વધુ 61 ખેલાડીઓ દાવ પર

તમામ ફ્રેન્ચાઇઝી પોતાનો કોટો પૂરો કરવા ઈચ્છે છે અને તે માટે કુલ 61 ખેલાડીઓની જરૂર હશે. જો ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં વધુ 25 ખેલાડીઓ હોય છે તો 61 ખેલાડીઓને લેવામાં આવશે. જેમાંથી 22 સુધી વિદેશી ખેલાડી હોય શકે છે.

રજીસ્ટ્રેડ થયેલા ખેલાડીઓની શ્રેણી આ પ્રકારે છે.
કેપ્ડ ભારતીય (21 ખેલાડી)
કેપ્ડ ઇન્ટરનેશનલ (186 ખેલાડી)
એસોસિએટ (27 ખેલાડી)
અનકેપ્ડ ભારતીય ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (50 ખેલાડી)
વિદેશી અનકેપ્ડ ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (2 ખેલાડી)
અનકેપ્ટ ભારતીય (743 ખેલાડી)
અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી (68 ખેલાડી)