AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની બે ક્રિકેટ ટીમો એક સાથે મેદાન પર ઉતરી શકે છેઃ રિપોર્ટ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમ્યાન ભારત પોતાની બી ટીમ મેદાન પર ઉતારી શકે છેઃ સુત્ર

ભારતની બે ક્રિકેટ ટીમો એક સાથે મેદાન પર ઉતરી શકે છેઃ રિપોર્ટ
Team India (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:10 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) નો કાર્યક્રમ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા ઘણો વ્યસ્ત છે. હાલમાં જ મળી રહેલ માહિતી પ્રમાણે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમ વધુ ત્રણ પ્રવાસ કરશે અને આ કારણે હવે ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ વધુ વ્યસ્ત થઇ ગયો છે. આ કારણથી ભારતની બે ટીમો તૈયાર કરવામાં આવી શકે છે. આ પહેલા પણ જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડના (England Cricket) પ્રવાસ પર હતી ત્યારે ભારતી બીજી ટીમ શ્રીલંકાના પ્રવાસે પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે બીસીસીઆઈએ વર્લ્ડ કપથી પહેલા વધુ ત્રણ વિદેશ પ્રવાસનો પ્લાન ઘડ્યો છે. આ સીરિઝ જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ અને ટી20 વર્લ્ડ કપ પહેલા રમાશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર આયરલેન્ડ સામે એક માત્ર ટી20 મેચ રમાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ વેસ્ટ ઇન્ડિઝ માટે રવાના થઇ જશે. ત્યારબાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે અને ત્યારબાદ યુએઈમાં એશિયા કપના આયોજનમાં ભાગ લેશે. ગત વર્ષે એશિયા કપનું આયોજન થયું ન હતું.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતની બીજી ટીમ જઇ શકે છેઃ સુત્ર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે બીસીસીઆઈના એક અધિકારીએ વાત કરતા જણાવ્યું કે, “બાયો-બબલની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ ગઇ છે. દરેક ખેલાડીનો કાર્યક્રમ વ્યસ્ત જણાઇ રહ્યો છે. તેમને ક્યારે બ્રેક લેવો છે તેના માટે સમય આપવામાં આવ્યો છે. એવું લાગે છે કે ભારતની બીજી ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. એક વિચાર પ્રમાણે એશિયા કપ એવી ટુર્નામેન્ટ હશે જ્યા ટી20 વર્લ્ડ કપથી પહેલા પોતાનું કોમ્બિનેશન તૈયાર કરવા માટે ભારત પોતાની પહેલી ટીમ ઉતરશે.”

તમને જણાવી દઇએ કે આઈપીએલ પછી સાઉથ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ સમય દરમ્યાન બંને દેશો વચ્ચે 9 જુનથી 19 જુન સુધી પાંચ ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. જુલાઈમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ બર્મિંગહામમાં એક ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ટીમ ત્રણ ટી20 અને ત્રણ વન-ડે પણ ઇંગ્લેન્ડ સામે રમશે. અંતિમ વન-ડે મેચ 17 જુલાઈના રોજ રમાશે.

આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા માટે ભારતને રોકવું અશક્ય, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ‘અજેય’ છે, જાણો સંપૂર્ણ રેકોર્ડ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">