IND vs SL: IPLમાંથી હજારો કરોડની કમાણી કરનાર BCCI પાસે ભારતીય મહિલા ટીમની સિરીઝ બતાવવાની તાકાત નથી!

|

Jun 21, 2022 | 4:45 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ ટી 20 અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમવાની છે, જેની શરુઆત ગુરુવારથી થવાની છે. પરંતુ અત્યાર સુધી આ સિરીઝ માટે બ્રોડકાસ્ટ મળ્યા નથી.

IND vs SL: IPLમાંથી હજારો કરોડની કમાણી કરનાર BCCI પાસે ભારતીય મહિલા ટીમની સિરીઝ બતાવવાની તાકાત નથી!
મિતાલી રાજના સંન્યાસ બાદ ભારતીય ટીમ પ્રથમ વખત વનડે સિરીઝ રમવા ઉતરશે
Image Credit source: BCCI

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું હાંસલ કર્યું છે. ખેલાડીઓએ તેની રમતથી ચાહકોનું દિલ જીત્યું છે ધીમે ધીમે ટીમની ફેન ફોલોઈંગ ખુબ વધી ગઈ છે આ કારણે (BCCI) મહિલા આઈપીએલ રમાડવાની જાહેરાત કરી છે. એક બાજુ (BCCI) મહિલા આઈપીએલ રમાડવાનું આયોજનનું પ્લાનિંગ કરી રહી છે તો બીજી બાજુ મહિલા ટીમના શ્રીલંકા પ્રવાસ (India vs Sri Lanka) માટે બ્રોડકાસ્ટર્સ પણ મળતા નથી, જો બોર્ડ આઈપીએલથી કરોડો રુપિયા કમાય છે તો તેના માટે દ્વિપક્ષીય સિરીઝ માટે બ્રોડકાસ્ટ શોધવા અધરા છે.

ભારત 23 જૂનથી પ્રવાસ શરુ કરશે

ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 23 જૂનથી ટી 20 સીરિઝની શરુઆત થશે. સિરીઝની છેલ્લી મેચ 25 અને 27 જૂનના રોજ રમાશે, ત્યારબાદ વનડે સિરીઝની શરુઆત થશે. વનડે સિરીઝની પ્રથમ મેચ પલ્લેકલમાં 1 જૂલાઈના રોજ રમાશે, ત્યારબાદ વનડે મેચ 4 જૂલાઈ અને ત્રીજા વનડે 7 જૂલાઈના રોજ રમાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બીસીસીઆઈ અને એસએલવીને નથી મળી રહ્યા બ્રોડકાસ્ટર

2 દિવસ બાદ ભારત શ્રીલંકાના પ્રવાસની શરુઆત કરશે પરંતુ અત્યાર સુધી આ સિરીઝ બ્રોડકાસ્ટર મળી રહ્યા નથી. શ્રીલંકા ક્રિકેટના સીઈઓ ડેસિલ્વાએ કહ્યું અમે અત્યાર સુધી બ્રોડકાસ્ટર નક્કી કરી શક્યા નથી. અમે કોશિશ કરશું કે, યૂટ્યુબ પર તેની સ્ટ્રિમીંગ કરે, પુરુષ ટીમના શ્રીલંકા મેચ સોની નેટવર્ક પર લાઈવ કરવામાં આવશે પરંતુ સોનીએ તેના બીજા પ્રોગ્રામ શેડ્યુલ જાહેર કર્યું છે પરંતુ શેડ્યુલમાં ભારત-શ્રીલંકા વચ્ચે આ સિરીઝને સ્થાન મળ્યું નથી.

ભારતીય ટીમ કરશે નવી શરુઆત

આ સિરીઝ મહિલા ભારતીય ક્રિકેટ માટે ખુબ મહત્વની છે કારણ કે આ સિરીઝની સાથે એક નવા યુગની શરુઆત થઈ રહી છે. મિતાલી રાજના સંન્યાસ બાદ ભારતીય ટીમ પ્રથમ વખત વનડે સિરીઝ રમવા ઉતરશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત વનડે ટીમની કમાન સંભાળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક દિવસીય સિરીઝમાં આઈસીસી મહિલા ચેમ્પિયનશીપમાં તેની પ્રથમ મેચ રમશે. ટીમની નવી કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારી લઈ વર્ચુઅલ પ્રેસ કોન્ફરનેસ દરમિયાન કહ્યું મને લાગે છે કે, હવે મારા માટે કેટલીક વસ્તુ આસાન થઈ છે કારણ કે જ્યારે 2 કેપ્ટન હતા તો કેટલીક વસ્તુઓ સરળ ન હતી કારણ કે અમારા બંન્નેના વિચારો અલગ હતો.

Next Article