AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U-19 World Cup: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીતની ખુશીમાં મેદાન પર ઝૂમવા લાગી, જુઓ Video

ભારતીય યુવા મહિલા ટીમના ખેલાડીઓ ગજબના ઉત્સાહમાં હોય એ સ્વાભાવિક છે, ઐતિહાસિક જીત બાદ દક્ષિણ આફ્રિકામાં મેદાન પર બોલિવુડના મશૂહર ગીત પર ખેલાડીઓ ઝૂમ્યા હતા.

U-19 World Cup: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીતની ખુશીમાં મેદાન પર ઝૂમવા લાગી, જુઓ Video
women cricket team dance on kala chasma Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 11:38 PM
Share

ભારતીય યુવા મહિલા ખેલાડીઓએ જે કામ કર્યુ છે તેનાથી દેશ ભરની યુવતીઓ અને મહિલાઓ જ નહીં સૌ કોઈ ગર્વ લઈ રહ્યુ છે. દેશની દિકરીઓએ એ કામ કર્યુ છે, જે કમાલ કરવા માટે સિનિયર મહિલા ભારતીય ટીમ કરવા વર્ષોથી રાહ જોઈ રહ્યુ છે. ભારતને મહિલા વર્ગમાં પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બનવાનો મોકો ભારતીય યુવાન દિકરીઓએ અપાવ્યો છે. શેફાલી વર્માની કેપ્ટનશિપ ધરાવતી યુવા મહિલા ટીમે આઈસીસી અંડર 19 મહિલા વિશ્વકપ ટ્રોફી પોતાના નામે કરી છે. ફાઈનલ મેચમાં મજબૂત ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ભારતે ચેમ્પિયન ટાઈટલ મેળવ્યુ છે. જે ઐતિહાસિક જીત બાદ ભારતીય ખેલાડીઓએ ખૂબ જશ્ન મનાવ્યો હતો.

ભારતે ટોસ જીતીને પ્રથમ ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. શેફાલીએ બિછાવેલી જાળમાં મજબૂત ઈંગ્લીશ ટીમની બેટરો ફસાઈ ગઈ હતી અને એક બાદ અંગ્રેજ ખેલાડીઓ ક્રિઝ અને પેવેલિયન વચ્ચેનુ અંતર ઝડપથી માપવા લાગી હતી. ભારતીય મહિલા બોલરોએ આ માટે કમાલની બોલિંગ કરી હતી અને ચેમ્પિયન બનવાના મિજાજથી મેદાને ઉતરીને સફળતા મેળવી હતી. 68 રનમાં ઓલઆઉટ કરી ભારતે સરળતાથી લક્ષ્ય પાર કરી લીધુ હતુ.

ખૂબ મનાવ્યો જશ્ન

ઐતિહાસિક જીતની ખુશી પણ એવી જ હોય એ સ્વાભાવિક છે. ભારતીય મહિલા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાના મેદાનમાં પહેલા બોલ અને બાદમાં બેટથી ધમાલ મચાવ્યા બાદ જશ્નનો ધમાલ મચાવ્યો હતો. ટીમ ઈન્ડિયાની દિકરીઓએ બોલીવુડના જાણિતા ગીત પર ડાન્સ કર્યો હતો. કારા ચશ્મા ગીત પર ખૂબ ઉત્સાહથી યુવા ક્રિકેટરો ઝૂમવા લાગી હતી. મોટા ભાગની યુવા ખેલાડીઓ આ ડાન્સની ધમાલમાં સામેલ થઈ અને ગીતના અંત સુધી નાચવામાં લીન રહી હતી.

View this post on Instagram

A post shared by ICC (@icc)

રિશિતા બસુ. સૌમ્યા તિવારી ડાન્સ કરવામાં સૌથી આગળ રહી હતી. આ સિવાય તિતાસ સાધુ, પાર્શ્વી ચોપરાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. આ ઐતિહાસિક જીતની ચમક ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આખું મેદાન ધૂમ મચાવી દીધું હતું. આ ખેલાડીઓએ બાઉન્ડ્રી પર દર્શકોનું અભિવાદન કર્યું હતું. ટ્રોફી ઉપાડતી વખતે સમગ્ર ટીમનો ઉત્સાહ જોવા જેવો હતો. એક પછી એક ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા.

Follow Us
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">