U-19 World Cup 2022 માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, ભારતને પાંચમી વખત ચેમ્પિયન બનાવશે આ યુવા ખેલાડીઓ

|

Dec 19, 2021 | 8:03 PM

BCCIએ રવિવારે 19 ડિસેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરી. ટીમની કમાન દિલ્હીના યશ ઢૂલના હાથમાં છે. આ પહેલા દિલ્હીના જ વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ પણ અંડર 19 વિશ્વકપમાં ભારતની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

U-19 World Cup 2022 માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, ભારતને પાંચમી વખત ચેમ્પિયન બનાવશે આ યુવા ખેલાડીઓ
File Image

Follow us on

અંડર-19 વિશ્વકપ 2022 (ICC U-19 World Cup) માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIની જૂનિયર સિલેક્શન કમિટીએ યશ ઢુલની કેપ્ટનશીપમાં 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 4 વખત ચેમ્પિયન ભારત પાંચમી વખત ખિતાબ માટે દાવેદારી કરશે. ટૂર્નામેન્ટની શરૂઆત 14 જાન્યુઆરીથી વેસ્ટ ઈન્ડિઝમાં થશે. ભારતની પ્રથમ મેચ 15 જાન્યુઆરીએ સાઉથ આફ્રિકાની સામે થશે. ભારતે 2018માં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં છેલ્લે ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2020માં પ્રિયમ ગર્ગની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

BCCIએ રવિવારે 19 ડિસેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરી. ટીમની કમાન દિલ્હીના યશ ઢૂલના હાથમાં છે. આ પહેલા દિલ્હીના જ વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ પણ અંડર 19 વિશ્વકપમાં ભારતની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. આ બંનેની કેપ્ટનશીપમાં ભારતે ખિતાબ જીત્યો હતો. ઢુલ સહિત સમગ્ર ભારતીય ટીમ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહી છે. વિશ્વકપ પહેલા ટીમ યુએઈમાં એશિયા કપમાં ભાગ લેશે.

 

 

અંડર-19 વિશ્વકપ 2022 માટે ભારતીય ટીમ

વિશ્વકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં 17 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. એસકે રશીદ ટીમના વાઈસ કેપ્ટન રહેશે.

યશ ઢૂલ (કેપ્ટન), હરનુરસિંહ, અંગકૃષ રઘુવંશી, એસકે રશીદ (વાઈસ કેપ્ટન), નિશાંદ સિંઘુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના (વિકેટકીપર), આરાધ્ય યાદવ (વિકેટકીપર), રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હંગરગેકર, વાસુ વત્સ, વિકી ઓસ્ટવાલ, રવિકુમાર, ગર્વ સાંગવાન.

સ્ટેન્ડબાય ખેલાડી- રિષિત રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃતરાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ.

 

ગ્રુપ-બીમાં ભારતીય ટીમ

16 ટીમવાળી આ ટૂર્નામેન્ટમાં ચાર ગ્રુપ છે અને ભારતને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. ભારત સિવાય આ ગ્રુપમાં સાઉથ આફ્રિકા, આયરલેન્ડ અને યુગાન્ડા સામેલ છે. દરેક ગ્રુપમાં બે-બે ટીમ સુપર લીગ સ્ટેજમાં પહોંચી ખિતાબ જીતવા માટે દાવેદારી કરશે. ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે 15 જાન્યુઆરીએ છે. ટીમની બીજી મેચ 19 જાન્યુઆરીએ આયરલેન્ડ અને 22 જાન્યુઆરીએ યુગાન્ડાની સાથે છે.

 

પાંચમાં ખિતાબ માટે દાવેદારી

ભારત આ ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. 1988માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતે સૌથી વધારે 4 વખત ખિતાબ જીત્યો છે. પ્રથમવખત ભારતીય ટીમને 2000માં મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં સફળતા મળી હતી. ત્યારબાદ 2008માં વિરાટ કોહલી, 2012માં ઉન્મુક્ત ચંદ અને 2018માં પૃથ્વી શોએ ખિતાબ જીત્યો હતો. 2016 અને 2020માં ભારતીય ટીમ રનરઅપ રહી હતી. હવે પાંચમાં ખિતાબ માટે પ્રયાસ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ

Published On - 8:02 pm, Sun, 19 December 21

Next Article