County Cricket ક્રિકેટમાં આ ભારતીય ફાસ્ટ બોલર જોવા મળશે, Kent એ આ સિઝન માટે કર્યો કરાર

|

Jul 16, 2022 | 7:24 AM

Cricket : ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સહિત 4 ભારતીય ખેલાડીઓ હાલમાં વિવિધ ટીમો માટે કાઉન્ટી ક્રિકેટ (County Cricket) રમી રહ્યા છે.

County Cricket ક્રિકેટમાં આ ભારતીય ફાસ્ટ બોલર જોવા મળશે, Kent એ આ સિઝન માટે કર્યો કરાર
Navdeep Saini (PC: Twitter)

Follow us on

ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini) ઈંગ્લેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટ (England Domestic Cricket) માં રમતો જોવા મળશે. હકિકતમાં વાત એવી છે કે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ (County Cricket) એ આ ભારતીય બોલર નવદીપ સૈની સાથે કરાર કર્યો છે. નવદીપ સૈની ભારતીય ટીમ (Team India) માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે. તે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી રણજી ટીમ તરફથી રમે છે. જો કે આ વર્ષે અત્યાર સુધી નવદીપ સૈની ભારત માટે એક પણ મેચ રમ્યો નથી.

નવદીપ સૈની આવતા સપ્તાહે કેન્ટ ક્લબ તરફથી ડેબ્યુ કરશે

નવદીપ સૈની (Navdeep Saini) ની વાત કરીએ તો છેલ્લે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં જોવા મળ્યો હતો. હવે આ બોલર રોયલ લંડન કપ ટુર્નામેન્ટ (Royal London Cup) માં પાંચ વનડે ઉપરાંત આ સિઝનમાં કેન્ટ કલ્બ (Kent Cricket Club) માટે ત્રણ કાઉન્ટી મેચ રમશે. કેન્ટ ક્લબ સાથેના કરાર પર નવદીપ સૈની (Navdeep Saini) એ કહ્યું કે, કાઉન્ટી ક્રિકેટ (County Cricket) રમવી એ એક શાનદાર તક છે. આ સિઝનમાં મારું ધ્યાન કેન્ટ ક્લબ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા પર છે. નવદીપ સૈની આવતા અઠવાડિયે કેન્ટ ક્લબ માટે ડેબ્યૂ કરી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

 

 

અત્યારે 4 ભારતીય ક્રિકેટરો ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટનો ભાગ છે

હાલમાં ભારત ના 4 ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. નવદીપ સૈની આ સિઝનમાં કાઉન્ટી રમનાર 5મો ભારતીય ખેલાડી હશે. નોંધનીય છે કે હાલમાં ચેતેશ્વર પૂજારા (Sussex County), વોશિંગ્ટન સુંદર (Lancashire County), કૃણાલ પંડ્યા (Warwickshire County) અને ઉમેશ યાદવ (Middlesex County) તરફથી રમી રહ્યો છે. તો જો આપણે આ સિઝન માં કેન્ટ ક્લબના પ્રદર્શન વિશે વાત કરીએ તો તે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આ સિઝન માં કેન્ટને 9 મેચમાં માત્ર 1 જીત મળી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.

Next Article