AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરિયરના ખરાબ સમય વિશે બોલ્યો Shikhar Dhawan, કહ્યું – હું સિલેક્ટર હોત તો મારી જગ્યાએ શુભમન ગિલને ટીમમાં જગ્યા આપી હોત

31 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલની 16મી સિઝનથી તે ફરી ક્રિકેટિંગ એકશનમાં જોવા મળશે. આ વખતે તે પંજાબ કિંગ્સનું સુકાન સંભાળી રહ્યો છે. તે પંજાબ કિંગ્સને પ્રથમવાર ચેમ્પિયન બનાવવા માટે મેદાન પર ઉતરશે. આ પહેલો તેના કેટલાક નિવેદનોની આજે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

કરિયરના ખરાબ સમય વિશે બોલ્યો Shikhar Dhawan, કહ્યું -  હું સિલેક્ટર હોત તો મારી જગ્યાએ શુભમન ગિલને ટીમમાં જગ્યા આપી હોત
Shikhar Dhawan
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 11:13 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનર શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમથી બહાર છે પણ 31 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલની 16મી સિઝનથી તે ફરી ક્રિકેટિંગ એકશનમાં જોવા મળશે. આ વખતે તે પંજાબ કિંગ્સનું સુકાન સંભાળી રહ્યો છે. તે પંજાબ કિંગ્સને પ્રથમવાર ચેમ્પિયન બનાવવા માટે મેદાન પર ઉતરશે. આ પહેલા તેના કેટલાક નિવેદનોની આજે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટવ્યૂમાં તેણે પોતાના લગ્ન જીવન, રાજનિતિમાં એન્ટ્રીની સંભાવના અને ભારતીય ક્રિકેટરો વિશેના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, 37 વર્ષના શિખર ધવને જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં 3-4 ટીમોને લીડ કરી છે. દરેક પ્લેયરના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હાલમાં મારી જગ્યાએ વનડે ફોર્મેટમાં શુભમન ગિલને લેવામાં આવ્યો, જે સારી બાબત છે, તે એક સારો ખેલાડી છે. હું સિલેકટર હોત, તો હું પણ તેને જ પસંદ કરતો.

વર્ષ 2022ના ડિસેમ્બરમાં છેલ્લી મેચ રમ્યા બાદ તે હાલમાં ભારત માટે એક પણ મેચ રમ્યો નથી. વાપસીના સવાલ પણ તેણે જણાવ્યું હતું કે, હું તક માટે તૈયાર છું. ખેલાડીઓ માટે હંમેશા તક તો હોઈ છે, ક્યારેક પણ ચમત્કાર થઈ શકે છે. હું મહેનત કરતો રહીશ. આવા અનેક સવાલનો તેણે નીચે મુજબના રસપ્રદ જવાબો આપ્યા હતા.

લગ્ન જીવનથી શું શીખ્યા?

શિખર ધવને જણાવ્યું હતું કે અનુભવના અભાવને કારણે મારુ લગ્ન જીવન નિષ્ફળ ગયું. હું આજની યુવા પેઢીને જણાવવા માગું છું કે લગ્ન કરતા પહેલા 2-3 વર્ષ એકબીજાને ઓળખો અને પછી જ લગ્ન કરજો. હાલમાં મારો ડિવોર્સ ચાલે છે, આજે મારી પાસે અનુભવ છે તો ભવિષ્યમાં હું વધારે સારુ લગ્ન જીવન જીવી શકીશ. મારા પ્રથમ લગ્ન બાઉન્સર હતો, જેણે મને ચારોખાને ચીત કરી દીધો, બીજો બોલ હું હેલમેટ પહેરીને રમીશ.

શિખરનું ગબ્બર નામ કઈ રીતે પડયું ?

તેણે જણાવ્યું હતું કે, આ નામ રણજી ટ્રોફી રમતી વખતે પડયુ હતું. સામેવાળી ટીમની પાર્ટનરશિપ સારી થતી હોય છે, ત્યારે પોતાની ટીમનો ઉત્સાહ વધારવા જોરજોરથી રમૂજી વાતો કરતો હતો. ત્યારથી તેના કોચ વિજયે તેનું નામ ગબ્બર પાડી દીધું અને હમણા સુધી તેને લોકો આ જ નામથી ઓળખે છે.

મોટા ક્રિકેટર્સ વચ્ચે ‘ઈગો ક્લેસ’ હોઈ છે ?

શિખર ધવને જણાવ્યું હતું કે, ઘરમાં લોકો સાથે રહે તો વાસણ ખખડે જ છે. 40 લોકોના સ્ટાફમાં આવી બધી વાતો નોર્મલ છે. પણ જ્યારે ટીમ જીતે છે, ત્યારે આખી ટીમ એક થઈ જાય છે. ક્રિકેટર્સ વચ્ચે આવા ઈગો ક્લેસ રહે જ છે.

ઋષભ પંતને તેણે શું સલાહ આપી હતી?

શિખર ધવને જણાવ્યું હતું કે, તે ભગવાનનો આભાર માને છે કે ઋષભ પંત હાલ સારવાર હેઠળ છે. મારી વાત તેની સાથે થતી રહે છે. મેં તેની ડ્રાઈવિંગ જોઈ હતી. 24 વર્ષની ઉંમરમાં આવો જોશ હોય છે પણ કાર ચલાવવામાં ધ્યાન રાખવું જોઈએ એવી સલાહ મેં તેને પહેલા જ આપી હતી.

શરીર પર ભગવાન શિવથી લઈને અર્જુનના ટેટૂ કેમ રાખે છે ?

14-15 વર્ષની ઉંમરમાં શરીરમાં મનાલી જઈને ટેટૂ બનાવ્યા હતા. પિતાને ખબર પડતા જ શિખરને બરાબર માર્યો હતો. તેના શરીર પર ભગવાન શિવ, બાબા દિપદેવસિંહ, અર્જુનના ટેટૂ પણ છે. તેની મૂંચ અને થાઈફાઈ સેલિબ્રેશનને લોકોએ ખુબ પસંદ કર્યું છે. તેનો ઉલ્લેખ તેણે આ ઈન્ટવ્યૂમાં કર્યો હતો.

ક્રિકેટર્સ અને પત્રકારો વચ્ચે 36નો આંક્ડો કેમ દેખાય છે ?

આ સવાલના જવાબમાં શિખર ધવને જણાવ્યું હતું કે, દરેક ક્રિકેટર્સ પોતાની જીવનની પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરતા હોય છે. તેનો અર્થ એ નથી કે તેઓ પત્રકારોને ના પસંદ કરે છે.

ટ્રોલિંગથી ડરે છે ક્રિકેટરર્સ ?

આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, એકવાર તેની પણ ટ્રોલિંગ કરી હતી. કેરળમાં એક બાળકીને શ્વાનના કડવા પર રેબિસનો રોગ થતા, ઘણા શ્વાનને મારી નાંખવામાં આવ્યા હતા. તેના વિરોધમાં હું બોલ્યો હતો અને મને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જે મને લાગે છે તેને બોલવામાં હું અટકાતો નથી અને ડરતો પણ નથી. ફેમસ લોકોની ટ્રોલિંગ થતી રહે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">