IPL 2023: શું સેમ કરન પંજાબ કિંગ્સને બનાવી શકશે ચેમ્પિયન? જાણો આ ટીમની તાકાત અને નબળાઈ

આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ પંજાબ કિંગ્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023: શું સેમ કરન પંજાબ કિંગ્સને બનાવી શકશે ચેમ્પિયન? જાણો આ ટીમની તાકાત અને નબળાઈ
IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 4:44 PM

આઈપીએલ 2023ની શરુઆતને ગણતરીના દિવસો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમોના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ પંજાબ કિંગ્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને ટીવી પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

IPL 2023 માટે પંજાબ કિંગ્સની ટીમ

કિંગ્સ ઈલેવન પંજાબના નામથી આ ટીમ વર્ષ 2008થી આઈપીએલ રમતી આવી છે. પણ એકપણ વાર આ ટીમ ચેમ્પિયન બની નથી. હવે પંજાબ કિગ્સની નામથી ઓળખાતી આ ટીમ હમણા સુધી 218 મેચ રમી છે જેમાંથી 98 મેચમાં જીત મળી છે અને 116 મેચમાં હાર મળી છે. 2008માં આ ટીમ ત્રીજા સ્થાને રહી છે અને 2014માં આ ટીમ બીજા સ્થાને રહી હતી. આ ટીમે હમણા સુધી કુલ 2975 ચોગ્ગા અને 1276 સિક્સર ફટકારી છે.

IPL 2023 માટે પંજાબ કિંગ્સની ટીમ – શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, અથર્વ, હરપ્રીત બ્રાર, લિયામ લિવિંગસ્ટોન, રાજ બાવા, ઋષિ ધવન, શાહરૂખ ખાન, અર્શદીપ સિંહ, બલતેજ ધંડા, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર , સેમ કરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિદ્વેથ કાવેરપ્પા અને મોહિત રાઠી

પંજાબ કિંગ્સની તાકાત

સેમ કરન અને સિકંદર રઝાના આવવાથી આ ટીમનું મિડલ ઓર્ડર મજબૂત બન્યું છે. સેમ કરન અંતિમ ઓવર સુધી તાબડતોડ બેટિંગ કરી શકે છે. આ બંને ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી જોરદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી શકે છે.

પંજાબ કિંગ્સની નબળાઈ

આ ટીમના ઓપનર ફેઈલ જતા જ આ ટીમ સંપૂર્ણ રીતે નબળી પડી જાય છે. હાઈપ્રેસરવાળી મેચમાં આ ટીમ સારુ પ્રદર્શન કરી શકતી નથી તેથી જ તે પ્લેઓફ સુધી પણ પહોંચતી નથી. આ વખતે પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ શિખર ધવન કરશે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ ધ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">