AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamim Iqbal Retires: વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે નિવૃત્તિની કરી જાહેરાત, આંખમાં આવ્યા આસું

એક તરફ જ્યાં તમામ ટીમો વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ બાંગ્લાદેશને ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન અને તેના વિસ્ફોટક ઓપનર તમીમ ઈકબાલે નિવૃત્તિ લઈ લીધી છે. તમીમ ઈકબાલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિ (Tamim Iqbal Retirement)ની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તમીમ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે રડતો જોવા મળ્યો હતો.

Tamim Iqbal Retires: વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે નિવૃત્તિની કરી જાહેરાત, આંખમાં આવ્યા આસું
| Updated on: Jul 06, 2023 | 2:12 PM
Share

Tamim Iqbal Retirement: બાંગ્લાદેશના ODI કેપ્ટન તમીમ ઈકબાલે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક નિવૃત્તિની જાહેરાત કરી છેડાબોડી બેટ્સમેન અને બાંગ્લાદેશના કેપ્ટન તમિમ ઈકબાલ નિવૃત્ત થયા. પ્રેસ કોન્ફરન્સમાં તમીમ ઈકબાલ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો : આ ચેનલ પર India vs West Indiesની મેચ ફ્રીમાં જોઈ શકશો, જાણો તમામ વિગતો

તમીમ ઈકબાલનો રેકોર્ડ

જણાવી દઈએ કે તમીમ ઈકબાલ બાંગ્લાદેશના સૌથી મોટા બેટ્સમેનમાંથી એક છે. તમીમએ ટેસ્ટ ક્રિકેટમાં 10 સદીની મદદથી 5134 રન બનાવ્યા છે, વનડેમાં તેના બેટમાંથી 14 સદી અને તેના નામે 8313 રન છે ટી 20 ક્રિકેટમાં પણ એક સદીની સાથે 1758 રન બનાવ્યા છે. તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 25 સદી ફટકારી છે.

અફધાનિસ્તાન સામે હાર બાદ તમીમ ઈકબાલે સંન્યાસની જાહેરાત કરી

તમને જણાવી દઈએ કે, અફધાનિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી વનડે સિરીઝ વચ્ચે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ બંન્ને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બાંગ્લાદેશની ટીમે 17 રને જીત મેળવી હતી. આ મેચનો નિર્ણય ડર્કવર્થ લુઈસના નિયમ હેઠળ લેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની હાર બાદ 24 કલાકની અંદર તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહ્યું છે.

આ પણ વાંચો : Virat Kohli Video: વિરાટ કોહલી નેટમાં વહાવી રહ્યો છે ખૂબ પરસેવો, એવા શોટ રમ્યો કે ભારત-પાકિસ્તાન ફેન્સ બાખડી પડ્યા!

તમીમ ઈકબાલનું કરિયર શાનદાર રહ્યું

તમીમ ઈકબાલને મહાન બેટ્સમેન કહેવામાં આવે છે તો તે કાંઈ ખોટું નથી. તમીમ ઈકબાલનો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. તમીમ ઈકબાલના નામે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. ડાબોડી બેટ્સમેને શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં સૌથી વધુ 2853 રન બનાવ્યા છે. આ મેદાન પર તેના બેટમાંથી 19 અડધી સદી અને 5 સદી આવી છે.

તેના કરિયરનો અંત

તમીમ ઈકબાલ વનડેમાં સૌથી ઓછી ઉંમરમાં સદી ફટકાવનાર બાંગ્લાદેશી ખેલાડી પણ છે. તમીમે અંદાજે 19 વર્ષ, 2 દિવસની ઉંમરમાં આયરલેન્ડ વિરુદ્ધ સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં તેમણે 129 રનની ઈનિગ્સ રમી હતી.તમીમ ઈકબાલે રિટાયરમેન્ટની જાહેરાત કરતા કહ્યું કે, આ તેના કરિયરનો અંત છે.તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો. તમીમે તેના તમામ સાથી ખેલાડીઓ, કોચ અને BCB અધિકારીઓનો આભાર માન્યો હતો. તમીમ ઈકબાલે પણ તમામ ચાહકોનો આભાર માન્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">