Cricket: આ સ્ટાર ક્રિકેટર તેની ગર્લફ્રેન્ડને ગુપ્ત રીતે તેના રૂમમાં લઈ ગયો, સિલેક્ટરે પકડી પાડ્યો અને પછી….
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેને હાલમાં પોતાની નવી પુસ્તક અંગે વાત કરી. આ પુસ્તક અંગેની વાતચીત દરમિયાન બેટ્સમેને એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, જેનાથી ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે.

ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન બંને ખૂબ સારા મિત્રો છે. રોહિત હાલમાં ટીમ ઈન્ડિયા માટે એક જ ફોર્મેટમાં રમી રહ્યો છે પરંતુ ધવન નિવૃત્ત થઈ ગયો છે. ધવને હાલમાં પોતાની આત્મકથા લખી છે અને તેમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શિખર ધવને પોતાના જીવનનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. ધવને તેના પુસ્તક ‘ધ વન: ક્રિકેટ, માય લાઈફ એન્ડ મોર’માં ‘વર્ષ 2006’માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બનેલી એક રોમાંચક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ સમય દરમિયાન તે ભારત-એ ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં હતો અને તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો.
2006માં, શિખર ધવન ભારત-એ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડાર્વિન પહોંચ્યો હતો. આ પ્રવાસમાં ધવનની નજર ઇમિગ્રેશન લાઇનમાં રહેલી એક સુંદર છોકરી પર પડી. બંનેએ સામાન એકત્રિત કરતી વખતે વાત કરવાનું શરૂ કર્યું. ટૂંકી વાતચીત બાદ તેઓએ ફોન નંબર અને ઇમેઇલ આઈડી એકબીજાને આપ્યા. શિખરે હોટલ પહોંચતાની સાથે જ છોકરીને ઇમેઇલ કર્યો. આ ઇમેઇલનો રિપ્લાય છોકરીએ આપ્યો અને શિખરે તેને પાર્ટીમાં આમંત્રણ આપ્યું.
ધવને કર્યો ‘ખુલાસો’
શિખરે ખુલાસો કર્યો કે, તે છોકરીને તેના હોટલના રૂમમાં લઈ જતો હતો, જે તેણે રોહિત શર્મા સાથે શેર કર્યો હતો. શિખરે એ પણ ખુલાસો કર્યો કે, ‘મને તે સુંદર છોકરી સાથે પ્રેમ થઈ ગયો. મને લાગ્યું કે, તે મારા માટે યોગ્ય છે અને હું તેની સાથે લગ્ન કરીશ.
દરેક મેચ પછી, હું તેને મળવા જતો અને તેને મારા રૂમમાં લઈ જતો.’ રોહિત શર્માને આ બધું બહુ ગમતું નહોતું. શિખરે હસતાં હસતાં કહ્યું કે, ‘રોહિત તો ક્યારેક હિન્દીમાં ફરિયાદ કરતો કે ‘ક્યા તુ મુઝે સોને દેગા?’
સિલેક્ટરે પકડી પાડ્યો
શિખરે એ પણ ઉલ્લેખ કર્યો કે, એક સાંજે જ્યારે હું એલીન સાથે ડિનર કરવા ગયો, ત્યારે ટીમમાં બધાને અમારા રિલેશન વિશે ખબર પડી ગઈ. એક સિનિયર સિલેક્ટરે અમને હોટલની લૉબીમાં સાથે જોઈ લીધા હતા. ત્યારબાદ મને લાગ્યું કે, કદાચ મારે એને છોડી દેવી જોઈએ, કેમ કે એવું લાગી રહ્યું હતું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. જો એ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હું સારું રમ્યો હોત, તો મને ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું હોત પણ મારુ પ્રદર્શન સતત નિરાશાજનક રહ્યું હતું.
ધવનની કારકિર્દી
શિખર ધવને 2010માં ભારત માટે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 મેચ રમી હતી. ખાસ કરીને ODIમાં, તેણે 44.11ની સરેરાશથી 6793 રન બનાવ્યા હતા. તેને ‘મિસ્ટર ICC’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો કારણ કે તે ICC ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતો હતો. જણાવી દઈએ કે, ધવને ગયા વર્ષે નિવૃત્તિ લીધી હતી.