BCCI ની નજરમાં ક્યા 20 લડવૈયાઓ હોઈ શકે છે, જે ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવી શકે, જાણો
ભારતીય ટીમ 20 ખેલાડીઓને શોર્ટલીસ્ટ કર્યા છે. તેઓને રોટેશન મુજબ વિશ્વકપ સુધી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે, બીસીસીઆઈએ વિશ્વકપ 2023 ની તૈયારી માટે આ પ્લાન ઘડ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ આઈસીસી ટ્રોફીનુ સપનુ પુરુ કરવાને લઈ કમર કસી રહ્યુ છે. આગામી વન ડે વિશ્વકપ 2023 માટે ટીમ ઈન્ડિયા મજબૂતાઈ પૂર્વક મેદાને ઉતરશે. આ માટે ક્રિકેટ બોર્ડ દ્વારા મહત્વના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ માટે સૌથી પ્રથમ ખેલાડીઓનુ કાળજી લેવાનુ પગલુ ઉઠાવ્યુ છે. આમ સામાન્ય રીતે ખેલાડીઓની વિશેષ કાળજી રાખવામાં આવતી હોય છે. પરંતુ હવે વિશ્વકપની તૈયારીને લઈ તેના રોડમેપ પ્રમાણે ખેલાડીઓને તૈયાર કરવામાં આવશે અને તેમની દેખરેખ રાખવામાં આવશે. આ માટે બીસીસીઆઈએ 20 ખેલાડીઓ શોર્ટલીસ્ટ કર્યા છે. આ 20 કોણ હશે, કે જે ભારતને વિશ્વકપ જીતાડશે.
વિશ્વકપ 2023 માટેના આ 20 ખેલાડીઓને આઈપીએલમાં પણ વર્કલોડ મેનેજમેન્ટ કરવામાં આવનાર છે. તેની વિશેષ દેખરેખ નેશનલ ક્રિકેટ એકડેમી દ્વારા રાખવામા આવશે. સાથે જ આ 20 ખેલાડીઓ આવનારા વિશ્વકપ સુધી વનડે શ્રેણી રમશે. જેમાં ખેલાડીઓને રોટેશન મુજબ અંતિમ ઈલેવનમાં સ્થાન મળતુ રહેશે. આમ ખેલાડીઓને સંપૂર્ણ રીતે વિશ્વચેમ્પિયન બનવા માટેના ફિટ લડવૈયા તૈયાર કરાશે.
કેટલા બેટ્સમેન, ઓલરાઉન્ડર્સ અને બોલરનો સમાવેશ?
કોણ કોણ આ 20 ખેલાડીઓની સામેલ હશે તે અંગે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે એક રવિવારે રિવ્યૂ બેઠક બાદ આ શોર્ટલિસ્ટ અંગે વાત કરી હતી. જોકે બોર્ડે કોણ આ 20માં સામેલ છે એ વાત જણાવી નહોતી. હવે ક્રિકેટ નિષ્ણાંતોની ચર્ચાઓ મુજબ જોવામાં આવે તો, ભારતીય ટીમના મહત્વના 20માં બેટ્સમેનોની સંખ્યા 5, ઓલરાઉન્ડર્સ 4, સ્પનિર્સ 2, ઝડપી બોલર 6 અને વિકેટકીપર 3 રાખવામાં આવી શકે છે. જેમાં કોનો સમાવેશ હોઈ શકે છે એક નજર કરીએ.
- બે્ટસમેનઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ બેટ્સમેન તરીકે આ યાદીમાં સામેલ હોવાનુ નિશ્ચિત મનાય છે. કારણ કે રોહિત નિયમીત કેપ્ટન છે. કોહલી સિનિયર છે. જેથી રોહિત અને કોહલીને લઈ અન્ય કોઈ વિચારનો અવકાશ નથી. આ યાદીમાં શુભમન ગિલ સામેલ થઈ શકે છે.
- ઓલરાઉન્ડર્સઃ રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ આ ત્રણ ગુજ્જુ ઓલરાઉન્ડરનુ સ્થાન નિશ્ચિત રુપે મહત્વના 20માં માનવામાં આવશે. જાડેજા હાલમાં ઈજાને લઈ બહાર છે, તે ઝડપથી પરત ફરશે. વોશિંગ્ટન સુંદર આ યાદીમાં હાલના તેના પ્રદર્શનને ધ્યાની રાખી સમાવેશ થઈ શકે છે.
- વિકીટકીપરઃ યાદીમાં આ સ્થાન માટે બોર્ડ દ્વારા ઈશાન કિશન, સંજૂ સેમસન અને કેએલ રાહુલ નક્કિ હોઈ શકે છે. ઋષભ પંત ઈજામાંથી પરત ફર્યા બાદ કેટલા સમયમાં મેદાન પર ઉતરી શકે છે એના પર તેના નામની ચર્ચા નિર્ભર કરે છે. તેના આવતા જ સેમસન પર કાતરનુ જોખમ થઈ શકે છે.
- સ્પિનર્સઃ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ આ બંને સ્પિનરો ટીમ ઈન્ડિયાના મહત્વના 20ની યાદીમાં સામેલ થઈ શકે છે.
- ઝડપી બોલરઃ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ., અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર આ યાદીમાં સામેલ થઈ શકે છે. બુમરાહ હવે ઝડપથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જવાની શક્યતા છે. તે લાંબા સમયથી ઈજાને લઈ આરામ પર હતો.