AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs SA W : વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક માટે ભારતીય મહિલા ટીમ તૈયાર, મોબાઇલ પર FREE માં જુઓ લાઈવ મેચ !

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં વિજયની લયમાં આગળ વધતી ભારતીય મહિલા આજે 21 જૂને દક્ષિણ આફ્રિકા મહિલા ટીમનો સામનો કરશે. ભારતીય ટીમનો લક્ષ્ય સતત ત્રીજી જીત (હેટ્રિક) મેળવવાનો રહેશે. ભારતે પોતાના પહેલા મેચમાં પાકિસ્તાનને 64 રન અને ત્યારબાદ નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું છે.

IND W vs SA W : વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક માટે ભારતીય મહિલા ટીમ તૈયાર, મોબાઇલ પર FREE માં જુઓ લાઈવ મેચ !
IND W vs SA W ICC WC 2026Image Credit source: BCCI
| Updated on: Jun 21, 2026 | 8:58 AM
Share

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ, જીત યથાવત રાખવાનો પ્રયાસ કરશે. ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળી છે. અત્યાર સુધી બંને ટીમો 24 વખત સામસામે રમી છે. જેમાં ભારતે 11 અને દક્ષિણ આફ્રિકાએ 10 મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. શ્રેયંકા પાટિલને નેધરલેન્ડ્સ સામે મહિલા ટી20 વર્લ્ડ કપ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

શ્રેયંકા પાટિલની જગ્યાએ પ્રેમા રાવત

પ્રેમા રાવતને ભારતીય ટીમમાં શ્રેયંકા પાટિલના જગ્યાએ સામેલ કરવામાં આવ્યું છે. ભારતે આ ગ્રુપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને પહેલાથી જ હરાવી દીધા છે. તેથી, તેઓ ત્રીજી મેચ જીતીને પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. ‘વિમેન્સ ઇન બ્લુ’ ટીમે પાકિસ્તાનને 64 રનથી અને નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામેની બંને મેચમાં જીત સાથે, ટીમ ઇન્ડિયા હાલમાં ગ્રુપ 1 માં 4 પોઈન્ટ અને +3.975 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.

ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, રાધા યાદવ, પ્રેમા રાવત.

દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ

સુને લુસ, લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એનીરી ડેર્કસન, નાદીન ડી ક્લાર્ક, મેરિઝાન કેપ, ક્લો ટ્રાયન, કાયલા રેનેકે, સિનાલો જાફતા (વિકેટકીપર), શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, કારાબો માસો, તુમી સેખુખુને, તાઝમીન બ્રિટ્સ, ડેન વાન નિકેર્ક.

મેચ ક્યારે છે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ રવિવાર (21 જૂન) ના રોજ રમાશે.

કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

મેચ ક્યાં રમાશે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

કયા ટીવી ચેનલ પર તેનું પ્રસારણ થશે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત થશે.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાય છે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો, Breaking News: યશસ્વી જયસ્વાલ સદીઓના આ મામલામાં બન્યો નંબર-1, ગિલ-કોહલીને પાછળ છોડ્યા

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">