AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM 2nd ODI: ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે સામે 5 વિકેટે વિજય, ભારતે વન ડે શ્રેણી નામે કરી લીધી

IND Vs ZIM ODI Match Report Today: કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત કોઈ શ્રેણી જીતી છે.

IND vs ZIM 2nd ODI: ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે સામે 5 વિકેટે વિજય, ભારતે વન ડે શ્રેણી નામે કરી લીધી
Team India એ શ્રેણી પર કબ્જો જમાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 6:53 PM
Share

શાર્દુલ ઠાકુરની બોલિંગ અને સંજુ સેમસન (Sanju Samson) ની શાનદાર ઇનિંગના બળે ભારતે બીજી વનડેમાં ઝિમ્બાબ્વે (India Vs Zimbabwe) ને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયા એ 2-0ની અજેય સરસાઈ મેળવીને ત્રણ મેચોની શ્રેણી પર કબજો કરી લીધો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની બેટિંગ ફરી એકવાર ફ્લોપ રહી હતી, પરંતુ પ્રથમ મેચની જેમ આ વખતે ઝિમ્બાબ્વેના બોલરોએ ભારત (Indian Cricket Team) ને આસાનીથી જીતવા દીધી નહોતી.

બે દિવસ પહેલા હરારેમાં જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં પણ ભારતે મજબૂત બોલિંગના જોરે ઝિમ્બાબ્વેને માત્ર 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જો કે, આ વખતે લક્ષ્ય નાનું હતું, તેમ છતાં ટીમને અહીં સુધી પહોંચવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ઝડપી બેટિંગ કરી હતી, પરંતુ 97 રન સુધી 14મી ઓવરમાં ટોચની 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી દીપક હુડ્ડા અને સંજુ સેમસને પાંચમી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરીને કોઈપણ અપસેટની શક્યતાને ખતમ કરી દીધી હતી.

સેમસનની શાનદાર રમત

સંજુ સેમસને ખાસ કરીને આ ઈનિંગમાં સારી સમજ બતાવી અને કોઈ ઉતાવળ કરી નહીં. તેણે ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ટીમને જીતની નજીક લઈ ગઈ. આ પછી સંજુએ થોડું આક્રમક વલણ બતાવ્યું અને શોન વિલિયમ્સ પર સતત બે સિક્સર ફટકારી. સંજુએ પણ જબરદસ્ત સિક્સ ફટકારીને મેચનો અંત આણ્યો હતો. તે 39 બોલમાં (3 ચોગ્ગા, 4 છગ્ગા) 43 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ભારતે 26મી ઓવરમાં જ જીત મેળવી હતી.

રાહુલ અને ઈશાન સસ્તામાં પરત ફર્યા

જોકે, ટીમ ઈન્ડિયાએ કેપ્ટન કેએલ રાહુલ (1)ના રૂપમાં નિરાશ કર્યો હતો. છેલ્લી મેચમાં રાહુલે ઓપનિંગમાં ન ઉતરીને બધાને ચોંકાવી દીધા હતા અને સવાલો પણ ઉભા થયા હતા. આ વખતે તે પોતે ધવન (33 રન, 21 બોલ, 4 ચોગ્ગા) સાથે ઓપનિંગમાં ગયો હતો, પરંતુ લગભગ ત્રણ મહિના પછી પ્રથમ વખત બેટિંગ કરવા આવેલો રાહુલ માત્ર 5 બોલમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. તેને ચિવાંગાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર ધવન અને શુભમન ગિલની જોડી ક્રિઝ પર સ્થિર થઈ અને બંનેએ ઝડપી રન બનાવ્યા. જોકે, તેના ધવનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલો ઈશાન કિશન (6) પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે ગિલ (33 રન, 33 બોલ, 6 ચોગ્ગા) પણ દાવને વધુ મોટો કરી શક્યો ન હતો.

g clip-path="url(#clip0_868_265)">