IND vs WI: ટીમ ઈન્ડિયાએ જીત સાથે બનાવ્યો રેકોર્ડ, યશસ્વીએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો

ભારતીય ટીમની જીતનો સિલસિલો ફ્લોરિડામાં ચાલુ રહ્યો અને અહીંના લોડરહિલ મેદાન પર T20 ક્રિકેટમાં તેની પાંચમી જીત નોંધાવી હતી. આ 9 વિકેટથી જીત સાથે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી પણ હાંસલ કરી હતી. હવે શ્રેણીનો નિર્ણાયક મુકાબલો 13મી ઓગસ્ટને રવિવારે થશે.

IND vs WI: ટીમ ઈન્ડિયાએ જીત સાથે બનાવ્યો રેકોર્ડ, યશસ્વીએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 8:36 AM

થોડા દિવસો પહેલા સુધી ટીમ ઈન્ડિયા (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં હારનો ખતરો અનુભવી રહી હતી. સતત બે મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં રહેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આગામી બે મેચમાં જોરદાર વાપસી કરીને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી.

રવિવારે નિર્ણાયક મુકાબલો

હવે રાહ 13 ઓગસ્ટ, રવિવારે યોજાનારી નિર્ણાયક પાંચમી મેચની છે, જ્યાં શ્રેણીની વિજેતાનો નિર્ણય થશે. ફ્લોરિડામાં રમાયેલી ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી જબરદસ્ત જીત નોંધાવી અને તેની સાથે કેટલાક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

યશસ્વી જયસ્વાલે 84 રનની શાનદાર ઇનિંગ રમી

શનિવારે 12 ઓગસ્ટે ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી ચોથી T20 મેચ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની હતી. આ મેચમાં હારનો મતલબ વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વર્ષ બાદ પ્રથમ શ્રેણી ગુમાવવી હતી. ભારતીય ખેલાડીઓએ આવું ન થવા દીધું. પહેલા અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે વિન્ડીઝને 178 રન પર રોકી હતી. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ્સે 17 ઓવરમાં આસાન વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : Virat Kohli: ફેન સેલ્ફી લેવા પાછળ દોડ્યો તો વિરાટ કોહલીએ આપ્યું ખાસ વચન, જુઓ Video

વિજય સાથે બનાવ્યો રેકોર્ડ

ભારતીય ટીમે 179 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. તે હવે ફ્લોરિડાના આ મેદાન પર T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ બની ગયો છે.

ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો અને તે અહીં સૌથી વધુ T20 જીતનારી ટીમ છે. ભારતે ફ્લોરિડામાં 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે.

ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 165 રનની ભાગીદારી કરી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો સંયુક્ત રેકોર્ડ છે. આ પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે પણ 165 રનની ભાગીદારી થઈ હતી.

યશસ્વી જયસ્વાલે (અણનમ 84) પોતાની બીજી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 20 વર્ષ 227 દિવસની ઉંમરે આ અડધી સદી ફટકારી અને આ રીતે T20માં અર્ધસદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો.

T20 ઈન્ટરનેશનલમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના અથવા માત્ર 1 વિકેટ ગુમાવી 150થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">