AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: પોતાના જન્મદિવસે હેટ્રીક લઈ આ ખેલાડીએ દિવસ બનાવ્યો ખાસ, જુઓ Video

બોલરનો જન્મદિવસ હોય અને તેને હેટ્રિક મળે, એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? ટિમલ મિલ્સે ધ હન્ડ્રેડમાં આ સફળતા મેળવી હતી. તેણે પોતાના 31માં જન્મદિવસે હેટ્રિક લઈ આ દિવસને વધુ ખાસ બનાવી દીધો હતો.

Viral: પોતાના જન્મદિવસે હેટ્રીક લઈ આ ખેલાડીએ દિવસ બનાવ્યો ખાસ, જુઓ Video
Tymal Mills
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 11:20 AM
Share

ઈનિંગની અંતિમ ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપી હેટ્રીક લઈ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટિમલ મિલ્સે (Tymal Mills) કમાલ કર્યો હતો. મેચના અંતિમ ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કરી આ ખેલાડીએ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોડ ખેલાડી માટે એટલા માટે પણ ખાસ હતો, કારણકે તે દિવસે તેનો જન્મદિવસ પણ હતો. એટલે કે જન્મદિવસ પર હેટ્રીક (Hattrick) લઈ ટિમલ મિલ્સે તેના 31 માં બર્થ-ડે ને વધુ ખાસ બનાવી દીધો હતો. તે ધ હન્ડ્રેડ (The Hundred) લીગના ઈતિહાસમાં તેના જન્મદિવસ પર હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો.

ટીમલ મિલ્સે અંતિમ ઓવરમાં મચાવી તબાહી

100 બોલ ક્રિકેટમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં વેલ્સ ફાયર અને સધર્ન બ્રેવ વચ્ચે રમાયેલી મેચમાં ટિમલ મિલ્સ સધર્ન બ્રેવ ટીમનો ભાગ હતો. મેચમાં વેલ્સ ફાયરે પ્રથમ બેટિંગ કરી અને 100 બોલમાં 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ટીમલ મિલ્સે આ ટીમને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જન્મદિવસ પર મિલ્સની હેટ્રિક

ટિમલ મિલ્સે વેલ્સ ફાયર સામે 20 બોલમાં 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આમાંથી તેણે વેલ્સ ફાયરની ઈનિંગના છેલ્લા 3 બોલમાં એટલે કે 98, 99 અને 100માં બોલમાં 3 વિકેટ ઝડપી હતી. ટીમલ મિલ્સની હેટ્રિકમાં બેન ગ્રીન, હરિસ રૌફ અને ડેવિડ ફસાયા હતા. 3 બોલમાં બેક ટુ બેક આ ત્રણનો શિકાર કરીને મિલ્સે તેના જન્મદિવસની ઉજવણી બમણી કરી હતી.

જ્યોર્જ ગાર્ટન ‘પ્લેયર ઓફ ધ મેચ’

ટિમલ મિલ્સે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. આ સિવાય જ્યોર્જ ગાર્ટનની 8 રનમાં 3 વિકેટે પણ વેલ્સ ફાયરને 87 રનમાં રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાર્ટને જોય ક્લાર્ક અને ડેવિડ વિલીની મહત્વની વિકેટો લીધી હતી. આ પ્રદર્શન માટે જ્યોર્જ ગાર્ટનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI: પહેલા પડ્યો માર, પછી વિકેટ લઈ અર્શદીપે કર્યો ત્રણ-ત્રણ વાર પલટવાર, જુઓ Video

સધર્ન બ્રેવે 41 બોલ પહેલા ટાર્ગેટ હાંસલ કર્યો

વેલ્સ ફાયર તરફથી મળેલા 88 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે જ્યારે સધર્ન બ્રેવ્સની ટીમ ઉતરી ત્યારે તેમને વધુ સમય લાગ્યો ન હતો. તેમણે 41 બોલ પહેલા 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સધર્ન બ્રેવે 51 બોલમાં 91 રન બનાવ્યા હતા અને 9 વિકેટે મેચ જીતી લીધી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">