IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફરી 12 દિવસ પહેલા જેવી સ્થિતિ સર્જાઈ, આજે નિર્ણાયક મુકાબલો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરિઝની નિર્ણાયક મેચ હવેથી થોડી વારમાં રમાશે. પ્રથમ બે T20 હાર્યા બાદ ભારતે જે રીતે બાકીની બે મેચ જીતી શ્રેણીમાં પુનરાગમન કર્યું, તે બાદ હવે અંતિમ મેચ નિર્ણાયક બની જશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની ટીમો 24 કલાકમાં બીજી વખત આમને-સામને થશે. ભારતે 24 કલાક પહેલા જ મોટી જીત હાંસલ કરી હતી. પરંતુ, આજે સ્થિતિ થોડી અલગ છે. આ બરાબર એ જ સ્થિતિ હશે જેનો ટીમ ઈન્ડિયા (Team India) ને 12 દિવસ પહેલા સામનો કરવો પડ્યો હતો અને દબાણ પણ ખૂબ હતું.
12 દિવસ પહેલા શું થયું?
12 દિવસ પહેલા એટલે કે 1 ઓગસ્ટ 2023ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI શ્રેણીની નિર્ણાયક મેચ રમાઈ હતી. તે મેચમાં ભારતનો વિજય થયો હતો અને ભારતે સીરિઝ પર કબજો કર્યો હતો. હવે 12 દિવસ પછી T20 શ્રેણીમાં પણ આવી જ સ્થિતિ ટીમ ઈન્ડિયા સામે ઊભી છે.
Series level 👏
India’s young brigade take down the West Indies with the bat and force the #WIvIND T20I series to a decider 👇https://t.co/aENGT0PtqG
— ICC (@ICC) August 13, 2023
24 કલાકમાં બીજી વાર થશે ટક્કર
ટીમ ઈન્ડિયાએ 13 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે T20 સીરિઝની નિર્ણાયક મેચ રમવાની છે. ભારત વેસ્ટ ઈન્ડિઝની એ જ ટીમનો સામનો કરી રહી છે, જેણે ODI શ્રેણીના નિર્ણાયક મુકાબલામાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું ભારતીય ટીમને ODI શ્રેણીમાં જેવો વિજય મળશે કે પછી ટીમની હાર થશે?
પાંચ મેચની T20 સીરિઝ ભારત હાર્યું નથી
બંને ટીમો માટે જીત જરૂરી છે અને પાંચમી મેચ નિર્ણાયક મેચ છે. પરંતુ, જો પરિણામ ભારતની તરફેણમાં નહીં આવે તો તે આશ્ચર્યજનક હશે અને તે એટલા માટે છે કારણ કે ભારત હજી સુધી ક્યારેય પણ પાંચ મેચની T20 શ્રેણી હાર્યું નથી. ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચોની T20 શ્રેણી જીતી છે.
આ પણ વાંચો : World Cup 2023: પાકિસ્તાની ખેલાડીને ભારતમાં વર્લ્ડ કપ મહા મુકાબલા પહેલા સતાવી રહ્યો છે ‘ડર’
વેસ્ટ ઈન્ડિઝ કેપ્ટનને પણ જીતનો વિશ્વાસ
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલ ચોથી T20 હાર્યા બાદ 5મી T20માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં, તેનો પ્રયાસ તેની કેપ્ટનશીપમાં તે જ સફળતાને પુનરાવર્તિત કરવાનો છે, જે તેણે આ વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ T20 શ્રેણીમાં 2-1થી જીતીને હાંસલ કરી હતી. એટલે કે હવે વેસ્ટ ઈન્ડિઝ પાસે પણ 2017 પછી બેક ટુ બેક T20 સીરિઝ જીતવાની તક છે.