Gautam Gambhir VIDEO : એશિયા કપ જીત્યા બાદ દુબઈથી સીધા અમદાવાદ પહોંચ્યા ગૌતમ ગંભીર, જુઓ વીડિયો

India vs West Indies 2025 : ગૌતમ ગંભીરની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી ત્યારબાદ એશિયા કપ જીત્યો હતો. હવે આગામી મિશનની તૈયારી શરુ કરી છે. જેના માટે હેડ કોચ દુબઈથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો.

Gautam Gambhir VIDEO : એશિયા કપ જીત્યા બાદ દુબઈથી સીધા અમદાવાદ પહોંચ્યા ગૌતમ ગંભીર, જુઓ વીડિયો
| Updated on: Sep 30, 2025 | 10:38 AM

એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે પોતાના આગામી મિશનમાં લાગ્યો છે. તે દુબઈથી સીધો 1770 KM દુર આવી ગયો છે. હવે સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયાની આગામી મિશન શું છે? તો તે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ છે. જે ટીમ ઈન્ડિયા તેમના ઘરઆંગણે યોજાનારી ટુર્નામેન્ટમાં રમશે, અને ગંભીર અને તેની આખી ટીમ આ માટે અમદાવાદ આવી પહોંચી છે.ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત 2 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 10 ઓક્ટોમ્બરના રોજ રમાશે.

અમદાવાદ પહોંચ્યો ગંભીર

દુબઈથી અમદાવાદનું અંતર અંદાજે 1770 KM છે. ગૌતમ ગંભીર પણ તેની ટીમ અને સપોર્ટ સ્ટાફની સાથે સોમવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચી ગયો છે. અમદાવાદ પહોંચ્યા બાદ તેનો સપોર્ટ સ્ટાફ પણ જોવા મળ્યો હતો. આ સિવાય કુલદીપ યાદવ પણ તેની સાથે જોવા મળ્યો હતો. તમામ એરપોર્ટથી સીધા હોટલ પર પહોંચ્યા હતા.

 

 

અમદાવાદમાં ભારત-વેસ્ટઈન્ડિઝની પહેલી ટેસ્ટ મેચ

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 ઓક્ટોમ્બરથી ટેસ્ટ સીરિઝની શરુઆત થઈ રહી છે. આ સીરિઝ 2 મેચની હશે. જેના માટે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલા જ અમદાવાદ પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ટુંક સમયમાં જ અમદાવાદ પહોંચી જશે.ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોમ્બરથી અમદાવાદમાં રમાશે. જ્યારે 10 ઓક્ટોમ્બરથી બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે. ભારત અને વેસ્ટઈન્ડિઝ આ પહેલા 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમાં 23 વખતે ભારતે જીત મેળવી છે અને 30 વખત વેસ્ટઈન્ડિઝે તેમજ 47 મેચ ડ્રો રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની રોમાંચક ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ મોટી સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવી પહોંચી છે.ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.

 

પહેલગામ હુમલા બાદ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 10:20 am, Tue, 30 September 25